પાકિસ્તાની ફિક્સિંગ ફેક્ટ્રી
પૈસા ફેંકો,
તમાશા દેખો...
ઇંગ્લન્ડના ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ સમાચાર પત્રનું ‘સ્પાટ ફિક્સિંગ’નું સ્ટિંગ આપરેશન, પાકિસ્તાનની ટીમ મેચ ફિક્સરોથી ભરેલી છે એવો પાકિસ્તાની ખેલાડી મહોમ્મદ આસિફની ગર્લફ્રેન્ડ વીણા મલિકનો સનસનીખેજ ખુલાસો અને ક્રિકેટના મક્કા ગણતા ઇંગ્લન્ડના લોર્ડસ મેદાન પર પડેલા ત્રણ ‘ફિક્સ ‘નો-બોલે’ વિશ્ર્વના તથા પાકિસ્તાનના ક્રિકેટ જગતમાં ‘કલંકિત’ ચેપ્ટર ઉમેરી દીધું છે. અખબારના સ્ટિંગ આપરેશનમાં સલમાન બટ્ટ, મોહમ્મદ આમિર અને મોહમ્મદ આસિફનું નામ સ્પાટ ફિક્સિંગમાં બહાર આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાની ક્રિકેટરો મેચ ફિક્સિંગમાં સપડાઈ રહ્યા છે! આનું શું કારણ હોઈ શકે?
આવો જાણીએ કેટલીક હકીકતોને....
યે બાત ‘સચ હૈ કિ પૈસા ખુદા નહીં હોતાપર બાખુદા યે ખુદાસે કમ ભી નહીં હોતા.’
પાકિસ્તાની ક્રિકેટરોના સ્પોર્ટ ફિક્સિંગના સ્કેન્ડલ પછી આ પંક્તિ ફરી યાદ આવી ગઈ. મની, ફેમ, વુમન અને વાઇન બાબતે બદમાશ પાકિસ્તાની ફિક્સિંગ ફેક્ટ્રીએ ક્રિકેટને બદનામ કરવાની કોઈ કશર બાકી રાખી નથી. મેચ ફિક્સિંગમાં વારંવાર પાકિસ્તાની ક્રિકેટરોનું નામ આવવું, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા ખેલાડીને વારંવાર ઠપકો આપી પાછા ટીમમાં સમાવી લેવા. ક્યારેક બોલ ટેમ્પરીંગ તો ક્યારેક ટીમના આંતરિક વિવાદથી પાકિસ્તાનની મંશા પર શંકા પેદા થાય છે.
આતંકવાદ, ગરીબી અને પૂરગ્રસ્ત કંગાળ પાકિસ્તાન ક્રિકેટને પોતાની આવકનું સાધન તો ગણતો નથી ને? મેચ દરમિયાન માત્ર ત્રણ નો-બોલ નાખવાના દોઢ લાખ પાઉન્ડ મળે તો પાકિસ્તાન નામનો કંગાળ દેશ ક્રિકેટને, મેચ ફિક્સિંગને પોતાની આવકનું સાધન, આર્થિક વૃદ્ધિનું સાધન ન બનાવી શકે? પીસીબી આમ પણ કંગાળ છે, ભારતની ધનવાન બીસીસીઆઈ સામે ટક્કર લેવા પીસીબીની મીલીભગતથી તો પાક ખેલાડીઓ મેચ ફિક્સિંગ કરતા નથી ને? એક મેચ જીતવા કરતાં હારવાના વધારે પૈસા મળે તો પીસીબી આવું ન કરી શકે? એક મેચ હારવાના 180 કરોડ મળતા હોય તો પાકિસ્તાન મેચ જીતવાની કોશિશ કરે?
ક્રિકેટના મક્કા ગણાતા ઇંગ્લન્ડના લોર્ડસ મેદાન પર આ પાકિસ્તાની ફિક્સિંગ ફેક્ટ્રીએ જે કઈ કર્યું તેનાથી આવા અનેક પ્રશ્ર્નો ઊભા થાય છે. પાકિસ્તાનના ક્રિકેટરો, વડાપ્રધાનો પ્રમુખો પૈસા માટે દેશને વેચી ચૂક્યા છે. હવે આમના દ્વારા ક્રિકેટ વેચાઈ રહ્યું છે...
સ્પાટ ફિક્સિંગ
ઇંગ્લન્ડના પ્રવાસ દરમિયાન લોર્ડસની છેલ્લી ટેસ્ટ મેચમાં પાકિસ્તાની ખેલાડીઓએ ત્રણ ‘ફિક્સ’ નો-બોલ નાખ્યા અને આખું પાકિસ્તાન બદનામ થઈ ગયું. ફિક્સ નો બોલથી ‘સ્પાટ ફિક્સિંગ’ સામે આવ્યુ છે. શું બલા છે આ? સ્પાટ ફિક્સિંગમાં આખી મેચ ફિક્સિંગ કરાતી નથી પણ મેચ દરમિયાનની કોઈ ‘પળ’ ફિક્સ કરવામાં આવે છે. ક્યારે નો બોલ નાખવો, કેટલા ખેલાડી મેદાન પર ચશ્મા પહેરી ઉતરશે, કયો ખેલાડી કયા ક્રમે આવશે, કયો ખેલાડી મેચ દરમિયાન ઘાયલ થશે? આ બધાથી મેચમાં હાર-જીત થતી નથી પણ બુકીઓ આવા સમયનો ફાયદો ઉઠાવી બોલી બોલી કરોડો કમાઈ લે છે.
બદનામ પાકિસ્તાની કંપ્ની
પાકિસ્તાન સાથે ફિક્સિંગ પહેલાંથી જ જોડાયેલું છે, ઘણી વાર મેચ ફિક્સિંગમાં પાકિસ્તાની ક્રિકેટરોનાં નામ આવ્યાં છે. વર્ષ 1994માં માર્ક વા અને શેન વોર્નએ પાકિસ્તાનના સલીમ મલિક પર આરોપ લગાવ્યો કે સલીમ મલિકે ખરાબ બોલિંગ કરી મેચ હારવા અમારી પાસે પૈસા માગ્યા હતા. ત્યાર પછી 1998માં પાકિસ્તાનના ફાસ્ટ બોલર રહમાને વસીમ અક્રમ પર આરોપ લગાવતાં કહ્યું હતું કે ન્યુઝીલેન્ડ સામે ખરાબ બોલિંગ કરવા મને અક્રમે ત્રણ લાખ ‚પિયાની લાંચ આપવાની ઓફર કરી હતી. આ ઘટના પછી તરત જ રશીદ લતીફે અક્રમ, મલિક, ઇન્જમામ અને એજાજ અહમદ પર પણ મેચ ફિક્સિંગના આરોપ લગાવ્યા હતા. વર્ષ 2000માં આ કારણે જ રહેમાન અને સલીમ મલિક પર મેચ રમવા માટે આજીવન પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.જોકે ત્યાર પછી પીસીબીએ આ બંને ક્રિકેટરોને નિર્દોષ જાહેર કર્યા હતા. 2010માં હમણા જ સિડની ટેસ્ટમાં કામરાન અકમલ પર પણ કેચ છોડવા પૈસા લીધા છે એવો આરોપ લાગ્યો હતો અને આ માટે પીસીબીએ ઘણા ક્રિકેટરો પર પ્રતિબંધ પણ લગાવ્યો હતો. પણ આ બધા પ્રતિબંધ અંદરખાને ગમે ત્યારે હટી જાય છે. ચાલુ વર્ષે જ પાકિસ્તાની સ્પ્નિર દાનિશ કનેરિયાને પણ ઇંગ્લન્ડ કાઉન્ટીમાં સ્પાટ ફિક્સિંગ બાબતે પકડવામાં આવ્યો હતો અને હવે ઇંગ્લન્ડના લોડર્સમાં પાકિસ્તાની ક્રિકેટર દ્વારા સ્પાટ ફિક્સિંગ.
મહત્ત્વની વાત એ છે કે ખેલાડીઓને કાઢવાની જગ્યાએ પીસીબી પણ ખેલાડીઓની તરફેણમાં બોલી રહ્યું છે.

