ટેબલટેનિસ : શરથ સહાની ગોલ્ડન જોડી

ટેબલટેનિસ : શરથ- સહાની ગોલ્ડન જોડી
આલિમ્પિયન શરત કમલ અને સુભોજિત સાહાની જોડીએ અકલ્પ્નીય પ્રદર્શન કરીને ટેબલટેનિસ મેન્સ ડબલ્સની ફાઈનલમાં ચોટની ક્રમાંકિત સિંગાપોરની જોડીને રોમાચંક બનેલી પાંચ ગેઈમ્સમાં 9-11, 12-10, 11-4, 5-11, 11-8ના સ્કોરથી હરાવીને કોમનવેલ્થ ગેઈમ્સમાં ભારતને ગોલ્ડ મડલ અપાવ્યો હતોપદક જીતવાની ખુશી ઘાયલ ખેલાડીની ખુશીમાં ચાર ચાંદ લગાવી દે છે : સુભોજીતકોઈ પણ રમતના ખેલાડી માટે ઘાયલ થયા બાદ ખેલમાં વાપસી કરવાનું ઘણું જ મુશ્કેલ હોય છે અને એમાં પણ એ પદક તામ્ર, કાંસ્ય નહીં, પણ સુવર્ણ હોય તો આ બાબત એક ચમત્કારથી વિશેષ હોઈ જ ના શકે, આ ચમત્કાર કરી બતાવ્યો છે ભારતનાં સુભોજીત સાહાએ જેણે ભારતના જ અંચત શરતકમલ સાથે જોડી બનાવી સિંગાપુરની જોડીને હરાવી પુરુષ ડબલ્સ ટેબલટેનિસમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે.ગત વર્ષે ગ્લાસગોના કોમનવેલ્થ ચેમ્પિયનશિપ ડબલ્સમાં સુવર્ણ ચંદ્રક સહિત ટીમમાં રજત અને સિંગલ્સમાં કાંસ્ય પદક જીતનાર સુભોજીતે સિલિગુડી ટેબલટેનિસ અકાદમીમાં નવ વર્ષની ઉંમરથી અભ્યાસ શ‚ કર્યો હતો અને તે ગત 12 વર્ષથી નશનલ ટીમના સદસ્ય છે.શરત કમલચાર વર્ષ પહેલા મેલબોર્ન કોમનવેલ્થ ગેઈમ્સમાં ગોલ્ડ મડલ મેળવવા તેણે કરેલું પ્રદર્શન હજી પણ તેને યાદ હશે. આવું જ પ્રદર્શન તેણે 2010ના કોમનવેલ્થ ગેઈમ્સમાં કર્યું છે. શરત અને સહાની જોડીમાં શરતકમલ સૌથી અનુભવી ખેલાડી છે. 2004માં અર્જુન અવોર્ડથી સન્માનિત થયેલા શરતકમલ એથેંસ અને બેઈજિંગ ઓલિમ્પિકની સાથે સાથે દોહા એશિયાઈ ગેઈમ્સમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. મેલબોર્ન કોમનવેલ્થ ગેઈમ્સમાં તેણે વ્યક્તિગત રીતે ગોલ્ડ મડલ તો મેળવ્યો જ હતો પણ ટીમને ગોલ્ડ મડલ અપાવવામાં પણ તેણે સારું પ્રદર્શન કર્યું હતું. અચંત શરતકમલ હાલ વિશ્ર્વ રેન્કિંગમાં ટોપ-50માં પહોંચી ગયો છે. શરતકમલ જગતનો પહેલો ટેબલટેનિસ ખેલાડી છે જેણે આ રેન્કિંગ મેળવ્યું છે.

ટિપ્પણીઓ નથી:

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.