ચહેરાની સુંદરતાના શત્રુ મસા અને તલ માટેના આયુર્વેદિક ઉપાય

સૌથી જરૂરી છે સંતુલિત જીવનશૈલી, યોગ્ય આહાર અને પૂરતી ઊંઘ 

આજે મસા અને તલ માટે કેટલાક ઘરગથ્થુ ઉપાયો સૂચવું છું જે વાચકમિત્રોને ઘણા ઉપયોગી સિદ્ધ થશે તેવી આશા છે.


(૧) બટાકાની છાલને ઉતારી વચ્ચેથી કાપી લેવો અને આ કપાયેલા ભાગને દિવસમાં ૩ વાર મસા ઉપર ઘસવું જેથી ૧ મહિનામાં ફાયદો જણાશે.

(૨) મધ્યમ કદના મસા હોય તો ફુલાવરનો રસ કાઢી મસા પર ૧૦થી ૧૫ મિનિટ સુધી ઘસવો. આ પ્રયોગથી પણ મસામાં ખૂબ ફાયદો થશે.

(૩) મસા આકારમાં મધ્યમથી થોડા વધારે હોય તો તો ૧ નંગ ડુંગળીનો રસ દિવસમાં એકવાર નિયમિત રૂપથી મસા પર લગાવવો. આ પ્રયોગથી થોડા જ દિવસોમાં આ રોગમાં ખૂબ જ ફાયદો જણાશે.


(૪) લસણની એક મોટી કળી લઈ ફોલી લેવી. તેને વચ્ચેથી કાપીને તલવાળા ભાગ પર લગાવી દેવી અને તે જ સ્થિતિમાં આખી રાત બાંધી રાખવી. આ પ્રયોગ ૨૫ દિવસ સુધી કરવાથી આ રોગમાં ખૂબ ફાયદો જણાશે.

(૫) એક ચપટી બેકિંગ સોડા લો, તેમાં ૩થી ૪ ટીપાં અરંડીનું તેલ મિક્સ કરો અને આ પેસ્ટને તલ પર લગાવી રહેવા દો. આ પ્રયોગ ૧૦થી ૧૫ દિવસ કરવો. ધીરે-ધીરે તલ ઝાંખા થઈ નીકળી જશે.

આયુર્વેદના નિયમો મુજબની જીવનશૈલી, પૂરતી ઊંઘ, પથ્યકર ભોજન અને આચાર રસાયનના નિયમોનું પાલન પણ આ રોગના નિયંત્રણમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે.

આ ઉપચાર તમારી જાણકારી માટે છે, આ ઉપાય જાણીતા અને અનુભવી વૈદ્યની સલાહ મૂજબ અજમાવવા જરૂરી છે. શક્ય હોય યો એક્વાર સલાહ લઈ લો…


YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.