
ખેલાડીઓ ચેમ્પિયન બને છે પરિવારના સહકાર અને ગુરુના માર્ગદર્શનથી...
હિતેશ સોંડાગર
ઉત્તિષ્ઠ, જીદ કરો, દુનિયા બદલો. વ્યક્તિમાં આગળ વધવાની મંશા, ઝનૂન, ઝુઝારુપણું હોય તો તે પાતાળ ફાડીને પણ પાણી મેળવી શકે છે. સફળતા આપણા નસીબમાં નહિ પણ આપણા કાર્ય, મહેનતમાં છુપાયેલી હોય છે. કોમનવેલ્થ ગેઈમ્સમાં આપણા ખેલાડીઓએ સાબિત કરી દીધું છે કે જુઓ, ઝનૂન અને લક્ષ્ય મજબૂત હોય તો સગવડ વગર પણ દુનિયાની મોટામાં મોટી સફળતા પોતાના નામે કરી શકાય છે. યુવાનોથી ધનવાન દેશે અને ગરીબ યુવાનોએ પણ કોમનવેલ્થ ગેઈમ્સમાં સફળ થયેલા ખેલાડીઓ પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. દેશના નેતાઓ આવી મોટી મોટી ઇવેન્ટ યોજી રાજકીય લાભ મેળવતા હોય છે પણ જેના માટે આ ગેઈમ્સ રમાઈ રહી છે તે ખેલાડી પાછળ રહી જતા હોય છે. 19મી કોમનવેલ્થ ગેઈમ્સમાં ગરીબ ઘરના ખેલાડીઓએ ભારતને મડલ અપાવ્યા છે. મહત્ત્વની વાત એ છે કે નાનાં નાનાં ગામડામાં રહેતી મહિલાઓએ ભારતને મડલો અપાવ્યા છે. આયોજનમાં કરોડો ખર્ચતા આપણા નેતાઓ જ્યારે ખેલાડીઓને યોગ્ય સ્પોટર્સ કિટ પણ ન આપી શકે તે દેશ માટે જીત મેળવવી ખેલાડીઓ માટે કેટલી અઘરી છે એ આપણે સૌ જાણીએ છીએ. ભારતની લાંબી કૂદ ટીમના કોચ જે. એસ. ભાટિયાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારા પર ઘણા ફોન આવે છે. આ લોકો મને કહે છે કે સાહેબ! મારા છોકરાને ખેલાડી બનાવી દો ને! આ બહાને તેને કોઈ હોસ્ટેલમાં, સ્પોટર્સ સેન્ટરમાં રહેવાની પરમિશન મળી જશે તો કમ સે કમ તેને બે ટંકનું ખાવાનું તો મળી રહેશે! ંવાટાં ઊભાં કરી દે તેવું આ વાસ્તવિક સત્ય ભારતનું છે, ભારતના ખેલાડીઓનું છે. અપૂરતા પોષણ સાથે આપણા ખેલાડીઓ વજન ઊંચકવા સુખી સંપ્ન્ન દેશના ખેલાડીઓ સામે ઊતરે છે અને સફળ થાય છે. આવી મોટી ઇવેન્ટોનું આયોજન કરતા પહેલાં આપણે આપણા ખેલાડીઓની સુવિધા નહિ પણ જોઈતી જરિયાતો પૂરી કરવા પાછળ પૈસા ખર્ચવાની જર છે. આલિમ્પિક્સમાં અત્યાર સુધી ભારતે માત્ર 20 મડલો જ મેળવ્યા છે અને એમાં પણ 8 મડલ હોકીની ટીમે જીત્યા છે. જો ભારતે વૈશ્ર્વિક સ્તરે મડલો જીતવા હશે તો વિશ્ર્વના ખેલાડીઓને ટક્કર આપે તેવાં સાધનો આપવાં પડશે. બાકી આજે પણ આપણા ઘણા આંતર્રાષ્ટ્રીય ખેલાડીઓ પાસે યોગ્ય કીટ નથી કે પોષણયુક્ત ખાવાનું