7 keys to greater happiness
જીવનમાં સુખી થવા ક્યાંય ભાગવાની જરૂર નથી. બસ થોડું મન સ્થિર રાખો દો happiness , આનંદ, ખુશી આપણાથી દૂર થઈ જ શકે નહી. અનેક અપેક્ષાઓના ભાર નીચે આપણે આજે જીવીએ છીએ. પરિણામે આપણે મન વગર જીવી રહ્યા છીએ. ખુશી શોધવાની ન હોય તે આપો આપ આવે. આટલું ધ્યાન રાખી જુવો ઘણો ફાયદો થશે…
#૧ તમારા મનને નેગેટીવ વિચારોથી હંમેશાં દૂર રહો.
એકવાત જાણી લો કે નકારાત્મકતાની અસર આપણા જીવન પર થતી જ હોય છે. તમે જેટલા પોઝિટીવ રહેશો જીવનમાં એટલા જ ખુશ રહેશો. એટકે સૌથી પહેલા જો તમારે ખુશ રહેવું હોય તો નેગિટીવ વિચારોને તમારા મનમાંથી ડિલિટ કરી દો. અને નક્કી કરી લો કે નેગેટિવ વિચારોને મનમાં ઘુસવા નહી દવ અને તેમ છાતા પણ તે વિચારો મનમાં પ્રવેસી જાય તો તરત તેને રોકી દઈશ. આટલું કરશો તો તમે જોઇ શકશો કે માત્ર અઠવાડિયામાં તમને થોડો ફરક લાગશે…આ આખી સાયકોલોજીની રમત છે.
#૨ તમારા મનને કારણ વગરની ચિંતાથી દૂર રાખો
દુઃખી રહેવાનું સૌથી મોટું કારણ છે ચિંતા. પ્રેકટીકલી જણાવું તો ચિંતા તો થવાની જ. દુનિયામાં કોઇ એવો માણસ નહી હોય જેને કોઇને કોઇ પ્રકારની ચિંતા નહી હોય. ચિંતા તો રહેવાની..પણ આપણે અમૂક ચિંતા ખોટી કરીએ છીએ. આ ખોટી ચિંતાથી આપણે દૂર રહેવાનું છે.
#૩ મુંજવણ ન અનુભવો, તેનાથી દૂર રહેવા કામમાં ધ્યાન આપો
મૂંઝાવણથી બને એટલા દૂર રહો. આપણે સ્પષ્ટ રહેતા નથી પરિણામે મૂંઝવણ અનુભવીએ છીએ. જેમ કે ઓફિસમાં કોઇ નવો પ્રોજેક્ટ તમને આપવામાં આવયો હોત તો આપણે પહેલા શું કરીએ છીએ. બે યાર, હવે શું થશે, પ્રોજેક્ટ નિષ્ફળ જશે તો? હું આ કામ કરી શકીશ? ખૂબ સમય આપવો પડશે! આવું તો ઘણું બધું આપણે વિચારવા લાગીએ છીએ. અનેક પ્રકારની મૂંઝવણ આપણને ઘેરી વળે છે. પ્રોજેક્ટ મળ્યા પછી આપણે તરત કામ પર ધ્યાન આપી કામ શરૂ કરવાની જરૂર હોય છે ત્યા આપણે મતલબ વગરના પ્રશ્નો આપણા જ મનમાં ઉભા કરી મનને મૂઝવણમાં મૂકી દઈએ છીએ. આપણે આ નથી કરવાનું. સમય સાથે કામ કરતા રહો…પરિણામ સારૂ મળશે…
#૪ જરૂર ન હોય તેવા નાટકોથી દૂર રહો.
ખુશ રહેવું હોય તો ખોટા નાટકો કરવાનું બંધ કરી દો. બનાવટી નહી રીયલ બનો. બનાવટની પાછળ તમને દુઃખ જ મળશે.
#૫ બીજાઓએ પારખવાનું બંધ કરી દો.
બીજાને નિરખવાની, તેમને પારખવાની આપાણને સૌને ટેવ હોય છે. આપણે સૌ સામેવાળાને હંમેશાં આ રીતે પારખવાની કોશિશ કરતા હોઇએ છીએ. થોડું નિરીક્ષણ કર્યા પછી અમૂક લોકો તો એવું માનવા લાગે છે કે હું બધાને બરાબર ઓળખી શકુ છું. પણ એવું હોતું નથી. આ દુનિયામાં કોઇ કોઇને પારખી શકતું નથી. કોઇ વ્યક્તિ કેવો છે તે માત્ર અને માત્ર એ જ વ્યક્તિ જાણતો હોય છે. હું કેવો છું એ માત્ર હું જ કહી શકી, બીજા કોઇ નહી. બીજા તો માત્ર આપણા બહારના હાવભાવથી માત્ર અંદાજ લગાવતા હોય છે અને અંદાજ તો અંદાજ જ હોય, સાચો પણ હોઇ શકે અને ખોટો પણ. એલટે પારખવાનું બંધ કરો, આથી તમે બીજા વ્યક્તિ વિશે થોડું વિચારવાનું બધ થશે અને તમે ખુશ રહી શકશો.
#૬ પોતાની જાતને પ્રેમ કરો
આ આપણે ભૂલી જઈએ છીએ. સૌથી પહેલા પોતાની જાતને પ્રેમ કરો. તમે જેવા છો તેને પ્રેમ કરો. માત્ર જો તમે આટલું જ કરશો તો પણ તમે ખુશ રહેશો.
#૭ હંમેશાં ઉત્સાહી અને આભારી બનો….
જીવનમાં ઉત્સાહી બનો. ઉત્સાહ જ તમને ખુશ રાખી શકે. કોઇ પણ કામ હોય તેને ઉત્સાહથી વધાવતા શીખો. તમારી ટીમના કે તમારી આસપાસના લોકોનો આભાર માનતા શીખો, તેમની સાથે હકારાત્મક વાતો કરો. ગમે તેવી પરિસ્થિતિ હોય શાંતિથી રાખો, કામને પાર કરવનો ઉત્સાહ હશે તો અડધું કામ પૂર્ણ થયું સમજો.