ચીનના નાપાક ઈરાદા - અ‚ણાચલ પ્રદેશ, અક્ષય ચીન, તિબેટ, સિક્કિમ અને હવે પી. ઓ. કે....


ચીનના નાપાક ઈરાદા -

અ‚ણાચલ પ્રદેશ, અક્ષય ચીન,

તિબેટ, સિક્કિમ અને હવે પી. ઓ. કે....

કુછ બાત હૈ કિ હસ્તી મિટતી નહીં હમારી...’ આ ડાયલોગ યાદ કરી ભલે આપણે મનોમન મુસ્કાન આપી ગંભીર વાતને પણ સ્મિતમાં ઉઠાવી દઈએ, પણ હવે એશિયામાં એક શક્તિ પેદા થઈ ગઈ છે જે ભારતની હસ્તીને પસ્તી બનાવી વિશ્ર્વની ગુજરી બજારમાં વેચવા આતુર છે. એ છે ઽ ચીની ડ્રેગન. ચીન જ છે એ દેશ જે ભારતને આર્થિક રીતે સદ્ધર થવા દેવા માગતો નથી. ‘‘જો ચીન થોડી કોશિશ કરે તો ભારતના 26 ટૂકડા થઈ શકે છે.’’ ચાઈનીઝ ભાષામાં ચીની વેબસાઈટ પર લખાયેલો આ લેખ તો તમને યાદ હશે જ ! ક્યારેક ચીન ભારતના ટૂકડા કરવા માગે છે, ક્યારેક તે આપણા વડાપ્રધાનની અરુણાચલ પ્રદેશની મુલાકાત પર વાંધો ઊઠાવે છે, ક્યારેક સરહદ પર ચીની ઘૂસણખોરી અચાનક વધી જાય છે તો ક્યારેક તે પાકિસ્તાનને સાથઆપી આંતર્રાષ્ટ્રીય સ્તરે ભારતનો ખુલ્લેઆમ વિરોધ કરે છે. ચીનનાં આવાં કરતૂતો સાબિત શું કરે છે ? શું ચીને દક્ષિણ એશિયામાં પોતાનું વર્ચસ્વ સાબિત કરવું છે ? શું ચીને દક્ષિણ એશિયાનો સૌથી બળુકો દેશ બનવું છે ? શું આ માટે જ ચીન ભારતને અન્ય સમસ્યાઓથી ઘેરાયેલું રાખવા માગે છે ? શું ભારત પોતાની આર્થિક સ્થિતિ પર ધ્યાન ન આપી શકે અને ચીને સર્જેલી નાની મોટી સમસ્યાઓ સાલ્વ કરવામાં આથડતું રહે એવું ઇચ્છે છે ? પ્રશ્ર્નો તો આવા જ કંઈક ઊભા થાય છે.આ બધાની વચ્ચે ભારત પાસે ઓછી સમસ્યા હોય તેમ ચીન હવે કાશ્મીર હડપવા માંગે છે. ગોળ ગોળ ફરીને ચીનની નજર હવે કાશ્મીર પર પડી છે. અરુણાચલ પ્રદેશને તો તે પહેલાથી જ ભારતનો એક ભાગ માનતું નથી, અક્ષયચીન તેણે પોતાના કબજામાં લઈ લીધું છે. હવે પાકિસ્તાન સાથે મળી, પાકિસ્તાનની મજબૂરીનો લાભ ઊઠાવી ચીન પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને પણ પોતાના તાબા હેઠળ લાવવા ઇચ્છે છે. કાશ્મીરને ચીન હંમેશાં વિવાદાસ્પદ વિસ્તાર ગણતું આવ્યું છે.
હવે કાશ્મીર પર પોતાનો હક જમાવવા ચીને તેના 11,000 સૈનિકો પી. ઓ. કે. (પાક. અધિકૃત કાશ્મીર)માં ઉતારી દીધા છે. પી. ઓ. કે. પર પોતાનું આધિપત્ય જમાવી ચીન ત્યાં માર્ગ બનાવી પોતાનું સામ્રાજ્ય અફ્ઘાનિસ્તાન અને ઈરાન સુધી વિસ્તારવા માગે છે. અમેરિકાના ન્યૂયાર્ક ટાઈમ્સમાં સેન્ટર ફાર ઈન્ટરનેશનલ પાલિસી, એશિયા પ્રોગ્રામના નિર્દેશક એસ. એસ. હેરિસને તેમના એક રિપાર્ટમાં કહ્યું છે કે ચીન પાક. અધિકૃત કાશ્મીરમાં સામૂહિક ‚પે મહત્ત્વપૂર્ણ ગિલગિટ - બાલ્ટિસ્તાન ક્ષેત્ર પર વર્ચસ્વ વધારી રહ્યું છે, કેમ કે પાકિસ્તાને પી. ઓ. કે.નું વર્ચસ્વ હવે ચીનને સોંપવાનું મન બનાવી લીધું છે. વાસ્તવિકતા એ છે કે ગિલગિટ બાલ્ટિસ્તાન પર પાકિસ્તાનનું વર્ચસ્વ રહ્યું નથી, અહીં પાકિસ્તાન વિરુદ્ધ જોરદાર વિદ્રોહ ફાટી નીકળ્યો છે. આથી પાકિસ્તાનના કાબૂ બહાર વાત જવાથી પાકિસ્તાનને મદદ કરવાના બહાને અહીં પીપલ્સ લિબરેશન આર્મીના 7,000 થી 11,000 સૈનિકો ચીને ઉતાર્યા છે.
સીધી વાત છે કે અત્યાર સુધી આપણે કાશ્મીર માટે ખાસ કરીને પી. ઓ. કે. માટે માત્ર પાકિસ્તાન સાથે લડતા હતા, હવે આપણે ચીન અને પાકિસ્તાન બંને સાથે લડવું પડશે. ચીનના આ 11,000 સૈનિકો હવે કાશ્મીરમાં પોતાના કામે લાગી ગયા છે. ચીનનો ઉદ્દેશ પી. ઓ. કે.માં હાઈસ્પીડ રેલવે દોડાવવાનો છે. ચીન અહીં હાઈસ્પીડ રેલવે અને રાજમાર્ગ બનાવવા આવું કરી રહ્યું છે. ચીન આ માર્ગો દ્વારા પૂર્વીય ચીનના બેઈજિંગથી બલૂચિસ્તાનના ગ્વાદર, પાસની અને ઓરમારાના પાકિસ્તાની અડ્ડાઓ સુધી ખૂબ જ સરળતાથી જઈ શકશે. આ રસ્તાઓ બનવાથી ત્યાં સુધી પહોંચતાં અત્યાર સુધી 16 થી 25 દિવસ લાગતા હતા, હવે ચીન આ મુસાફરી માત્ર 48 કલાકમાં પૂરી કરશે. એટલે ભારતને તોડવાની ગમે તેવી મદદ ચીન પાકિસ્તાનને માત્ર 48 કલાકમાં જકરી શકશે.
હેરિસન તેમના રિપાર્ટમાં લખે છે કે ગિલગિટ, બાલ્ટિસ્તાનમાં પહોંચી ગયેલા ચીની સૈનિકોમાંથી ઘણા સૈનિકો આ રસ્તાઓ બનાવવાના કામે લાગી ગયા છે. તેમાંથી કેટલાક સૈનિકો ઝિનઝિયાંગ પ્રાંતને પાકિસ્તાન સાથે જોડતો ‘કારાકોરમ હાઈવે’ બનાવવામાં લાગી ગયા છે. અહીં ચીનની 22 સુરંગો પણ બની રહી છે. વિદેશી ગુપ્તચર વિભાગ, પાકિસ્તાની મીડિયા અને 45 પાકિસ્તાની માનવાધિકાર સંગઠનોનો સંદર્ભ ટાંકતાં હેરિસન તેના રિપાર્ટમાં લખે છે કે ચીને પી. ઓ. કે.માં જે પીપલ્સ લિબરેશન આર્મીના 11,000 સૈનિકોનું એક દળ મોકલ્યું છે તે પહેલાં અસ્થાયી શિબિરોમાં રહેતું હતું અને કામ પૂરું કરી ચીન પરત ફરતું, પણ હવે આ સૈનિકો મોટા મોટા રહેવાલાયક વિસ્તારોનું ત્યાં નિર્માણ કરી રહ્યા છે, જેથી લાંબા સમય સુધી ત્યાં રહી શકાય.
ચીનની નફ્ફટાઈ
ચીન કાશ્મીરને પહેલાથી જ ‘વિવાદાસ્પદ’ વિસ્તાર માનતું આવ્યું છે. ચીને એકવાર ભારતને કહ્યું હતું કે અરુણાચલ પ્રદેશ અમને આપી દો. અક્ષયચીન અમે તમને પાછુ આપી દઈએ. ચીનીની ‘ઉંદરચાલ’ આપણે સમજવી જોઈએ. અરુણાચલ પ્રદેશને તે પહેલાથી જ પોતાનો એક ભાગ ગણે છે. આટલું ઓછું હોય તેમ અને તાજેતરમાં જ ભારતના લેફ. જનરલ જસવાલને વીઝા આપવાની ના પાડી દીધી. ચીનનું કહેવું છે કે લે. જનરલ જસવાલનું પોસ્ટીંગ વિવાદાસ્પદ કાશ્મીરમાં હોવાથી અમે તેમને વિઝા ન આપી શકીએ, પણ ચીન આ બધામાં એ ભૂલી ગયું છે કે જે જનરલને વિઝા આપવાની ના પાડી રહ્યું છે તે જનરલ 2008માં ચીનની યાત્રા કરી ચૂક્યા છે, તે વખતે જનરલ જસવાલ ચોથી કોરના કમાન્ડર હતા અને અરુણાચલ પ્રદેશમાં નોકરી કરતા હતા. અરુણાચલ પ્રદેશ પણ ચીન માટે વિવાદાસ્પદ વિસ્તાર રહ્યો છે. કાશ્મીરને લઈને ચીનના ઈરાદામાં છેલ્લાં બે વર્ષથી અદ્ભુત બદલાવ આવ્યો છે. ભારતના સંદર્ભે ચીનની વિદેશનીતિ પાકિસ્તાનનાં હિતોને ધ્યાનમાં રાખતી થઈ ગઈ છે. કાશ્મીર મુદ્દો સળગતો રહે તેવું પાકિસ્તાન ઇચ્છે છે, પણ ચીન આ મુદ્દાને સળગતો રાખવા ઇચ્છે તેનું કારણ એક જ હોઈ શકે કે તે ભારતને એક બીજી ચુનૌતી આપવા માંગે છે.
ચીનની નાપાક મંશા
ચીનની ઉંદરચાલથી સૌ કોઈ વાકેફ છે. ચીની વિસ્તારવાદી નીતિથી તેનો દરેક પાડોશી દેશ વાકેફ છે અને ચિંતામાં પણ છે. હવે ચીને મધ્ય એશિયામાં રાજ કરવું છે. ચીનને ખબર છે એશિયામાં તેની પ્રગતિને ટક્કર આપ્નારો જો કોઈ દેશ હોય તો તે ભારત છે, માટે ભારત આર્થિક પ્રગતિ ન કરી શકે તે માટે ચીન એવાં દરેક કદમ ઊઠાવે છે જેનાથી ભારતની સમસ્યા વધે. ચીન ભારતને તેની સરહદી સમસ્યામાંથી ઊંચું જ આવવા દેવા માગતું નથી. આ માટે તે ક્યારેક અરુણાચલનો વિવાદ આગળ ધરે છે તો ક્યારેક મ્યાનમાર, નેપાળ, શ્રીલંકામાં પોતાનું વર્ચસ્વ વધારી ભારતની ચિંતા વધારવાની કોશિશ કરે છે. હવે તે પાકિસ્તાનની મદદ કરી કાશ્મીર સમસ્યાને વધુ ગંભીર બનાવવા માંગે છે. સીધી વાત છે, જો ભારતની આ સરહદી સમસ્યા હલ થઈ જાય તો ભારત માત્ર અને માત્ર તેની આર્થિક વૃદ્ધિ, પર ધ્યાન આપશે અને ભારતનો વિકાસ બમણો થશે, પણ ચીન આવું ઇચ્છતું નથી, માટે ભારતની આર્થિક વૃદ્ધિ ન થાય એ માટે ચીન આવા વિવાદો કરી ભારતનું ધ્યાન બીજે રાખવા માંગે છે.
છેલ્લા એક વર્ષથી ચીન આ બધું કરી રહ્યું છે. ચીન છેલ્લા કેટલાક સમયથી ભારત પ્રત્યે આક્રમક વલણ અપ્નાવી રહ્યું છે. ભારત - ચીન - પાકિસ્તાનના વિવાદમાં અમેરિકા પણ મજા લઈ રહ્યું છે. ઓબામાની ‘હથિયાર વેચો’ની નીતિ માટે આ ખૂબ જ‚રી છે. ચીન કાશ્મીરમાં સૈન્ય ઉતારે તેમાં અમેરિકાને કોઈ વાંધો દેખાતો નથી. ચીને તાજેતરમાં જ ભારતની સરહદ પર આધુનિક મિસાઈલ સી. એસ. એસ. - 5 તૈનાત કરી દીધી છે. આ ઉપરાંત પોતાના એરબેઝ ભારતની સરહદ પર લઈ જવાની પણ તૈયારી કરી લીધી છે. એક બાજુ પી. ઓ. કે.માં પોતાના 11,000 સૈનિકો ઉતારવા, બીજી બાજુ ભારતની સરહદ પર પોતાની મિસાઈલ તૈનાત કરવી, અને ભારતીય જનરલને વિઝા ન આપી, ભારત - ચીન સૈન્ય એક્ષચેન્જ પર અંકુશ મૂકવો; ચીનની આ મંશા ભારતે સમજવી પડશે. ચીન આ બધું ભારત સામે યુદ્ધ કરવા કરી રહ્યું નથી, પણ આગળ વાત કરી તેમ ચીને માત્ર ભારતને ગભરાવી તેના પર ‘સમસ્યા ‚પી’ દબાણ લાવવા જ માગે છે. ચીન ઇચ્છે તો પણ તેને ભારત સામે યુદ્ધ પોષાય તેમ નથી. માટે ભારત સરકારે હવે જાગવાની જ‚ર છે. ચીન બધી જગ્યાએથી ભારતનો વિરોધ કરતું આવ્યું છે, ત્યારે ભારતે પણ ચીનને ચેતવણી આપવી જ જોઈએ. ચીનને યુદ્ધથી નહિ, પણ આર્થિક રીતે જ તોડી શકાય. ભારતે ચીન સાથે આર્થિક વ્યાપાર બંધ કરી દેવો જોઈએ. ચીનની દરેક વસ્તુ પર ભારતમાં પ્રતિબંધ લગાવી દેવો જોઈએ અને ભારતની જનતાએ પણ ચીનની વસ્તુનો બહિષ્કાર કરવો જોઈએ. આવું કરવાથી જ ચીનની સાન ઠેકાણે આવશે.22 સુરંગોનું રહસ્ય
ગિલગિટ - બાલ્ટિસ્તાનથી જોડાયેલા ગુપ્ત વિસ્તારોમાં ચીને 22 સુરંગો બનાવી છે. અહીં પાકિસ્તાનીઓને જવા પર પણ પ્રતિબંધ છે. એવું કહેવાય છે કે આમાંથી કેટલીક સુરંગોનો ઉપયોગ ઈરાનમાંથી ગસ પાઈપલાઈન લાવવા થઈ રહ્યો છે. આ સુરંગો ‘કારાકોરમ’ થઈને ગિલગિટ પહોંચે છે, પણ કેટલીક સુરંગોનો ઉપયોગ ચીન પોતાની મિસાઈલો સંઘરવા કરી રહ્યું છે, જે ભારત માટે ખતરા સમાન છે. પાક. અધિકૃત કાશ્મીરમાં ચીની સુરંગ બને તે સુરંગમાં ચીની મિસાઈલનું ગોદામ હોવું એ ભારત માટે ગંભીર મુદ્દો જ ગણાય.

કેટલાક પ્રશ્ર્નો ?
- પાકિસ્તાન ઈરાદાપૂર્વક પોતાના કબ્જા હેઠળનું કાશ્મીર સામૂહિક દ્ષ્ટિથી ગિલગિટ - બાલ્ટિસ્તાન વિસ્તારનું નિયંત્રણ ચીને આપી રહ્યું છે.
- ચીનની પાકિસ્તાન થઈ ખાડી દેશોમાં પહોંચવાની મંશા.
- તો શું ભારતે હવે ચીન - પાક. સામે કાશ્મીર મુદ્દે લડવું પડશે ?
- ભારતના નકશામાં કાશ્મીરનો જે ભાગ બતાવવામાં આવે છે, તેમાંનો અડધો ભાગ પાકિસ્તાન અને અડધો ભાગ ચીને કબજે કરેલો છે ?
- હવે આ કાશ્મીરનો ભાગ ચીન પોતાના નકશામાં બતાવે તો ભારત ચૂપ રહેશે ?
- તિબેટમાં ચીનની ઘૂસણખોરી ચાલુ જ છે. ચીન બ્રપુત્રા નદી પર બંધ બાંધવાની તૈયારીમાં છે. સરહદ પર પાક. માર્ગ બનાવે છે પણ ભારત સરકાર શું કરે છે ?
- ચીન અરુણાચલ પ્રદેશને પોતાનો વિસ્તાર ગણે છે. આ માટે ભારત કેમ ચૂપ છે ?
- ચીન અરુણાચલ પ્રદેશના લોકોને કહે છે કે તમે તો અમારા લોકો છો તમને વિઝાની શી જ‚ર ? એમ કહી ચીન તેમને વિઝા વગર આવવા જવા દે છે, પણ ભારત સરકાર કેમ ચૂપ છે ? અરુણાચલ અને છેલ્લાં બે વર્ષથી જમ્મુ - કાશ્મીરના લોકોના પાસપોર્ટ ઉપર વીઝાના સ્ટેમ્પ લગાવવાનું ચીને બંધ કર્યું છે. તેના બદલે એક અલગ કાગળના ટુકડા ઉપર વીઝાનો ઠપ્પો મારી આપે છે. પરિણામે ચીન જઈ આવનાર આતંકવાદી હતો, દાણચોર હતો, ઘૂસણખોર હતો તેની ખબર પણ ન પડે !
- અત્યારે ચીનનો ડોળો આંદામાન અને નિકોબાર ટાપુ પર છે, કારણ કે ત્યાં ખનિજ તેલ નીકળ્યું છે. ચીન શ્રીલંકામાં પણ પહોંચી ગયું છે. શ્રીલંકામાં સૌથી મોટું મૂડીરોકાણ ચીનનું છે. શું ભારત આ આફતથી વાકેફ છે ?
- નેપાળમાં માઓવાદીઓને સાથ આપી ચીન ભારતવિરોધી નેપાળ બનાવી રહ્યું છે.
ભારતને વારંવાર ઉશ્કેરતું ચીન
- 2008માં ચીન દ્વારા 270 વાર ઘૂસણખોરી થઈ છે.
- 2009માં ચીની ઘૂસણખોરીની ઘટનાઓ વધી છે.
- 2008માં ચીને સિક્કીમમાં કુલ 71 વાર ભારતીય વિસ્તારમાં ઘૂસણખોરી કરી.
- 2008માં ભારતીય વિસ્તારમાં એક ચીની હલિકાપ્ટર ઘૂસી આવ્યું હતું.
- 2009માં લદ્દાખમાં બે ચીની સૈનિકો હલિકાપ્ટર લઈ ઘૂસી ગયા હતા.
- આ હલિકાપ્ટરમાંથી બીજા સૈનિકોને ખાવાના ડબ્બા પણ નાખ્યા.
- 2009માં હિમાચલ પ્રદેશમાં ચીન, જમ્મુ - કાશ્મીરના લદ્દાખ અને તિબેટના ત્રિભેટા ઉપરના ‘માઉન્ટ ગ્યા’ સુધી ચીની ફોજ સરહદથી લગભગ 1.5 કિલોમીટર અંદર આવી ગઈ હતી. અહીં આ ચીની સૈનિકોને લાલ અક્ષરમાં પથ્થરો પર ‘ચીન’ પણ લખ્યું હતું.
- આપણા વડાપ્રધાન અરુણાચલ પ્રદેશ ગયા તો ચીને તેનો વિરોધ કર્યો.
- ચીને અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારને ‘દક્ષિણ તિબેટ’ નામ આપ્યું છે.
- અરુણાચલ પ્રદેશને ચીન તેના નકશામાં બતાવે છે.
- જમ્મુ - કાશ્મીરના લોકોને ચીને ભારતીય પાસપોર્ટ પર સ્ટેમ્પ નહીં, પણ પોતાના આધારે અલગ રીતે વીઝા આપ્યા.

- હિતેશ સોંડાગર

ટિપ્પણીઓ નથી:

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.