પણ મળતું નથી. આવા ખેલાડીઓ જ્યારે ભારત માટે જીત મેળવે ત્યારે એક ભારતીય તરીકે આપણું મન પ્રફુલ્લિત જર થઈ જાય છે પણ આ જીત આપણા સૌના કરતાં તે ખેલાડીની વધુ હોય છે, કારણ કે કે માત્ર અને માત્ર મહેનતથી તેણે જીત મેળવી છે. ભારતીયોનો આવો જુસ્સો જ હંમેશા તેને વિશ્ર્વના અન્ય ખેલાડીઓ કરતાં અલગ પાડે છે.આપણા દેશમાં ખેલાડીઓના વિકાસ માટે, તેમને આંતર્રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરી શકે તેવા બનાવવા માટે આપણી સરકાર કશું પણ કરતી નથી. સરકારે માત્ર શોભાના ગાંઠિયા જેવી એજન્સીઓ અને સ્પોટર્સ સંઘોની સ્થાપ્ના કરી છે. દર વર્ષે તેને બજેટ પણ ફાળવે છે. પણ આ બજેટ ખેલાડીઓ પાછળ ઓછું વપરાય છે અને રાજકારણી તરફી બની બેઠેલા સંઘના અધિકારીઓ પાછળ વધુ વપરાય છે.તેથી આ દેશમાં એક વાત નિશ્ર્ચિત છે કે ભારતનો ખેલાડી સફળતા મેળવે છે તો તેની પાછળ માત્ર અને માત્ર તેની મહેનત, પરિવારનો સહકાર અને તેનું રમતજગતમાં સર્જન કરનારો કોચ જ જવાબદાર છે. કેમ કે જ્યાં સુધી ખેલાડી સફળ થતો નથી ત્યાં સુધી તેનો કોઈ ભાવ પૂછતું નથી, પણ જ્યારે ખેલાડી સફળ થાય છે ત્યારે અનેક રાજનેતાઓ માત્ર ફોટો પડાવવા આગળ આવી જાય છે અને પછી ખેલાડી પાછો તેની મૂળ હાલતમાં જ મહેનત કર્યે રાખે છે.ભારતની બેડમિન્ટન ગર્લ સાઈના નેહવાલની જ વાત કરીએ તો, સાઈનાને બેડમિન્ટનની પાવર ગર્લ બનાવનારાં તેનાં માતા-પિતા અને તેના કોચ પુલેલા ગોપીચંદ જ છે. હા, સાઈનાની મહેનત તો ખરી જ. 2001માં બેડમિન્ટન જગતની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ ‘આલ ઇંગ્લન્ડ ચેમ્પિયનશિપમાં પ્રકાશ પાદુકોણ પછી વિજેતા બનનાર બીજો ભારતીય અને ઈજાઓ તથા સ્પોન્સરશિપ્ના અભાવે બેડમિન્ટનની રમતમાંથી નિવૃત્તિ લેનાર પુલેલા ગોપીચંદે સાઈનાની મદદે ત્યારે આવ્યો જ્યારે સાઈના પ્રસિદ્ધ પણ નહોતી અને તેની પાસે કોઈ સ્પોન્સરશિપ પણ નહોતી. તે તો ત્યારે માતા-પિતાના સહકાર અને પૈસાથી ભારતના ગૌરવ માટે તૈયાર થઈ રહી હતી. ત્યારે ભારત સરકાર કે બેડમિન્ટન ફેડરેશન તેની મદદ નહોતું આવ્યું. અત્યારે સાઈના નેહવાલ બેડમિન્ટનમાં વિશ્ર્વની ત્રીજા નંબરની ખેલાડી છે. સાઈના નેહવાલ તેનાં માતા-પિતાના સહકારથી જર અહીં સુધી પહોંચી શકી છે પણ તેના ગુરુ ગોપીચંદના માર્ગદર્શનના કારણે આજે તે વિશ્ર્વ ચેમ્પિયન બની શકી છે.આવી જ કંઈક કહાની મણિપુરની રેનુબાલા ચાનુની છે. રેનુબાલાના સ્ટ્રગલના દિવસોમાં તેની પાસે બે ટંકનું ભોજન પણ ન હતું. વર્ષ 2000માં દ્રોણાચાર્ય અવોર્ડથી સન્માનિત અને વેઇટલિફ્ંિટગની કોચ હંસા શર્મા મણિપુરમાં વેઇટલિફ્ટિંગની સંભાવના ગોતવા પહોંચી. રેનુબાલાની પ્રતિભા જોઈ તેને લખનૌની સ્પોટર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં એડ્મિશન અપાવ્યું. રેનુબાલાએ અનેક આંતર્રાષ્ટ્રીય વેઇટલિફ્ટિંગની સ્પર્ધામાં ભારતને મડલો અપાવ્યા છે. જો તે વખતે હંસા શર્મા રેનુબાલાને મણિપુરમાંથી, તેની પ્રતિભા પારખીને લખનૌ ન લાવી હોત તો ભારતને વેઇટલિફ્ટિંગની સ્ટાર રેનુબાલા ન મળી હોત. તે આજે પણ મણિપુરના એક ગરીબ ઘરમાં એક નાનકડા અખાડામાં વજનિયાં ઊંચકતી હોત.ભારતનો પહેલવાન સુશીલ કુમાર પણ વિશ્ર્વ ચેમ્પિયન આ રીતે જ બન્યો છે. બેઈજિંગ આલિમ્પિક પહેલાં તેને કોણ ઓળખતું હતું? સુશીલ કુમાર શુદ્ધ શાકાહારી છે, માંસની ગંધથી પણ દૂર ભાગનારા આ પહેલવાને પૂરતું પ્રોટીન મળી રહે તે માટે તેના પિતાએ શું કર્યું છે તે તેના પિતા જ જાણતા હશે. એક વખત સુશીલ કુમારે જ કહ્યું હતું કે મારા પપ્પા મારા માટે ગમે તેમ કરીને દૂધની વ્યવસ્થા કરી આપતા. સુશીલ કુમારને ચેમ્પિયન બનાવવામાં બીજું શ્રેય જાય છે તેના અસલી ગુરુ સતપાલ સિંહને. સુશીલ કુમાર ખૂબ નાનો હતો ત્યારથી તે સતપાલસિંહ પાસેથી કુસ્તીના દાવ-પેચ શીખતો આવ્યો છે. સુશીલ કુમારે જ્યારે આલિમ્પિક્સમાં મડલ મેળવ્યો ત્યારે તેના ગુરુ સતપાલસિંહને અર્પણ કર્યો હતો. આજે ત્યાર પછી સુશીલ કુમારે વિશ્ર્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં કોમનવેલ્થ ગેઈમ્સમાં પણ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે.બિજિંગ આલિમ્પિકમાં ભારતને ગોલ્ડ મડલ અપાવનાર ‘ગોલ્ડ બોય’ અભિનવ બિન્દ્રાની સફળતા પણ તેનાં માતા-પિતા અને કોચને આભારી છે. વ્યક્તિની મહેનત તેને સફળ બનાવી શકે પણ જો તેની મહેનતમાં સફળ ગુરુનું સચોટ માર્ગદર્શન મળી જાય તો તેની સફળતા મેળવવાની ક્ષમતા વધી જાય છે.અભિનવ બિન્દ્રાએ તેની મહેનતની સાથે સાથે તેનો પરિવાર ધનવાન હોવાનું વધારે ફળ્યું છે. બાકી ભારતીય રાષ્ટ્રીય રાઈફલ સંઘની તાકાત નથી કે તેને વિશ્ર્વ શૂટિંગ ચેમ્પિયનનોને ટક્કર આપી શકે તેવી રાઈફલ આપી શકે. અભિનવ બિન્દ્રાનો પર્સનલ શૂટિંગ રેન્જ છે. મોંઘીદાટ રાઇફલ છે. સાથે તેનાં માતા-પિતાનો સહકાર છે. અભિનવ બિન્દ્રાના કોચ ગેબ્રિયલે પણ તેની પાછળ ખૂબ મહેનત કરી છે. અભિનવ બિન્દ્રા આલિમ્પિકમાં સિલ્વર અને બ્રોન્ઝ મડલથી સંતુષ્ટ થવા ગયો હતો પણ તેનામાં ગોલ્ડ મડલ મેળવવાની ક્ષમતા, જિજ્ઞાસા તેના કોચ ગેબ્રિયલે જગાવી. અભિનવ બિન્દ્રાએ તેની જીતનું વર્ણન કરતાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું ખૂબ નર્વસ હતો, સ્પર્ધાની આગલી રાત્રે હું બરાબર સૂઈ પણ શક્યો ન હતો. પણ સ્પર્ધામાં મેં મારો છેલ્લો શોટ માર્યો ત્યારે જ મનમાં એક સંકેત મળી ગયો હતો કે આજે મારો દિવસ છે. આટલું વિચારી મેં થોડે દૂર ઊભેલી મારી કોચ ગેબ્રિયલ તરફ જોયું. તેણે તરત જમણા હાથનો અંગૂઠો બતાવીને મને થમ્સ અપ કર્યુ. પણ હું એ ન સમજ્યો કે મેં સારા શોટ્સ માર્યા છે એટલે ગેબ્રિયલે થમ્સ અપ કર્યું છે. મારે વધુ સારું સચોટ નિશાન તાકવાની જર હતી. હું મનમાં નિરાશ થયો પણ તે તરત મારી સ્થિતિ જોઈને મારી પાસે આવીને આંખોમાં ખુશીનો દરિયો ઉછાળતાં કહ્યું કે, ‘યુ હેવ વાન ધ ગોલ્ડ મેડલ’. પણ હું માની શક્યો નહીં, પણ રેફરીએ મારો પહેલો નંબર જાહેર કર્યો ત્યારે મારું હૃદય એક ધબકાર ચૂકી ગયું હતું. મારી કોચ ગેબ્રિયલે મારામાં અદ્ભુત આત્મવિશ્ર્વાસ પેદા કર્યો છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે શૂટિંગનો આ ચેમ્પિયન ઓલિમ્પિક પહેલાં એક વર્ષથી પીઠ અને કરોડરજ્જુની બીમારીથી પીડાતો હતો ત્યારે તેની કોચ ગેબ્રિયલે તેને સગા દીકરાની જેમ સાચવ્યો હતો.આવા તો અનેક ચેમ્પિયનો છે જે કોમનવેલ્થ ગેઈમ્સમાં ચમક્યા છે. તેમની સફળતાની પાછળ અનેક લોકોનો હાથ હોય છે. કોમનવેલ્થ ગેઈમ્સમાં જિમનાસ્ટિક્સમાં ભારતને બે મેડલ અપાવનાર આશિષ કુમાર 13 વર્ષનો હતો ત્યારે તે માત્ર 0.10 અંકથી હંગેરીની ટુલિટ પીટર ચેમ્પિયનશિપ ક્વાલિફાય થઈ શક્યો નહોતો અને તે નાસીપાસ થઈ ગયો હતો. તેણે જિમનાસ્ટિક છોડી દેવાનો વિચાર પણ કરી લીધેલો, પણ તેનાં માતા-પિતાએ તેનામાં હિંમત પૂરી. માતા-પિતાએ તેને આગળ રમવા પ્રેરિત કર્યો અને આજે તેણે જિમનાસ્ટિક્સમાં ભારતને બે ગોલ્ડ મડલ અપાવ્યા છે.આ જ રીતે ભારતને તીરંદાજીમાં ગોલ્ડ મડલ અપાવનારી 16 વર્ષની દીપિકા કુમારીને જો પ્રાઇમરી હેલ્થ સેન્ટરની નર્સ ગીતા ન મળી હોત તો દીપિકા આ જ પણ એક રિક્ષાચાલક આદિવાસી પિતાના ઘરમાં વાંસના લાકડામાંથી તીરકામઠું બનાવી પ્રેક્ટિસ કરતી હોત પણ આજે તેની મહેનત, તેના પિતાનો સાથ અને તેની શુભચિંતક નર્સ ગીતાના કારણે તે સફળ થઈ છે.ટૂંકમાં એટલું કહી શકાય કે એક ખેલાડી જ્યારે સફળ થાય છે ત્યારે તેની પાછળ અનેક લોકોની મદદ, મહેનત જવાબદાર હોય છે. અહીં મહત્ત્વની વાત એ છે કે ખેલાડીને ચેમ્પિયન બનાવવામાં જેની મદદની સૌથી વધારે જર હોય છે તેવી સરકાર, કે ફેડરેશન - સંઘો આ ખેલાડીની મદદે આવતા નથી. ખેલાડી ચેમ્પિયન બની જાય પછી ખેલાડીની સફળતાનો જશ ખાટવા આ બધા આગળ આવે છે, બાકી સૌને ખબર છે કે સુશીલ કુમારે બેઈજિંગમાં મડલ મેળવ્યું તે પહેલાં અને વિજેન્દ્રે બોક્સિંગમાં મડલ મેળવ્યો તે પહેલાં તેમની વહારે કોઈ સ્પોટર્સ સંઘ કે ફેડરેશન આવ્યું નહોતું. અરે! કોમનવેલ્થ ગેઈમ્સ પહેલાંની જ વાત કરી લો ને! યાદ છે તમને, કોમનવેલ્થ ગેઈમ્સ પહેલાં ભારતીય સાઇક્લિસ્ટોએ સ્પોટર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની એક શરત સામે વાંધો ઉઠાવી સાઇકલો પાછી આપી દેવાની ધમકી આપી હતી. તેની પાછળ કારણ એટલું જ હતું કે સ્પોટર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કોમનવેલ્થ ગેઈમ્સમાં ભાગ લઈ રહેલા ભારતીય સાઇક્લિસ્ટો પાસે એક બોન્ડ ભરાવવાની શરત મૂકી હતી. શરત એ હતી કે જો રમત દરમિયાન સાઇકલો ખોવાઈ જાય કે તેને નુકસાન થાય તો તેની જવાબદારી સાઇક્લિસ્ટોની હશે. લો, બોલો! હવે આપણા ખેલાડી સ્પર્ધા જીતવામાં મન રાખે કે સાઇકલ ચોરાઈ ન જાય કે તેને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખે!આ આપણા ખેલાડીઓની વાસ્તવિકતા અને સરકારનું રેઢિયાળપણું છે. આપણા દેશમાં એવા રમતગમત મંત્રીઓ આવ્યા છે જે ક્યારેય કોઈ રમત રમ્યા ન હોય. બધાં સ્પોટર્સ ફેડરેશનો અને સંઘોના પ્રમુખ પણ રાજનેતાઓ જ છે, જેમને જે તે રમત સાથે કોઈ લેવા દેવા નથી. પણ ઠીક છે, કોમનવેલ્થ ગેઈમ્સમાં આપણા ખેલાડીઓએ 101 મડલ મેળવીને સાબિત કરી આપ્યું છે કે અમને સગવડોની જર નથી, પણ જર છે તો, માત્ર તમારા સપોર્ટની. તો બોલો, આપશોને સપોર્ટ...? આ ઊગતા અને પરસેવો પાડતા આપણા ખેલાડીઓને...
ટિપ્પણીઓ નથી: