ઓબામામાંથી બરાક હુસૈન બહાર આવી રહ્યો છે!!
મુંબઈની તાજ હોટલ પર થયેલા આતંકવાદી હુમલા બાદ તાજ હોટલનો એક ભાગ તોડી ત્યાં 13 માળની ભવ્ય મસ્જિદ બનાવવાનો નિર્ણય લેવાય તો ભારતના લોકો શું વિચારે? બસ આવું જ કંઈક આજે અમેરિકાના લોકો વિચારી રહ્યા છે. અમેરિકાના ‘વર્લ્ડ ટ્રેડ સેન્ટર’ પર હુમલો થયો તે દરમિયાન વિમાનનો એક ભાગ વર્લ્ડ ટ્રેડ સેન્ટરથી થોડે દૂર આવેલી, 1857માં બનેલી એક ઇમારતને અથડાયો હતો. હવે આ જગ્યાએ આ જૂની ઇમારતને તોડી 1000 લાખ ડાલરના ખર્ચે 13 માળની ભવ્ય મસ્જિદવાળી ઈમારત બાંધવાની યોજના ઘડાઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ઓબામાએ મસ્જિદ બાંધવા માટે સમર્થન પણ આપ્યું હોવાનું કહેવાય છે.
ઓબામાનું મસ્જિદ માટે સમર્થન મળતાં હવે અમેરિકન લોકોમાં અને વિપક્ષી નેતાઓમાં આ સંદર્ભે જોરદાર ચર્ચા છેડાઈ ગઈ છે. ‘ગ્રાઉન્ડ ઝીરો (કોઈ બિલ્ડિંગ પડી જાય તેની ખાલી જગ્યાને ગ્રાઉન્ડ ઝીરો કહેવાનો રિવાજ છે) પર મસ્જિદ બાંધવા ઓબામાનું સમર્થન’ જેવા રીપોર્ટ પણ મીડિયામાં ફરતા થઈ ગયા છે. પ્રશ્ર્ન એ છે કે ગ્રાઉન્ડ ઝીરો પર અથવા થોડે દૂર મસ્જિદનું નિર્માણ થવું જોઈએ કે નહિ? આ માટે અમેરિકામાં બે ભાગ પડી ગયા છે. એક તરફ અમેરિકાની જનતા છે, જેનું માનવું છે કે આવી જગ્યાએ મસ્જિદ નહિ પણ ઇસ્લામિક આતંકવાદ દર્શાવતું મ્યુઝિયમ બનવું જોઈએ. જે જગ્યાએ ઇસ્લામિક આતંકવાદને કારણે 3000 કરતાં પણ વધારે લોકોના જાન ગયા હોય, જે જગ્યાએ હજારો અમેરિકન પરિવારોનો કોઈ સભ્ય ઇમારતના કાટમાળમાં દબાઈને મર્યો હોય, જે જગ્યાએ ઇસ્લામિક આતંકવાદને કારણે અમેરિકાના લોકોએ પોતાનાં સ્વજનો માટે પાંપણો ભીની કરી તેમની યાદોને તાજી કરી હોય તે ગ્રાઉન્ડ ઝીરો પર ઇસ્લામિક મસ્જિદ બને તે અજીબો ગરીબ ઘટના જ કહી શકાય ને!
બીજી બાજુ એક બીજો પક્ષ પણ છે જેમાં મુસ્લિમ સમાજ, સત્તાતંત્રનાં કેટલાંક અખબારો, કેટલાક ‘પોલિટિકલી કરેક્ટ’ સેક્યુલર નેતા અને કેટલાક સેક્યુલારિઝમનો ઢોંગ કરતા બુદ્ધિજીવીઓનો સમાવેશ થાય છે. તેમને મસ્જિદ બનાવવામાં મુસ્લિમો કરતાં વધારે રસ છે. ઓબામાની વિદેશનીતિ પણ પહેલેથી જ ઇસ્લામિક દેશો તરફી રહી છે.
સત્તા મેળવ્યા પછી અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાની મુસ્લિમ અને ઇસ્લામ તરફી ચાલ તેમને ‘બરાક હુસૈન’ બનાવી રહી છે. એમાંય ગ્રાઉન્ડ ઝીરો પર મસ્જિદ બાંધવા સમર્થન આપ્યા બાદ તો ઓબામામાંથી ‘બરાક હુસૈન’ બહાર આવી રહ્યો છે એવું અમેરિકાની જનતાને લાગવા લાગ્યું છે.અમેરિકામાં હાલ 70 લાખ જેટલા મુસલમાનો છે, અને 1200 જેટલી મસ્જિદો છે. ઓબામા ભારતીય નેતાઓની જેમ મુસ્લિમ કાર્ડ અપ્નાવવા તો આવું કરી નથી રહ્યા? તેમની કાર્યપદ્ધતિથી તો એવું જ લાગે છે. ઠીક છે, જે હોય તે, પણ તાજેતરમાં, મસ્જિદ બનાવવાના ઓબામાના સમર્થન પહેલાં અમેરિકામાં એક સર્વે થયો હતો. આ સર્વે ઓબામા અને તેના તંત્રને હચમચાવી દે તેવો છે. આ સર્વેનાં તારણો માનીએ તો હવે અમેરિકાનો દર પાંચમો નાગરિક ઓબામાને મુસ્લિમ ગણે છે. પિવ રિસર્ચ સેન્ટર નામની પ્રતિષ્ઠિત સંસ્થાના આ સર્વે મુજબ 18 ટકા અમેરિકનો ઓબામાને હવે મુસ્લિમ માને છે. જ્યારે 2009માં આ સર્વે થયો હતો ત્યારે માત્ર 11 ટકા લોકો જ ઓબામાને મુસ્લિમ માનતા હતા. સીધી વાત છે છેલ્લા એક વર્ષમાં ઓબામાનો ‘મુસ્લિમ ગ્રાફ’ વધ્યો છે.આ તો વર્તમાનની વાત છે પણ ઓબામાની ભૂતકાળની વાત તમને યાદ છે! યાદ છે તમને! ચૂંટણી કેમ્પેઇન દરમિયાન ઓબામા પોતાના મુસ્લિમ નામ ‘હુસૈન’નો ઉપયોગ કરવામાં હંમેશા ઝિઝક અનુભવતા. કેમ્પેઇન દરમિયાન હંમેશાં ઓબામા પોતાના મુસ્લિમ સંબંધોને ચર્ચવાનું ટાળતા હતા.
ઓબામાને તે વખતે હંમેશાં ડર રહેતો કે તેમના ઇસ્લામિક બેકગ્રાઉન્ડને કારણે અમેરિકાની જનતા તેમને ઠુકારવી ન દે! એક વખત ચૂંટણી કેમ્પેઇન દરમિયાન ઓબામાના પ્રતિસ્પર્ધી જ્હા મક્કને એક સભામાં ઓબામાને ‘બરાક હુસૈન ઓબામા’ કહીને સંબોધિત કર્યા હતા, જે ઓબામાને ગમ્યું નહોતું. પાછળથી જ્હાન મક્કને ઓબામાની માફી પણ માંગી હતી. પરંતુ રાષ્ટ્રપતિ બન્યા પછી ઓબામાના બધા નિયમો અચાનક જ બદલાઈ ગયા. રાષ્ટ્રપતિ પદ માટે જ્યારે શપથ લેવાનો સમય આવ્યો તો ઓબામાએ જાહેરમાં કહ્યું કે, ‘બરાક હુસૈન ઓબામા કહેવામાં હું જરા પણ ઝિઝક અનુભવતો નથી.’અસ્સલામવાલૈકુમ!! ઓબામાના મુખેથી નીકળેલો આ શબ્દ તો તમને યાદ હશે જ! રાષ્ટ્રપતિ બન્યા પછી ઓબામા પહેલી વાર ઇજીપ્તમાં ગયા તો તેમણે તેમના ભાષણની શ‚આત ‘અસ્સલામવાલૈકુમ’થી જ કરી હતી. તેમના આ ભાષણથી ઓબામાની સભામાં ખૂબ તાળીઓ અને મીડિયામાં ખૂબ પ્રસિદ્ધિ મળી હતી. ત્યાર પછી તો ઓબામાએ અનેક સ્થળોએ I am a Moslem... American Moslem... પણ કહ્યું છે. તેથી અનેક અમેરિકનો અને ઈસાઈઓની ભ્રુકુટી પણ તણાઈ હશે! જોકે ‘અસ્સલામવાલૈકુમ’ કે હું મુસ્લિમ છું કહેવાથી ઓબામા કાંઈ મુસ્લિમોના ન બની જાય! પણ લોકોને કોણ સમજાવે, ખાસ કરીને અમેરિકન લોકોને?
