
બોક્સિંગ જગતમાં ભારતીય બોક્સરોનો પંચ
છેલ્લા કેટલાક સમયથી ભારત વિશ્ર્વ બોક્સિંગમાં એક મુખ્ય તાકાતના ‚પે બહાર આવી રહ્યું છે. અગાઉ એક સમય હતો કે જ્યારે ભારતીય બોક્સરો માત્ર સ્પર્ધામાં ભાગ લેવા ખાતર જ વિદેશોમાં જતા, પરંતુ આજે જ્યારે તેઓ આવી કોઈ સ્પર્ધામાં ભાગ લેવા જાય છે ત્યારે તેઓના મનમાં પદક જીતવાનું ઝનૂન સવાર હોય છે. હાલ આપણી પાસે આંતર્રાષ્ટ્રીય કક્ષાના 20 બોક્સરો છે, તેમાં ઓલિમ્પિકમાં કાંસ્ય પદક, વિશ્ર્વ ચેમ્પિયન સ્પર્ધામાં કાંસ્ય પદક મેળવનાર વિજેન્દરસિંહ, એશિયાઈ ચેમ્પિયનશિપમાં સ્વર્ણ પદક મેળવનાર સુરંજપ, જિતેન્દર કુમાર જેવા બોક્સરોને લીધે ગરીબ મધ્ય વર્ગના અનેક યુવાઓ આ ખેલ પ્રત્યે આકર્ષાયા છે. આંતર્રાષ્ટ્રીય સ્તરે સફળતા, તાજેતરની કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન પણ ભારતીય બોક્સરોમાં ગજબનું જોશ જોવા મળ્યું હતું. જોકે સુવર્ણ પદકના પ્રબળ દાવેદાર ગણાતા ન માત્ર ભારતના પરંતુ સમગ્ર વિશ્ર્વના નં. 1 બોક્સર વિજેન્દરસિંહની સનસનીખેજ હારથી દેશના બોક્સિંગ રસિયાઓને થોડી નિરાશા જ‚ર વ્યાપી છે પરંતુ ભારતના અન્ય ત્રણ બોક્સર સુરંજપસિંહ, મનોજકુમાર અને પરમજીત સમોટાએ ફાઈનલમાં પ્રવેશી તો અમનદીપસિંહ, જય ભગવાન અને દિલબાગસિંહ જેવા બોક્સરોએ કાંસ્ય પદક મેળવી ભારતીય બોક્સરોની વધતી જતી તાકાતનો વિશ્ર્વને પરચો બતાવી દીધો છે.
ટિપ્પણીઓ નથી: