દેશમાં રોજ ૧૪ લીટર દૂધનું ૬૪ લીટર દૂધ બનાવી વેચવામાં આવે છે...!!?

milk


હોય નહીં. : દેશમાં રોજ ૧૪ કરોડ લીટર દૂધ બને છે, 64 કરોડ લિટર વેચાય છે !


મીલવટનો ધંધો અત્ર તત્ર સર્વત્ર છે. એટલે આ વાત નવી નથી. છતા આ વાત સમજવા જેવી છે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઇ રહી છે...

ધૂધે ધોયેલો રૂઢી પ્રયોગ રદ કરવો જોઈએ. કેમ કે હવે ભારતમાં દૂધ પણ દૂધે ધોયેલું મળતું નથી. દૂધમાં પાણીની મિલાવટ હવે ગઈ કાલની પણ નહીં, છેક પરમ દિવસની વાત છે. અત્યારે દૂધમાં શેની-શેની અને કેટલી ભેળસેળ કરવામાં આવે છે વાંચશો તો ભવિષ્યમાં જ્યારે પણ દૂધ પીશો ત્યારે એકવાર જરૂર બીક લાગશે.

ભારતમાં દૂધના નામે વેચાતા દર ૧૦૦ લીટર પ્રવાહીમાંથી દૂધનું તત્વ કેવળ 30 લીટર હોય છે. બાકીના 70 ટકામાં ગ્લુકોઝ, સફેદ પેઇન્ટ, રીફાઈન્ડ તેલ, કોસ્ટિક સોડા, ડિટર્જન્ટ વગેરે હોય છે. વિશ્વ આરોગ્ય સંગઠને ચેતવણી આપી છે કે ભારત સરકાર જો દૂધમાં થતી ભેળસેળ બંધ નહીં કરાવે તો દેશની 87 ટકા વસ્તી 2025 સુધીમાં કેન્સર જેવા ગંભીર રોગચાળાનો શિકાર હશે. 31 માર્ચ, 2018ના આંકડા અનુસાર ભારતમાં પ્રતિદિન 14.68 કરોડ લીટર દૂધ ઉત્પન્ન થાય છે. જ્યારે 64 કરોડ લીટરથી વધુ દૂધ વેચાય છે. તો 50 કરોડ લીટર વધારાનું ક્યાંથી આવે છે ? શું છે ? સમજી શકાય છે. એનિમલ વેલ્ફેર બોર્ડના ચેરમેન મોહન આહલુવાલિયા કહે છે કે ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસએસએઆઈ)ના આંકડા પ્રમાણે દેશમાં વેચાતા કુલ દૂધમાંથી 67.8 ટકા પીવાલાયક હોતું નથી. આટલી હદે થતી ભેળસેળ વિશે સાંભળીને એક મિનિટ માટે તો થઈ આવે કે આજથી દૂધ પીવાનું બંધ.



સૌજન્ય : સોશિયલ મીડિયા


YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.