ઓબામા રાષ્ટ્રપતિ બન્યા પછી ઉદ્ઘાટન સમારોહમાં પહેલું ભાષણ કરે છે અને મોટા ભાગની ચર્ચા મધ્યપૂર્વના દેશો અને ઇસ્લામ ઉપર જ કરે છે. રાષ્ટ્રપતિ બન્યા પછી ઓબામા પહેલો ઇન્ટરવ્યૂ મુસ્લિમ દેશોમાં નંબર વન એવી અલ-અરેબિયા ચેનલને આપે છે, જેમાં ઓબામા જણાવે છે કે મારા ઘરમાં મુસ્લિમ સદસ્યો છે, હું ઘણા મુસ્લિમ દેશોમાં રહ્યો છું.

હું મુસ્લિમ દેશોને કહેવા માગું છું કે અમેરિકા મુસ્લિમ દેશોનું દુશ્મન નથી. રાષ્ટ્રપતિ બન્યા પછી ઓબામા પહેલો ફોન પેલેસ્ટાઇન ઓથોરિટીના મહમૂદ અબ્બાસને કરે છે! અમેરિકાના પૂર્વ પ્રમુખ જ્યોર્જ બુશ મુસ્લિમ વિરોધી છબીવાળા હતા પણ ઓબામા મુસ્લિમોને સાથે રાખવામાં માને છે. અફઘાનિસ્તાનમાં બુશે જે કર્યું તે જગજાહેર છે. અફઘાનિસ્તાનમાં બુશે એક આપરેશન ચલાવ્યું હતું જેનું નામ ‘આપરેશન ઇનફિનિટ જસ્ટિસ’ (આપરેશન ‘અનન્ત ન્યાય’) રાખ્યું હતું પરંતુ મુસ્લિમોને આ નામ સામે પણ વાંધો હતો. મુસ્લિમોનું એક જૂથ માને છે કે ‘ઇન્ફિનિટ જસ્ટિસ (અનન્ત ન્યાય) તો માત્ર અલ્લાહ જ આપી શકે, તેથી ઓબામાએ બુશના આ આપરેશનું નામ બદલી ‘આપરેશન એન્ડયુરિંગ ફ્રીડમ’ (સ્થાયી સ્વતંત્રતા) રાખી દીધું.
આ બધા વિવાદોની વચ્ચે અમેરિકાના ઈસાઈઓએ પણ એક આંદોલન ચલાવ્યું છે. ડવ વર્લ્ડ આ સેન્ટરના પાદરી ડૉ. ટેરી જોન્સે લોકોને આહ્વાન કર્યું કે 9/11નો દિવસ આપણે ’ઇીક્ષિ ફ સજ્ઞફિક્ષ મફુ’ (કુરાન સળગાવો દિવસ) તરીકે મનાવવો જોઈએ અને ગ્રાઉન્ડ ઝીરો પર જઈ અથવા ગમે ત્યાં તે દિવસે કુરાન સળગાવવું જોઈએ. પાદરીના આહ્વાનને ઘણા લોકોનું તથા પશ્ર્ચિમી સમાજના લોકોનું સમર્થન પણ મળી ચૂક્યું છે.
ફિલાડેલ્ફિયા બુલેટિનમાં લેખક ડેનિયલ પાઇપ્સે ’Obama wins, Muslims Divided’ (ઓબામા જીત્યા, મુસ્લિમોમાં ભાગલા) શીર્ષક હેઠળ એક લેખ લખ્યો છે, જેમાં તેણે લેખક આમીર તાહેરીના એક સંકેતને ટાંકતાં લખ્યું છે કે સાતમી શતાબ્દીના શિયા મુસલમાનના આકા અલી ઇબ્ત અલી તાબિબે એક ભવિષ્યવાણી કરી હતી. તેમાં તેમણે કહ્યું હતું કે જ્યારે વિશ્ર્વ ખતમ થવાનો સમય આવશે ત્યારે ‘એક લાંબો શ્ર્વેત વ્યક્તિ વિશ્ર્વની સૌથી વિશાળ સેનાનો સેનાપતિ બનશે અને પશ્ર્ચિમમાં સત્તા પ્રાપ્ત કરશે’. લેખકને વિચાર આવે છે કે આ ભવિષ્યવાણીનો શ્ર્વેત વ્યક્તિ ઓબામા તો નથી ને! લેખક લખે છે કે બરાક હુસૈનનો અરબીમાં અર્થ થાય છે ‘હુસૈનનો આશીર્વાદ’. ફારસી ભાષામાં ઓબામાનો અનુવાદ ‘તે અમારી સાથે છે એવો થાય છે’.
પોતાના બીજા એક લેખમાં ડેનિયલ લખે છે કે ઓબામાનો ભૂતકાળ સારા લોકો સાથે જોડાયેલો નથી. ઓબામાના સંબંધો અલી-અબુજામાહ, રાશિદ ખાલિદી અને એડવર્ડ જેવા કટ્ટરપંથીઓ સાથે રહ્યા છે. એ વાત અલગ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી ઓબામાએ આ લોકોને આઘા રાખ્યા છે.
ઓબામાની નીતિ અને અમુક મુસ્લિમ છાપવાળા રીપોર્ટ આવવાથી અમેરિકન લોકોને પણ હવે લાગે છે કે ધીરે ધીરે ઓબામાનું મુસ્લિમ વ્યક્તિત્વ બહાર આવી રહ્યું છે. ખાસ કરીને મસ્જિદ બાંધવાને સમર્થન આપી ઓબામાની મુસ્લિમ છબી લોકોની સામે વધારે ઊપસી આવી છે. લોકોને એવું લાગે છે કે ઓબામા મુસ્લિમ કાર્ડનો ઉપયોગ કરવા આ બધું કરી રહ્યા છે. ડાયના વેસ્ટનું માનીએ તો નેપોલિયન પછી ઓબામા જેવો પશ્ર્ચિમી દેશનો કોઈ નેતા એવો નહિ હોય જે મુસ્લિમો સાથે સંબંધ બનાવવા આટલી બેશર્મીથી કમર ઝુકાવે.
હવે આ બધાની વચ્ચે આગામી નવેમ્બર મહિનામાં ઓબામા અલ્પસંખ્યકોની સ્થિતિ જાણવા ભારતમાં આવવાના છે. પ્રવાસ દરમિયાન ઓબામા ભારતમાં કોઈ દરગાહ પર ચાદર ચડાવી આવે કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની મુલાકાત લઈ આવે તો આપણને નવાઈ લાગવી ન જોઈએ. આખરે ભારતની સરકારે પણ મુસ્લિમોનું દિલ તો જીતવાનું જ છે ને!!
Point to be noted
આસ્થાનો અધિકાર બંધારણીય છે. ઓબામાના આ વિચારોથી હું સંપૂર્ણ પણે સહમત છું પણ હું એ બાબતે પણ સ્પષ્ટપણે માનુ છું કે વર્લ્ડ ટ્રેડ સેન્ટર નજીક કોઈ મસ્જિદ ન બનવી જોઈએ.- રીમા ફકીહ
પહેલી મુસ્લિમ મીસ અમેરિકા
(ન્યુયોર્ક ટાઇમ્સને આપેલ ઇન્ટરવ્યુમાંથી)
- હિતેશ સોંડાગર

ટિપ્પણીઓ નથી: