સાનિયા ચાનુ : સારી કિટ હોત તો ગોલ્ડ મેળવત
કોમનવેલ્થ ગેઈમ્સમાં વીમેન્સ વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ મેળવનારી સોનિયા ચાનુએ મેડલ મેળવ્યા બાદ કહ્યું કે મારી પાસે સારી કીટ પણ નથી. મારા બૂટ પણ મારી સાઇઝથી ઘણા મોટા છે. જો સારી કિટ મળી હોત તો મેં ભારતને સિલ્વરની જગ્યાએ ગોલ્ડ મેડલ અપાવ્યો હોત. આ છે ભારતના ખેલાડીઓની સ્થિતિ. આમ છતાં પણ અગવડમાં સગવડ ગોતતા આપણા ખેલાડીઓના જુસ્સાને આપણા રાજનેતાઓ સમજવામાં ક્યાંક ને ક્યાંક થાપ ખાતા હોય તેવું લાગે છે. 70,000 કરોડનો ખર્ચો આયોજનો પાછળ થાય પણ તે જ દેશના ખેલાડીઓને 7000ની કિટ ન મળે તેને શું કહી શકાય? સાનિયા ચાનુના પિતા મણિપુરના સામાન્ય ખેડૂત છે. સાનિયા ચાનુ જ્યારે પ્રેક્ટિસ કરતી ત્યારે તેને માંડ માંડ બે ટંકનું ભોજન મળતું હતું. સાનિયા ચાનુને તેના પિતા યોગ્ય ખાવાનું ન આપી શકતા હોવાથી તેને લખનનૌની સ્પોટર્સ સ્કૂલમાં દાખલ કરી દીધી. એ સમજીને કે ત્યાં કમ સે કમ સોનિયાને બે ટંકનું ભોજન તો મળશે. પણ સાનિયાના મનમાં બે ટંકનું ભોજન નહિ પણ વેઇટલિફ્ટિંગમાં નામ કમાવવાનું સપ્નું હતું. તે મજબૂત બનવા માંગતી હતી અને તેના પરિવારને પણ ઊંચે લઈ જવા માગતી હતી. આજે તેણે તેની મહેનતથી આંતર્રાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે. તે ઉત્તરપ્રદેશમાં પોલીસ અધિકારી બનવા પણ જઈ રહી છે.

ટિપ્પણીઓ નથી:

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.