ફિક્સિંગમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તો નથી ને?
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)નું તેમના ખેલાડીઓ પર વર્ચસ્વ છે કે નહિ? આવા પ્રશ્ર્નો હવે સ્વાભાવિક છે. વાત સીધી છે. યા તો ખેલાડીઓ પીસીબીને ગણકારતા નથી અથવા પીસીબી જ પૈસા મેળવવા આ ફિક્સિંગમાં સામેલ છે. હમણાં જ પાકિસ્તાન આસ્ટ્રેલિયા સામે 5-0થી મેચ સીરીજ હારી ત્યારે પણ મેચ ફિક્સિંગની વાત બહાર આવી હતી. આસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર બ્રેટ લીએ પણ સ્વીકાર્યું કે બુકીઓએ મારો સંપર્ક કર્યો હતો. આ પછી પીસીબીએ પાકિસ્તાનના કેટલાક ક્રિકટરો પર પ્રતિબંધ પણ લગાવ્યો હતો, જેમાં મહોમ્મદ આસિફ સહિત બીજા સાત ખેલાડીઓને સજા કરવામાં આવી હતી પણ પીસીબીનું વલણ આ બાબતે માત્ર બે મહિનામાં જ બહાર આવી ગયું. તે વખતના કેપ્ટન મોહમ્મદ યુસુફને માફ કરવામાં આવ્યો અને બાકીના ખેલાડીઓ પરથી પ્રતિબંધ હટાવી દેવાયો. 1990 પછી મેચ ફિક્સિંગના જેટલા વિવાદ બહાર આવ્યા છે તેમાં પાકિસ્તાનનું નામ સૌથી વધારે છે. નો-બોલનું ષડયંત્ર પણ પીસીબીને પહેલાંથી જ ખબર હતી બ્રિટિશ ટેબલાઇડ ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ, કે જેણે આ આખું સ્પાટ ફિક્સિંગનું સ્ટીંગ આપરેશન કર્યું. આ બાબતની રજેરજની માહિતી પીસીબીને આપી હતી, પણ તેમ છતાં પીસીબી ચૂપ રહ્યું.
ફિક્સિંગનું આ કારણ હોઈ શકે?
પાકિસ્તાનના મોટાભાગના ખેલાડીઓ ફિક્સિંગમાં ફસાઈ ચૂક્યા છે. શું આની પાછળ પાકિસ્તાનની ગરીબી અથવા ખેલાડીઓને પૈસા ઓછા મળવાનું કારણ હોઈ શકે? લોડર્સ ટેસ્ટના છેલ્લા દિવસે પાકિસ્તાનના મુહમ્મદ આમેરને પ્લેઅર ઓફ ધી સીરીઝના ઇનામ તરીકે 4000 પાઉન્ડ (લગભગ 29000 ‚પિયા). આ રકમ કોઈ પણ આંતર્રાષ્ટ્રીય ખેલાડી માટે મામૂલી હોઈ શકે પણ પાકિસ્તાની ખેલાડી માટે આ રકમ ઘણી વધારે છે. પાકિસ્તાનના ખેલાડીઓને દર મહિને 94000 ‚પિયા મળે છે. એક ટેસ્ટ બદલ તેમને 216500 ‚પિયા મળે છે જે અન્ય દેશોના ખેલાડીઓ કરતાં ખૂબ જ ઓછા છે.બીજી વાત આંતર્રાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનનું નામ ખરાબ છે. વળી પાકિસ્તાનમાં શ્રીલંકન ટીમ પર થયેલા હુમલા બાદ પાકિસ્તાનમાં કોઈ મેચનું આયોજન થઈ શક્યું નથી. ઘણી ટીમો પાકિસ્તાન જવા ઇચ્છતી નથી, પરિણામે પાકિસ્તાની બોર્ડ અને ખેલાડીઓ પર દબાણ વધ્યું છે, ઉપરાંત ખેલાડીઓને તેમનું ભાવિ પણ ડામાડોળ દેખાઈ રહ્યું છે. માટે આ ખેલાડી ખૂબ ઓછું રમી ખૂબ વધારે પૈસા કમાવવા માગે છે. માટે આવા ફિક્સિંગનાં દૂષણોના રવાડે તેઓ ચડી જાય છે.
શું પાક ખેલાડીઓ નાદાન છે?
શું પાકિસ્તાની ખેલાડીઓ નાદાન છે કે ખૂબ ઝડપથી મેચ ફિક્સિંગમાં ફસાઈ જાય છે? પાકિસ્તાનમાં સૌથી વધારે યુવા ખેલાડીઓ છે (નાની ઉંમરના) વિશ્ર્વના ક્રિકેટમાં સૌથી ઓછી ઉંમરના સદી ફટકારનારા ખેલાડીઓમાં સૌથી વધારે પાકિસ્તાનના યુવાનો છે. શાહિદ આફ્રિદીએ માત્ર 16 વર્ષની ઉંમરે સદી મારી, ઈમરાન નાજીરે 18 વર્ષની ઉંમરે, ઉમર અકમલે 19 વર્ષની ઉંમરે તો શોએબ મલિકે 20 વર્ષની ઉંમરે સદી મારી વિશ્ર્વક્રિકેટમાં છવાઈ ગયા છે. હવે આ બધામાં પ્રશ્ર્ન એ થાય કે યુવા અને પ્રભાવશાળી ખેલાડીઓ હોવા છતાં આ ખેલાડીઓ કેમ થોડા પૈસા માટે મેચ ફિક્સિંગ કરવા તૈયાર થઈ જાય છે? ક્યાંક આની પાછળ આ ખેલાડીઓની ઓછી મેચ્યોરીટી કે નાદાની તો નથી ને?
આ યુવા ખેલાડીઓ ઓછા ભણેલા હોય છે જેને કોઈ પણ બુકી બાળકની જેમ સરળતાથી સમજાવી શકે છે. આમ લાલચ, નિરક્ષરતા અને નાદાની તો આ ફિક્સિંગ પાછળ કામ કરતી નથી ને? પાકિસ્તાનના ખેલાડીઓનું વારંવાર મેચ ફિક્સિંગમાં ફસાવું હાલ આ જ સાબિત કરે છે.શું આ ખેલાડીઓની ટીમને દેશનું નામ આપવું જોઈએ?
આ તો થઈ પાકિસ્તાનની વાત પણ વિશ્ર્વના અનેક ખેલાડીઓ મેચ ફિક્સિંગમાં ફસાયા છે, જેમાં ભારત પણ બાકાત નથી. દ. આફ્રિકાનો હેન્સી ક્રોની અને ભારતના અઝરુદ્દીનનું નામ આપણે ન ભૂલી શકીએ. આ ખેલાડીઓ વધુમાં વધુ પૈસા લઈ દેશ માટે રમવાની વાતો કરે છે. જેટલા પૈસા દેશમાટે રમવા મળે છે તેને પોતાની પ્રોપર્ટી ગણે છે. પ્રશ્ર્ન એ છે કે શું ખરેખર આ ખેલાડીઓ દેશ માટે જ રમે છે? બીસીસીઆઈ, પીસીબી અથવા અન્ય આઈસીસીનાં ધારાધોરણે ચાલતી સંસ્થા છે શું તેને દેશના નામ સાથે જોડી શકાય? આ એક વિચારવા લાયક પ્રશ્ર્ન છે, કારણ કે પોતાના માટે રમતા આ ખેલાડીઓ જ્યારે હારે છે ત્યારે દેશભાવનાને આગળ ધરી દે છે પણ જ્યારે મેચ ફિક્સિંગમાં ફસાય ત્યારે આખા દેશનું નામ ખરાબ થાય છે. કેટલાક ફિક્સર ક્રિકેટરોને કારણે કે ઇન્ડિયન ટીમનું બીસીસીઆઈ અને પાકિસ્તાનની ટીમનું પીસીબી ટીમ નામ રાખવાનો સમય આવી ગયો છે!
શું આઈસીસી નિયમો બનાવશે?
સ્પાટ ફિક્સિંગ અને ફિક્સિંગ રોકવા હવે નજર આઈસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) પર છે. ક્રિકેટ લોકોની નજરમાંથી ઊતરતું જાય છે. હવે તે માત્ર મનોરંજન માટે દેખાય છે. દેશભાવના ઓછી થઈ છે. આવામાં આઈસીસી ફિક્સિંગને રોકવા કોઈ નિયમો કેમ ઘડતું નથી? કે પછી ફિક્સિંગ રોકવું તેના વશમાં નથી. તમને યાદ હશે કે જ્યારે આસ્ટ્રેલિયાના ખેલાડીએ હારથી બચવા ચેપ્પલે અંડરઆર્મ બોલિંગ કરાવી હતી. ત્યાર પછી તરત જ આઈસીસીએ અંડરઆર્મ બોલિંગ પર પ્રતિબંધ લગાવી દીધો. ત્યાર પછી ક્યારેય પણ આંતર્રાષ્ટ્રીય ક્રિકેટમાં અંડરઆર્મ બોલિંગનો ઉપયોગ ન થયો. પણ આજ જ રીતે નો-બોલ ફેંકી વિપક્ષી ટીમના ખેલાડીને સદી ફટકારતા રોકી શકાય? સહેવાગ જોડે હમણાં જ શ્રીલંકાએ જે કર્યું મહત્ત્વની વાત એ છે કે આઈસીસી દ્વારા જે નિયમો બનાવાયા છે તેમાં અનેક ક્ષતીઓ છે. ખેલાડીઓ તેનો ઉપયોગ કરતા આવ્યા છે જેમ કે શ્રીલંકાએ જે કર્યું તે માટે ક્રિકેટના નિયમોમાં સુધાર લાવી તેમાં ફેરબદલ કરી ક્રિકેટનું સ્તર ઘટતું અટકાવવાનો સમય હવે લગભગ આવી ગયો છે.
પરિવર્તનનું પરિણામ...
રમત પહેલા માત્ર મનોરંજન માટે રમાતી હવે તેનું ફોર્મ બદલાયુ છે. હવે રમતો બિઝનેશ બની છે. મની, ફ્રેમ, નેમનો પર્યાય બની છે. એમાય વળી ક્રિકેટ જેવી રમતના કરોડો ચાહકો છે જે રમત સાથે હજારો લોકો જોડાયેલા હોય જે રમત પ્રસિદ્ધિની સરળ માધ્યમ હોય ત્યાં રાજકારણ કેવી રીતે પાછળ રહી શકે? રમત જ્યારથી ધંધો બની છે પછી ક્રિકેટને તળીયે બેસાડતા અનેક કૌભાંડો બહાર આવ્યા છે. ભારતની જ વાત કરીએ તો લલિત મોદીએ આપીએલ દ્વારા જે કૌભાંડ કર્યુ તે જગજાહેર છે. હકીકત તો એ છે કે ક્રિકેટ નામની પૈસાદાર રમતમાં હવે અનેક અનિષ્ટો ઘૂસી ગયા છે. વિશ્ર્વના દેશોની સરકારે આ બાબતે ઝડપથી વિચારવું પડશે. ખાસ કરીને ભારત સરકારે કારણ કે વિશ્ર્વનું ઘનાઢ્ય બોર્ડ બીસીસીઆઈ છે અને રાજકરણીઓને તેમાં વધુ રસ પણ છે. છેલ્લા દિવસોમાં ખાસ કરીને આઈપીએલ પછી ભારતના ક્રિકેટમાં પણ અનેક લાંછનો લાગ્યા છે. પાકિસ્તાન તો મોહરું છે. વિશ્ર્વના ક્રિકેટમાં ફિક્સિંગ થાય છે. માટે મેચ ફિક્સિંગ રોકવા હવે ઝડપથી આઈસીસીએ વિચારવું પડશે. નહિતર ‘મની’ની આ ગેમમાં વધુ ને વધુ ભ્રષ્ટાચાર, ફિક્સિંગ થતી જ રહેશે...
- હિતેશ સોંડાગર

ટિપ્પણીઓ નથી: