કવિતા... કવિતા... કવિતા રાઉત



કવિતા... કવિતા... કવિતા રાઉત


કોમનવેલ્થ ગેઈમ્સ દરમિયાન મહિલાઓની દસ હજાર મીટરની રેસ શ‚ થવાની હતી. સૌ કોઈની નજર કેન્યાની એથલેટ્સ પર હતી. બધા પહેલાંથી જ જાણતા હતા કે આ રેસમાં ત્રણેય મેડલ કેન્યા જ જીતશે. વર્ષોથી તેમાં તેમનો દબદબો રહ્યો છે. આ રેસમાં થોડી પાછળ, ભારતની બ્લુ જર્સી પહેરીને એકદમ શાંત એક પાતળી છોકરી પણ જીતના લક્ષ્ય સાથે ઊભી હતી, પણ તેને ખુદ ભારતીય દર્શકો પણ ઓળખતા ન હતા. રેસ શ‚ થઈ તો 8000 મીટર પછી કેન્યાની બે દોડવીર સૌથી આગળ હતી પણ તેની થોડીક જ પાછળ ભારતની જર્સી પહેરેલી એક ખેલાડી મક્કમ મને દોડતી જોવા મળી. 7000 મીટર પછી પણ આ જ સ્થાન જોવા મળ્યું. એટલામાં કવિતા... કવિતા... કવિતા...થી આખું સ્ટેડિયમ ગાજી ઊઠ્યું. કવિતાના નારા સાંભળી કેન્યાની પહેલા નંબરની દોડવીરે તો ચાલુ રેસે કવિતાને જોવા પાછળ જોયું અને મહેસૂસ કર્યું કે આ શું થઈ રહ્યું છે. લોકોના જુસ્સા સાથે કવિતાએ 10,000 મીટરની રેસમાં કાંસ્ય પદક મેળવી લીધો. 10,000 મીટરની રેસમાં જીતનારી એ છોકરી એટલે કવિતા રાઉત. ભારતનો તિરંગો હવે તેના પાતળા પણ મજબૂત ખભા પર લહેરાતો હતો. પણ રેસ પૂર્ણ થયા બાદ તેણે એક ચોંકાવનારી વાત કરી. તેણે કહ્યું કે હું નાસિકની એક અત્યંત ગરીબ પરિવારની આદિવાસી છોકરી છું. મારી પાસે પહેરવા યોગ્ય બૂટ પણ નહોતા. પણ મારે એક સફળ એથેલેટ બનવું હતું. મેં 10,000 મીટરની રેસ એટલા માટે પસંદ કરી કારણ કે આ સ્પર્ધામાં બૂટ વગર પણ દોડી શકાય છે. આ છે આ દેશની ગરીબી પાછળની હિંમત. સફળ થવા માટે સગવડોની નહિ પણ જુસ્સો અને મહેનતની જ‚ર છે. નાસિકની આ આદિવાસી છોકરીએ એ સાબિત કરી બતાવ્યું છે.

ટિપ્પણીઓ નથી:

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.