
ભારતીય ટેનિસનું નવું નામ : સોમદેવ
અદ્ભુત વેરાયટી, શાનદાર સર્વિસ, સ્ફોટક ગ્રાઉન્ડ શાટ અને સટીક બેઝલાઇન અને ટેક્નિક દેખાડી ભારતના ટેનિસ સ્ટાર સોમદેવ દેવબર્મને કોમનવેલ્થ ગેઈમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ભારતના લોકોની આશા ઉપર ખરો ઊતર્યો છે. સોમદેવ ભારતીય ટેનિસ પટલ પર નવો ઝળહળતો સૂરજ છે. ત્રિપુરાના આ યુવા ખેલાડીએ વિશ્ર્વ ટેનિસ રેન્કિંગમાં ટોપ-100માં પોતાનું સ્થાન મેળવી લીધું છે. ભારત માટે રમી લિયન્ડર પેસ અને મહેશ ભૂપતિની જોડીએ ઘણા ઘણા ગ્રાન્ડસ્લેમ જીત્યા છે પરંતુ એકલા સોમદેવે ટેનિસક્ષેત્રે વ્યક્તિગત રમત રમી પોતાની એક નવી ઓળખ બનાવી છે. સોમદેવે 2009માં યુએસ ઓપ્નમાં પહેલીવાર ભાગ લઈને અદ્ભુત પ્રદર્શન કર્યુ હતું. ચેન્નાઈ ઓપ્નમાં પણ તે ફાઇનલ સુધી પહોંચ્યો હતો. સોમદેવનું આ અત્યાર સુધીનું બેસ્ટ પરફોર્મન્સ હતું પણ કોમનવેલ્થ ગેઈમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવી સોમદેવે તેનું બેસ્ટ પ્રદર્શન કર્યું છે.
ટિપ્પણીઓ નથી: