રેનુબાલા : ગરીબ ઘરની વજનદાર છોકરી
વર્ષ 2000. દ્રોણાચાર્ય અવોર્ડથી સન્માનિત અને વેઇટલિફ્ટિંગની કોચ મણિપુરમાં વેઇટલિફ્ટિંગની સંભાવના ગોતવા પહોંચી તો તે મણિપુરની નાની નાની છોકરીઓને વજનિયાં (ડમ્બેલ) ઊંચકતી જોઈ દંગ રહી ગઈ. મણિપુરના મજૂરો અને ખેડૂતોની નાની નાની છોકરીઓ મણિપુરના નાના અખાડાઓમાં જઈ જે મળે તેવા લોખંડનાં વજનિયાં ઊંચકીને મહેનત કરતી હતી.આ છોકરીઓનું લક્ષ્ય હતું મણિપુરની કુંજરાની દેવી, અનીતા ચાનુ તથા સનામાયા ચાનુ જેવી સફળ વેઇટલિફ્ટર બનવાનું. આ છોકરીઓનો જુસ્સો વધારવા કોચ તેમાંની પાંચ છોકરીઓને લખનૌ લઈ આવ્યા અને ત્યાંની સ્પોટર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં એડ્મિશન અપાવી દીધું. આ પાંચ છોકરીમાંની એક એટલે કોમનવેલ્થ ગેઈમ્સમાં સતત બીજી વાર વેઇટલિફ્ટિંગમાં ગોલ્ડ અપાવનારી રેનુબાલા. આ ઉપરાંત રેનુબાલાએ અનેક આંતર્રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતને મેડલ અપાવ્યા છે. કોમનવેલ્થમાં ગોલ્ડ મેળવ્યા પછી તેનું પહેલું વાક્ય હતું કે ઇનામની રાશિમાંથી હું પહેલાં મણિપુરમાં એક જમીન ખરીદીશ અને ભાઈને રોજગાર અપાવીશ. જોકે રેનુબાલાની સ્થિતિ હવે સારી છે. રેનુબાલાના સ્ટ્રગલના દિવસોમાં તેની પાસે બે ટંકનું ખાવાનું પણ ન હતું, પણ હવે તે રેલવેની અધિકારી બનવા જઈ રહી છે. તેના ભાઈને મણિપુરમાં ટ્રાન્સપોર્ટનો ધંધો છે, ગરીબ ઘરની રેનુની સફળતા તેની મહેનતમાં જ છુપાયેલી છે.
કૃષ્ણા પુનિયા: પુત્રથી દુર રહેવાનું બલિદાન સફળ રહ્યુંબીજો એક ઇતિહાસ રચ્યો કૃષ્ણા પુનિયાએ. છેલ્લાં 52 વર્ષમાં ભારતના એક પણ એથલેટસને આવી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મળ્યો ન હતો. ભારતને મેડલ અપાવવા અને 52 વર્ષનું મહેણું ભાંગવા એક મા તેના નાનકડા દીકરાથી પાંચ-પાંચ વર્ષ સુધી દૂર રહી. છોકરાને તેના પિતા અને સાસુ પાસે રાખીને સ્પોટર્સ કેમ્પસમાં પ્રેક્ટિસ કરતી રહી. અંતે તેની પ્રેક્ટિસ અને મહેનતે કોમનવેલ્થમાં ડિસ્ક થ્રોમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ભારતની આ માને ધન્ય છે. ગોલ્ડ મેડલ જીત્યા પછી પણ કૃષ્ણા તેના દીકરાને પાંચ મિનિટ પણ મળી શકી નહિ, કારણ કે મેચ બાદ થોડી ફોર્માલિટી કરવાની હોય છે. કૃષ્ણા પુનિયા રાજસ્થાનના એક નાનકડા ગામની વહુ છે. લગ્ન અને પુત્રના જન્મ પછી તેણે આ રમત છોડી દીધી હતી. પણ પતિની સાથે ફરી તે મેદાને ઊતરી અને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો.આ પહેલાં કૃષ્ણા પુનિયાનું સૌથી સારું પ્રદર્શન 2006માં દોહા એશિયાઈ ગેઇમ્સમાં રહ્યું હતું. કૃષ્ણા પુનિયાએ ત્યારે કાંસ્ય પદક મેળવ્યો હતો. 2006ની મેલબોર્ન કોમનવેલ્થ ગેઇમ્સમાં પણ તેણે સારું પ્રદર્શન કર્યું હતું. અર્જુન અવોર્ડથી સન્માનિત થયેલી કૃષ્ણા પુનિયાએ અનેક સ્ટ્રગલ કરીને આજે ભારતને ગોલ્ડ મેડલ પી ગૌરવ અપાવ્યું છે. એક નાનકડા પુત્રનો પ્યાર, પતિની સહાય અને સાસુના સહકાર વગર કૃષ્ણા આ ગૌરવ ભારતને અપાવી શકે તેમ નહોતી એની નોંધ લેવી ઘટે.

ટિપ્પણીઓ નથી: