ચીનનો વાદળ બાઁબ?
બાદલ યૂં ગરજતા (ફટતા) હૈ...
બાદલ યૂં ગરજતા (ફટતા) હૈ...
ડર કુછ ઐસા લગતા હૈ...
ચોમાસાની ઋતુમાં તમે આકાશમાં જોશો તો તમને વાદળ દેખાશે! તમે કહેશો કે તેમાં નવી વાત શું છે? ચોમાસામાં વાદળ નહિ દેખાય તો શું દેખાય? સાચી વાત છે. પણ જરા વિચારવા જેવું છે. વાદળોના પણ કેટલાક પ્રકાર છે. કેટલાંક વાદળો સારા માણસ જેવાં હોય છે, જે ઝરમર-ઝરમર વરસી, ગરમી દૂર કરી, લોકોને રાહત આપી ચાલ્યાં જાય છે. કેટલાંક વાદળો આપણા નેતાઓ જેવાં હોય છે, જે પોતાની ટીમ સાથે આવે છે, ફટાફટ છવાઈ જાય, થોડાં ગરજે, થોડાં વરસે, ઘોષણા કરે અને વરસાદની આશા જગાવી જતાં રહે. કેટલાંક વાદળો ભ્રષ્ટ મંત્રી જેવાં હોય છે જે ઉપજાઉ જમીનને પણ બંજર બનાવી દે છે તો કેટલાંક વાદળો આતંકવાદી જેવાં હોય છે જે બાઁબની જેમ ગરજે છે અને ગોળીઓની જેમ વરસે છે અને લોકોને નુકસાન પણ પહોંચાડે છે.
આ ગરજતાં, વરસતાં, સારાં, ખરાબ વાદળોની વચ્ચે તમે ‘વાદળ બાઁબ’ની કલ્પ્ના કરી શકો? આતંકવાદી હુમલા કરતાં પણ ભયાનક, જે દેશમાં પ્રલય વરસાવી શકે તેવા ‘વાદળ બાઁબ’ની કલ્પ્ના તમે કરી છે? આ વાદળ બાઁબ માનવ સર્જિત હોઈ શકે તેવી કલ્પ્ના તમે કરી છે? ન કરી હોય તો હવે કરવી પડશે! કેમ કે ભારતના અંતર્મુખી દુશ્મન ચીને વાતાવરણ પર કંટ્રોલ કરી લીધો છે. ચીન વાદળ બાઁબ બનાવી તેને ગમે ત્યાં વરસાવી શકે છે. જમ્મુ-કાશ્મીરના લેહમાં થયેલી વાદળ ફાટવાની ઘટના ચીનના ‘વાદળ બાઁબ’નું પરીક્ષણ તો નથી ને? શંકા તો આવી જ ઊપજે છે. એ વાતને નકારી ન શકાય કે ચીન પ્રકૃતિ સાથે ચેડાં કરી ભારત પર વરસાદ ‚પી પ્રલય લાવી શકે છે. કેવી રીતે? આવો જાણીએ ચીનના ‘વાદળ બાઁબ’ને...

ગુરુવારની મધ્યરાત્રી. જમ્મુ-કાશ્મીરના લેહ વિસ્તારમાં અડધી રાત્રે વાદળ ફાટે છે. પછી વહેલી સવાર સુધી મુશળધાર વરસાદ પડે છે. ગણતરીના કલાકોમાં લેહમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ જાય છે. પૂરમાં 125થી વધારે લોકો મૃત્યુ પામે છે. 400થી વધારે લોકો ઘાયલ થાય છે, 50 સૈનિકો સહિત 700થી વધારે લોકો હજુ સુધી ગાયબ છે. બીજા દિવસે શનિવારે ચીનમાં ભયંકર વરસાદ પડે છે. 300થી વધારે ચીની લોકો ઘાયલ થાય છે. 700થી વધારે ઘરોને નુકસાન થાય છે. હજુ પણ 3000 કરતાં વધારે ઘરો પાણીમાં ગરકાવ છે. બચાવ કામગીરી ચાલુ છે. આ બંને ઘટનાઓને સિક્કાની એક બાજુએથી જોતાં એવું જ લાગે છે કે આ કુદરતી પ્રકોપ છે. માણસ કુદરત સામે કેટલો પાંગળો છે તેનાં આ ઉદાહરણ છે. પણ આ બધાંની વચ્ચે ભારતના કેટલાક વૈજ્ઞાનિકો અને જાણકારો આ બંને ઘટનાઓને સિક્કાની બીજી બાજુએથી જોઈ રહ્યા છે, જે ખૂબ જ ભયાનક છે. ચીને ગયા વર્ષે યોજાયેલી કાપ્નહેગનની મીટિંગમાં બધા દેશો સમક્ષ એવો દાવો કર્યો હતો કે ચીની વૈજ્ઞાનિકોએ વાતાવરણ પર કંટ્રોલ કરતાં શીખી લીધું છે. 2008માં આલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહ વખતે અને ચીનના 60મા આઝાદી દિનની ઉજવણી સમયે વરસાદને અટકાવી ચીને જગત સામે તે સાબિત પણ કરી આપ્યું છે. લેહની તબાહી ચીને કરાવી છે તેની શંકા અહીંથી જ ઊપજે છે. શું ચીનના વૈજ્ઞાનિકો એ જાણી ગયા હતા કે ચીન પર વાદળ ફાટવાનું છે? ચીન પર મુશળધાર વરસાદ વરસવાનો છે? શું ચીને જ પૂરના ખતરાને દૂર રાખવા વાદળોને લેહ-લદ્દાખ પર વરસાવી દીધાં? કે જેથી ચીનમાં ઓછી તબાહી, નુકસાન થાય કે પછી ચીનનો જ આ ‘વાદળ બાઁબ’ હતો, જેનું પરીક્ષણ ચીને લેહ-લદ્દાખ પર કર્યું છે?
ફિલ્મ ક્રિશમાં ભવિષ્ય જાણી મુશ્કેલીઓને દૂર રાખવાની નસુરુદ્દીનની મંશા તો તમે જોઈ હશે, તો શું ચીને પોતાના દેશમાં પૂર આવવાનું છે તે જાણી તેની મુશ્કેલી લેહ પર તો ઢોળી દીધી નથી ને! શંકા તો આવી જ ઊપજી રહી છે. ચીનની વાતાવરણ કંટ્રોલ કરવાની કેપેસિટી વિશ્ર્વ જાણે છે. ચીનના વૈજ્ઞાનિકોએ વિશ્ર્વની સૌથી મોટી ક્લાઉડ સીડિંગ (કૃત્રિમ વર્ષા કે વાદળોને વરસાવવાં) સિસ્ટમ વિકસાવી છે. આ જોતાં ચીનના ‘વાદળ બાઁબ’ની શક્યતા નકારી તો ન જ શકાય અને આમ પણ પોતાના રાજ્યના લોકોને બચાવવા, પૂરથી રાહત મેળવવા ચીન કંઈ પણ કરી શકે છે, ખાસ કરીને ભારત વિરોધી કાર્ય. લેહમાં અચાનક વાદળ ફાટવાથી ઘણાં તારણો બહાર આવે છે જે ચીનને દોષી ઠરાવે છે. વાદળ બાઁબ, વાદળોને પોતાના વશમાં કરી, પોતાની ઇચ્છા મુજબ ગમે ત્યાં વરસાવવાં, સામાન્ય વાદળમાંથી વાદળ બાઁબ બનાવવો. આ સાંભળવામાં ભલે અજબ-ગજબ લાગે પણ જે અંદાજથી લેહમાં વાદળનો કહેર વરસ્યો છે તે જોતાં વાદળ બાઁબની વાસ્તવિકતા નકારી ન શકાય. લેહ ને કોલ્ડ ડેઝર્ટ (ઠંડું રેગિસ્તાન) કહેવામાં આવે છે, જ્યાં મોટા ભાગે આછો તડકો જોવા મળે છે, જેથી અહીં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. લેહમાં વાદળ ફાટતાં પહેલાં હલકો વરસાદ પડ્યો હતો. આપણા જાણકારો અને વૈજ્ઞાનિકોનું માનવું છે કે વાદળ ફાટતા પહેલાં જોરદાર વરસાદ પડવો સ્વાભાવિક છે. વળી વાદળ ફાટવાની આગલી રાત્રે લગભગ 9.30 કલાકે વાદળ ઘેરાઈ ગયાં હતાં. અડધી રાત્રે અચાનક જ આ ઘટના ઘટી, પછી જોરદાર વરસાદ વરસ્યો. મહત્ત્વની વાત એ છે કે આ વરસાદનો વિસ્તાર સીમિત હતો. જાણકારોનું માનીએ તો આટલા જોરદાર વરસાદનો વિસ્તાર ખૂબ મોટો હોવો જોઈએ.
વિશેષજ્ઞોનું માનીએ તો વાદળ ફાટવાના આવા બનાવો હિમાલયના આવા વિસ્તારોમાં ક્યારેય જોવા ન મળે. પણ તેમ છતાં એક નિશ્ર્ચિત વિસ્તારમાં વાદળ ફાટ્યું. આ પહેલાં 1933માં લેહમાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો, ત્યારે 24 કલાકમાં 96.2 મી.મી. વરસાદ નોંધાયો હતો. પણ વર્તમાનમાં લેહમાં વાદળ ફાટ્યાના બીજા જ કલાકે 250 મી.મી. વરસાદ નોંધાઈ ચૂક્યો હતો.
ત્યાર પછી પૂરના કારણે વરસાદની કોઈ નોંધણી થઈ શકી નથી. મૌસમ વિભાગનું માનીએ તો લેહની નજીક વાયુસેનાની ઓબર્ઝ્વેટરીમાં માત્ર 12.8 મી.મી. વરસાદ જ નોંધાયો છે. તો લેહમાં અચાનક જ વાદળ ફાટવું, નિશ્ર્ચિત વિસ્તારમાં જ જોરદાર વરસાદ પડવો. બીજા દિવસે ચીનમાં વરસાદ પડવો અને આવાં અનેક કારણોથી જાણકારોને લાગે છે કે લેહમાં પડેલો વરસાદ ‘ક્લાઉડ સીડિંગ’નું જ પરિણામ છે. લેહનો વરસાદ કૃત્રિમ વરસાદ જ છે અને આ કૃત્રિમ વરસાદ ચીને જ પોતાના ત્યાં ઓછી તબાહી કરવા લેહમાં કરાવ્યો છે.
જાણકારોનું માનીએ તો લેહમાં વાદળ ફાટવાની ઘટના માટે ચીનના ‘ક્લાઉડ સીડિંગ’નાં પરીક્ષણો જ જવાબદાર છે. ચીન વર્ષોથી કૃત્રિમ વર્ષા અને વાદળ બાંધવાનાં પરીક્ષણ કરતું આવ્યું છે. ચીનના ઘણા વિસ્તારોમાં પરીક્ષણ દરમિયાન વાદળો ફાટવાની ઘટનાઓ પણ બની છે. ચીનમાં જે વિસ્તારોમાં કુદરતી વરસાદ પડતો નથી ત્યાં ક્લાઉડ સીડિંગ દ્વારા કૃત્રિમ વરસાદ પાડવા ચીન કુદરત સામે લડી ચૂક્યું છે અને સફળ પણ રહ્યું છે. વર્તમાનમાં ચીનનાં 90% રાજ્યોમાં ‘કૃત્રિમ વરસાદ’ વરસાવવામાં આવી રહ્યો છે.
ચીને વરસાદને રોક્યો હતો...
વાતાવરણને કંટ્રોલમાં લેનાર ચીને ઘણી વાર વરસાદને આવતાં અટકાવ્યો છે. યાદ છે 2008નો બેઇજીંગ આલિમ્પિક ઉદ્ઘાટન સમારોહ. એ દિવસે ચીનમાં વરસાદ પડવાની પૂરી શક્યતા હતી. આ વખતે સ્ટેડિયમમાં વરસાદ ન પડે તે માટે ચીનના વૈજ્ઞાનિકોએ કુદરત સામે યુદ્ધ કરી વરસાદને સ્ટેડિયમથી દૂર રાખ્યો હતો. ચીની વૈજ્ઞાનિકોએ સ્ટેડિયમની આજુબાજુના 21 વિસ્તારોમાં 1104 જેટલાં રોકેટ છોડી વાદળોને સ્ટેડિયમથી દૂર જ ખાલી કરી નાખ્યાં હતાં. આ ઉપરાંત ચીને તેના 60મા આઝાદી દિનની ઉજવણી વખતે વરસાદને બાંધી રાખ્યો હતો. ચીન કૃત્રિમ વર્ષામાં હાલ સૌથી આગળ છે, અને તે અવિરત આવા પ્રયોગો કરતું રહ્યું છે.
ઇચ્છો ત્યારે પ્રલય
સતયુગમાં તંત્ર-મંત્ર દ્વારા અને કળિયુગમાં વિજ્ઞાન દ્વારા મનુષ્ય ધારે તે કરી શકે છે. આજે વિજ્ઞાન દ્વારા મનુષ્ય પોતાની ઇચ્છાઓને પૂર્ણ કરવા ગમે તેને નુકસાન પહોંચાડી શકે છે; કુદરત સાથે છેડછાડ કરી શકે છે. અમાનવીય અને પ્રકૃતિના કાર્યમાં હસ્તક્ષેપ ગણી શકાય. તેમ છતાં મનુષ્ય આવાં જોખમો લીધા કરે છે અને સફળ થતાં અન્યને મુશ્કેલીમાં મૂકી શકે છે.
‘કૃત્રિમ વર્ષા’ આધુનિક સમયનું આવું જ એક ખતરનાક હથિયાર છે. જેનાથી જ્યારે ઇચ્છો ત્યારે પ્રલય લાવી શકાય છે. કૃત્રિમ વર્ષાની શોધ ભલે મનુષ્યની સહાય કરવા થઈ હોય પણ આજે કેટલાય દેશો દ્વારા તેનો ધારદાર શસ્ત્ર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. ચીન કદાચ આ દેશોમાંનું એક છે. વિકસિત દેશો આજે કૃત્રિમ વર્ષા પર કામ કરી રહ્યા છે. પોતાની સુવિધાઓ મુજબ ઘણા દેશોને આમાં સફળતા પણ મળી છે. કેટલાક દેશો તો કૃત્રિમ વર્ષા દ્વારા વાદળ બાઁબ બનાવી બીજા દેશમાં પ્રલય લાવવાની યોજનાઓ પણ ઘડી રહ્યા છે.
લેહની ઘટના પણ એમાંની એક હોઈ શકે? એક બાજુ ગ્લોબલ વોર્મિંગથી સંપૂર્ણ વિશ્ર્વ ત્રસ્ત છે. ત્યારે બીજી બાજુ ચીન જેવા દેશો કૃત્રિમ વર્ષાનું હથિયાર મજબૂત કરી ભારત જેવા દેશો પર દબાવ લાવવા ઇચ્છે છે. દુર્ભાગ્યની વાત એ ગણાવી શકાય કે ચીન કૃત્રિમ વર્ષાનો વિકાસ દુષ્કાળ સામે રક્ષણ મેળવવા કે મનુષ્યને ઉપયોગી થવા નહિ પણ બીજા દેશોમાં પ્રલય લાવવા કરી રહ્યું છે.
એવું કહેવાય છે કે ચીન લદ્દાખના ઘણા વિસ્તારોમાં આવાં પરીક્ષણ કરી ચૂક્યું છે.
સૌથી પહેલી કૃત્રિમ વર્ષા
છેલ્લાં 100 વર્ષથી લગભગ 50 દેશ ‘ક્લાઉડ સીડિંગ’ એટલે કે કૃત્રિમ વર્ષાનો પ્રયોગ કરી રહ્યા છે. ચીન આ કામમાં ખૂબ આગળ છે. ક્લાઉડ સીડિંગનું પ્રદર્શન સૌથી પહેલાં જનરલ ઇલેક્ટ્રિક લબ દ્વારા ફેબ્રુઆરી 1947માં બાથુસટ (આસ્ટ્રેલિયા)માં થયું હતું. પણ ત્યાર પછી આ પદ્ધતિ વધુ ખર્ચાળ હોવાથી બધા દેશો તેને અપ્નાવવામાં સફળ થયા નથી. ભારતે પણ મુંબઈ અને વિદર્ભ જેવા વિસ્તારમાં કૃત્રિમ વર્ષાના પ્રયોગો કર્યા હતા, સફળતા મળી નથી પણ કૃત્રિમ વર્ષાના પહેલા પ્રયોગ પછી કેટલાક વિકસિત દેશોએ તેમાં વધારે શોધ કરી.

વાદળ બાઁબ
વાદળ બાઁબથી ભયાનક વાવાઝોડું આવી શકે છે. જોકે તે વાવાઝોડું ઓછા દબાણવાળું હોય છે, જેના કારણે ખૂબ જ વરસાદ પડે છે. ઓછા દબાણવાળી હવા સમૃદ્ર બાષ્પ લઈ વાદળ બનાવે છે. સમુદ્રની સપાટી ઉપર ગરમ અને ઠંડી હવા ભળીને હવાનું દબાણ ઓછુ થઈ જવાથી જે વાદળ બને તેને વાદળ બાઁબ કહી શકાય. અમેરિકા નજીક એટલાન્ટિક મહાસાગરમાં આવા વાદળ બાઁબ કુદરતી રીતે બનતા હોય છે. વાદળ બાઁબથી મિનિટોમાં પુષ્કળ વરસાદ પડે છે. દુનિયાના ઘણા વિસ્તારોમાં આવા કારણે હિમવર્ષા પણ થાય છે. વાદળ બાઁબ (વેધર બાઁબ)થી જોરદાર વરસાદ થાય છે અને મોટા ભાગે પૂર જેવી સ્થિતિ પેદા થઈ જાય છે.

ક્લાઉડ સીડિંગ એટલે શું?
ક્લાઉડ સીડિંગ, સીધી ભાષામાં કહીએ તો ‘કૃત્રિમ વર્ષા’. બંધાયેલા વાદળને મનુષ્યની ઇચ્છા મુજબ વૈજ્ઞાનિક ઢબે ગમે ત્યારે, સમય કરતાં પહેલાં જ વરસાવી દેવાં.
ક્લાઉડ સીડિંગ માટે સિલ્વર આયોડાઇડ અથવા શુષ્ક (ઠોસ કાર્બન ડાઈઆક્સાઇડ)ને એક જનરેટર દ્વારા વિમાનથી વાતાવરણમાં ફેલાવવામાં આવે છે. સિલ્વર આયોડાઈડ વાદળને નાના નાના કણોમાં તોડી તેને સમય કરતાં પહેલાં વરસાવી દે છે.
વાદળ બાઁબ પર કંટ્રોલ
ચીને 2008માં કૃત્રિમ વર્ષા કરી તો દુનિયાનું ધ્યાન વાતાવરણ પર કઈ રીતે કંટ્રોલ કરવો તે તરફ ગયું. ચીને વેધર કંટ્રોલ સિસ્ટમ દ્વારા વરસાદ પાડ્યો અને દુનિયાનું ધ્યાન વાતાવરણને કંટ્રોલ કરતી થિયરી પર પડ્યું. અત્યાર સુધીમાં અમેરિકા, રશિયા અને ચીનના વૈજ્ઞાનિકોેએ એટલી ટેક્નોલોજી શોધી લીધી છે જેનાથી વરસાદ, વાવાઝોડા જેવી કુદરતી આપત્તિઓને મોટા ભાગે નિયંત્રિત કરી શકાય. ચીન જેવા દેશનો આ ટેક્નોલોજીનો નકારાત્મક ઉપયોગ ભારત સહિત વિશ્ર્વના દેશો માટે ખતરનાક સાબિત થઈ શકે છે.વાતાવરણને કંટ્રોલમાં રાખવું તે કુદરતી પ્રકૃતિની વિરુદ્ધનું કાર્ય ગણાય, જેનું ખરાબ પરિણામ ભવિષ્યમાં વિશ્ર્વને ભોગવવું પડશે. કૃત્રિમ વર્ષાના વધુ
ઉપયોગથી તેના ગેરફાયદા સામે આવ્યા એટલે તેને રોકવાની સંધિઓ પણ થવા લાગી. 1975માં અમેરિકા અને કેનેડા વચ્ચે વાતાવરણ સાથે છેડછાડ ન કરવાની એક સંધિ થઈ હતી, જેમાં આ બંને દેશ એ વાત પર સહમત થયા હતા કે વાતાવરણ પર નિયંત્રણ કરવાની કોશિશો તે એકબીજાને કહીને, એકબીજાને વિશ્ર્વાસમાં લઈને કરશે. સંયુક્ત રાષ્ટ્રએ (યુએન) પણ યુદ્ધ દરમિયાન આ વેધર બાઁબ, વાદળ બાઁબ, વાતાવરણ સાથે છેડછાડ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

ટિપ્પણીઓ નથી: