
દિપીકા કુમારી : રિક્ષા ડ્રાઇવરની દીકરીનો કમાલ
કોમનવેલ્થ ગેઈમ્સમાં તીરંદાજીમાં ભારતને ગોલ્ડ અપાવનારી ડોલા બેનર્જીની ટીમમાં િંદપીકા કુમારી પણ હતી. દિપીકા કુમારી પણ અત્યંત ગરીબ આદિવાસી ઘરની છોકરી છે. કોમનવેલ્થ ગેઈમ્સમાં તીરંદાજીમાં ગોલ્ડ મેડલ મેળવવાની હોડ ચાલુ હતી. ભારતીય ટીમને ગોલ્ડ મેડલ મેળવવા માત્ર 10 અંકની જર હતી. પહેલા દસ અંક મેળવવા ભારતની અનુભવી ખેલાડી ડોલા બેનર્જી મેદાને ઊતરી.પણ તેના તીરમાંથી માત્ર આઠ અંક જ નીકળી શક્યા. હવે વારો હતો દિપીકા કુમારીનો. ભારતને ગોલ્ડ મેડલ અપાવવાનું માત્ર હવે દિપીકાના હાથમાં જ હતું. દિપીકાને હવે માત્ર બે અંક જોડવાના હતા. દિપીકાએ લક્ષ્યને ધ્યાનમાં રાખી એક પછી એક એમ ત્રણ તીર છોડ્યાં અને ભારતને બે અંક અપાવ્યા. આ સાથે ભારત તીરંદાજીમાં ગોલ્ડ જીતી ગયું. આ તો થઈ જીતની વાત પણ દિપીકા કુમારીની બીજી બાજુ ભારતના કરોડો યુવાનોને પ્રેરણા આપે તેવી છે. તેના પિતા એક સામાન્ય રિક્ષાચાલક છે.તેના પિતાને દિપીકાની આ પ્રવૃત્તિ ગમતી ન હતી પણ તેમ છતાં દિપીકા વાંસમાંથી તીર-કામઠું બનાવી પ્રેક્ટિસ કરતી હતી. એક દિવસ તેના પિતાએ ગુસ્સે થઈને તેને ઘરમાં પૂરી દીધી પણ તેમ છતાં તેનું લક્ષ્ય તીરંદાજી જ રહ્યું. હાલ તે સફળ થઈ છે. તેના સચોટ લક્ષ્યએ તેને સાચી ખેલાડી બનાવી છે. હવે તેની નામના આંતર્રાષ્ટ્રીય સ્તરે થવા લાગી છે. તે તેના પિતાને હવે આરામ કરાવવા માગે છે.
ટિપ્પણીઓ નથી: