કે. રવિ કુમાર : ગરીબ ઘરનો વેઇટલિફ્ટર



કે. રવિ કુમાર : ગરીબ ઘરનો વેઇટલિફ્ટર


કોમનવેલ્થ ગેઈમ્સમાં 69 કિ.ગ્રા. વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં રેકોર્ડ સાથે ગોલ્ડ મડલ અપાવનાર કે. રવિ કુમાર ઓરિસ્સાના એક સામાન્ય ટેક્સી ડ્રાઇવરનો પુત્ર છે. કે. રવિ કુમારના સ્ટ્રગલના દિવસોમાં તેના ઘરની સ્થિતિ અત્યંત ખરાબ હતી. માત્ર પિતા જ કમાતા હતા. પિતાના અવસાન પછી ઘરની સ્થિતિ વધુ કથળી ગઈ. મજબૂરીમાં તેની માને આંગણવાડીમાં શિક્ષિકા તરીકે કામ કરવું પડ્યું. આટલી મુસીબતો વચ્ચે પણ ધૈર્યશીલ કે. રવિ કુમારે બાડી બિલ્ડિંગની શ‚આત કરી. ત્યાર પછી વેઈટલિફ્ટિંગની શ‚આત પણ કરી. તેની રમતના દમ પર તે ભારતીય સૈન્યમાં ભરતી પણ થઈ ગયો. માત્ર સારું ભોજન અને વેઈટલિફ્ટિંગની યોગ્ય સગવડ મળી રહે તે માટે જ તે સેનામાં જોડાયો. કે. રવિ કુમારની આટલી સ્ટ્રગલ પછી આજે તે વેઈટલિફ્ટિંગનો હીરો છે. આજે તેની પરિસ્થિતિ કહેવા પૂરતી સારી છે. કોમનવેલ્થ ગેઈમ્સમાં જીત મેળવ્યા પછી તેણે કહ્યું હતું કે હવે મારું લક્ષ્ય આલિમ્પિકમાં ગોલ્ડ મડલ મેળવવાનું છે. જીતેલા ઇનામની રકમમાંથી હું આલિમ્પિક્સની તૈયારી કરીશ.

ટિપ્પણીઓ નથી:

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.