

મહિલા કુસ્તી
હમ ભી કિસી સે કમ નહિ...
હરિયાણાના નાનકડા ગામ ભવાનીની ત્રણ પહેલવાન બહેનોની પણ આ જ કહાની છે. આ ત્રણમાંથી બે બહેનોએ ભારતને ગોલ્ડ મડલ અપાવ્યો છે અને એક બહેને સિલ્વર મડલ અપાવ્યો છે. છોકરીઓની રમત પ્રત્યેની રુચિ જોઈ પિતાએ ઘરે જ અખાડો બનાવી દીધો. પછી તો અખાડામાં માસ્તરની છોકરી પણ પ્રેક્ટિસ કરવા આવતી થઈ. ઘર એક અખાડો બની ગયું. ત્રણ બહેનો અખાડામાં પ્રેક્ટિસ કરવા લાગી અને કોમનવેલ્થમાં આપણને ત્રણ-ત્રણ મેડલ પણ અપાવ્યા. આ ત્રણ છોકરીઓ એટલે ગીતા, બબીતા અને અનિતા.19મી કોમનવેલ્થ ગેઈમ્સમાં મહિલા કુસ્તીમાં ગીતા, અનીતા અને અલકાએ ગોલ્ડ મેડલ તથા બબીતાએ સિલ્વર મેડલ મેળવી ભારતને ગૌરવ અપાવ્યું છે. મહિલા કુસ્તીનું પ્રદર્શન જોઈ આનંદિત થયેલા કુસ્તીના કોચ મહાબલી સતપાલનું કહેવું હતું કે પહેલી વાર કુસ્તીમાં ભારતીય મહિલાએ પોતાની શક્તિ બતાવી છે. અલકા, ગીતા અને અનીતાએ કુસ્તીમાં જે ટેક્નિક અપ્નાવી છે તે બેજોડ છે. તેમની ટેક્નિક એટલી બધી સચોટ હતી કે તમે કોમ્પ્યુટરમાં સ્લો ઇમોશનમાં તે મેચ નિહાળો તો પણ તેમાં કોઈ ખામી ન નીકળે. કોચનું કહેવું છે કે બબીતા ભલે ફાઈનલ હારી ગઈ હોય પણ તેની રમત પણ અદ્ભુત રહી છે. આપણી તૈયારી જો આવી જ ચાલતી રહેશે તો એશિયાઈ ગેઈમ્સ અને ઓલિમ્પિક્સમાં પણ કુસ્તીમાં આમનું પ્રદર્શન સારું રહેશે.
ટિપ્પણીઓ નથી: