
કુશ્તીનો કરીશ્મા: સુશીલ કુમાર
સુશીલ કુમારે ભારતમાં કુસ્તીને એક નવી ઊંચાઈએ પહોંચાડી છે. બેઇજિંગ આલિમ્પિકમાં બ્રોન્ઝ મડલ પછી વિશ્ર્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મડલ અને હવે કોમનવેલ્થ ગેઈમ્સમાં ગોલ્ડ મડલ જીતી સુશીલે સાબિત કરી આપ્યું છે કે આ પહેલવાન હવે જલદી કોઈનાથી પટકી ખાય તેવો નથી.દિલ્હીના એક નાનકડા એવા બાપરોલા ગામમાં 1982માં જન્મેલો સુશીલ કુમાર આજે કુસ્તીમાં ભારતનો હીરો છે. સુશીલ કુમારને બાળપણથી જ કુસ્તીમાં રસ હતો. આજે પણ તેમનું લક્ષ્ય આલિમ્પિકમાં ગોલ્ડ મેળવવાનું છે. સુશીલ કુમારે દિલ્હી વિશ્ર્વવિદ્યાલયમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે.સુશીલ કુમારની આ સફળતા પાછળ તેના માતા-પિતાનો તો ફાળો છે જ પણ તેના ગુરુ મહાબલી સતપાલનો પણ મહત્ત્વનો ફાળો રહ્યો છે. બાળપણથી જ સુશીલ કુમાર સતપાલ જોડે કુસ્તીના દાવ-પેચ શીખતો આવ્યો છે. સુશીલ કુમારનું ધારદાર શસ્ત્ર છે તેનું અનુશાસન. બેઈજિંગમાં સફળ થયા પછી પણ તેણે તેનું સ્વયં શિસ્ત છોડી નહિ. તેના ગુરુ મહાબલી સતપાલનું કહેવું છે કે તે ખૂબ જ અનુશાસનમાં માને છે. તે ખૂબ જ મહેનતુ છે. આટલી સફળતા પછી પણ તે તેના અભ્યાસમાં જરા પણ ઢીલાશ મૂકતો નથી. તેની રેગ્યુલર પ્રેક્ટિસે જ તેને બેઈજિંગની જીત પછી પણ તેને વિશ્ર્વચેમ્પિયન બનાવ્યો છે. અર્જુન અવોર્ડથી સન્માનિત થયેલ સુશીલ કુમારે આ પહેલાં 2006માં દોહા, એશિયાઈ ગેઈમ્સમાં પણ કાંસ્ય પદક મેળવ્યો હતો. 2007માં સીનિયર એશિયાઈ ચેમ્પિયનશિપમાં સુશીલ કુમારે સિલ્વર મડલ અને ત્યાર પછી કેનાડામાં આયોજિત રાષ્ટ્રમંડળ કુસ્તી સ્પર્ધામાં પણ તેણે ગોલ્ડ મડલ મેળવ્યો છે. હાલ સુશીલ કુમાર ભારતીય રેલવેમાં પણ કાર્યરત છે.
ગેમ્સ વિલેજનો લોકપ્રિય એથ્લેટગેમ્સ
વિલેજ માટે ખાસ શ કરવામાં આવેલા અખબાર ‘ગેમ્સ વિલેજ ન્યૂઝપેપર’ દ્વારા કોમનવેલ્થ ગેમ્સ વિલેજમાં સૌથી લોકપ્રિય એથ્લેટ કોણ તે અંગેનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં ગેમ્સ વિલેજમાં વસવાટ કરી રહેલા એથ્લેટ્સનો અભિપ્રાય જાણવામાં આવ્યો હતો, જેમાં સુશીલ કુમારને સૌથી વધુ 32 ટકા મત સાથે સૌથી લોકપ્રિય એથ્લેટ જાહેર કરવામાં આવ્યો છે. આ સર્વેક્ષણમાં સાયપ્રસનો શૂટર ર્જ્યોર્જિસ એચિલોસ બીજો અને સાનિયા મિર્ઝાએ ત્રીજો ક્રમ મેળવ્યો હતો. આ સર્વેક્ષણ રજૂ કરતાં ‘ગેમ્સ વિલેજ ન્યૂઝપેપરે’ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે સુશીલ કુમાર સારો એથ્લેટ તો છે જ તેની સારો તેનું વ્યક્તિત્વ ખૂબ જ નમ્ર છે. સુશીલ કુમારના ચહેરા પર હંમેશાં સ્મિત જોવા મળે છે અને તે અન્યને મદદ કરવા હંમેશાં તત્પર હોય છે.
ગિલે સુશીલ કુમારના કોચને હડધૂત કર્યા
ગિલે સુશીલ કુમારના કોચને હડધૂત કર્યા
બેઈજિંગ આલિપિકમાં બ્રોન્ઝ મડલ જીત્યા બાદ સુશીલ કુમારે કહ્યું હતું કે જો મારા ગુરુ મારી સાથે ન હોત તો હું આ સફળતા ન મેળવી શક્યો હોત માટે મારો આ બ્રોન્ઝ મડલ મારા ગુરુ મહાબલી સતપાલજીને અર્પણ. આવા ગુરુનું સુશીલ કુમાર સામે કોઈ અપમાન કરે તો? આપણા સ્પોટર્સ મિનિસ્ટર ગીલ સાહેબે આ જ કર્યું છે.એમાં થયું એવું કે, કેન્દ્રીય રમતમંત્રી એમ.એસ. ગિલે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મડલ જીતી ઇતિહાસ રચવા બદલ સુશીલ કુમારને પિયા 10 લાખનો પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે ગિલે સુશીલકુમારના કોચ સતપાલસિંહને અપમાનિત કરતાં મીડિયા દ્વારા ફોટો લેતી વખતે ફ્રેમમાંથી બહાર કરી દીધા હતા. કોચ સતપાલને ફ્રેમમાંથી હડસેલો મારી માત્ર ગિલે સુશીલ કુમાર સાથે ફોટો પડાવ્યો હતો. ગિલ કેમેરામાં એમ કહેતા ઝડપાઈ ગયા હતા કે અહીં સુશીલના કોચની કોઈ જ જર નથી.
ટિપ્પણીઓ નથી: