પતંજલિ બ્રાન્ડના સફળતાના કારણો જાણવા જેવા છે...!

baba ramadev


#  પતંજલિની પ્રોડક્ટ્સ લોકોએ સ્વીકારી તેનું પહેલું કારણ તેની સસ્તી કિંમત છે. પતંજલિની ૧૦૦ ગ્રામની ટૂથપેસ્ટ માત્ર રૂ. ૩૫માં આવે છે, જ્યારે કોલગેટ કે ડાબરની ટૂથપેસ્ટ ૪૭ રૂ.ની આસપાસ પડે છે. આવી બીજી બધી જ વસ્તુમાં થાય છે. બહુરાષ્ટ્રીય કંપની અહીં જ પતંજલિ બ્રાન્ડ સામે માર ખાય છે.

# પતંજલિ બ્રાન્ડે બજારની માંગનો ખૂબ નજીકથી અભ્યાસ કર્યો છે. આ અભ્યાસના આધારે તેણે પ્રોડક્શન શ‚ કર્યુ.  ટૂથપેસ્ટ, ઓલિવેરા જ્યુસ, શુદ્ધ ઘી, કેશ ક્રાંતિ જેવી પ્રોડક્ટસ બનાવી... હાલ નુડલ્સ અને બાળકોનો પાવડર પાવર વિટા પણ બાબા રામદેવની પતંજલિ બ્રાન્ડ બનાવે છે. આજે આવી નાની-મોટી ૭૦૦ પ્રોડક્ટસ ઉત્પાદન બાબાની ફેકટરીઓમાં થાય છે.

# વિદેશી કંપનીઓને ટક્કર આપી શકે તેવું ગુણવત્તા પેકિંગ બાબા રામદેવની પ્રોડક્ટસમાં છે.

# ફેસ ટુ ફેસ પબ્લિસિટી બાબા રામદેવની તાકાત છે. શિબિરોમાં કરોડો લોકો આવે છે. સેલિબ્રિટીઓ અમિતાભથી લઈને દિપીકા પદૂકોણ સુધીની બધી જ ફિલ્મી હસ્તીઓ બાબા રામદેવના યોગની દિવાની છે. અહીંથી પતંજલિ બ્રાન્ડને વેગ મળે છે. લોકોનો વિશ્ર્વાસ વધે છે.

# બીજું દેશમાં બાબા રામદેવના અનુયાયીઓ તેમના ટ્રેનિંગ સેન્ટરમાં દરરોજ ૧ લાખ કરતાં વધારે યોગા ક્લાસનું આયોજન કરે છે. અહીંથી પણ પતંજલિ બ્રાન્ડને વેગ મળે છે.

# બાબા રામદેવ પાસે દેશભરમાં ફેલાયેલું અદ્ભુત નેટવર્ક છે. આખા દેશમાં તેમનાં આયુર્વેદિક ચિકિત્સાલય અને ચેરિટેબલ ટ્રસ્ટ કાર્યરત છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ પાસે આ માઈક્રો નેટવર્ક નથી. માટે બહુરાષ્ટ્રીય કંપનીઓ દેશના ખૂણે ખૂણે વસતા સામાન્ય લોકો સુધી પોતાની પ્રોડક્ટસ પહોંચાડી શકતી નથી. જ્યારે બાબા પાસે પતંજલિની પ્રોડક્ટસ પહોંચાડવા માટે સ્થળ અને કાર્યકર્તા બન્ને છે.

# શુદ્ધતા પતંજલિની બ્રાન્ડની ઓળખ છે. લોકોને વિશ્ર્વાસ પતંજલિ બ્રાન્ડ પર અને બાબા રામદેવ પર છે. વિશ્ર્વાસથી અને રાષ્ટ્રીયપણાના ગૌરવથી તેમની પ્રોડક્ટસ લોકો ખરીદે છે.

# બાબા રામદેવની વસ્તુ સસ્તી કેમ છે તેનું કારણ છે તેઓ કાચો માલ સીધો ખેડૂતો પાસેથી ખરીદે છે. અહીં વચેટિયાઓ માટે કોઈ સ્થાન નથી. માટે કાચો માલ સસ્તો મળે છે.

# બીજું કે બાબાનો ઉદ્દેશ પ્રોફિટ મેળવવાનો નથી. ઓછામાં ઓછી કિંમતે પ્રોડક્ટસ તૈયાર થાય તે જ તેમની પ્રાયોરિટી છે. બહુરાષ્ટ્રીય કંપનીઓનો ઉદ્દેશ નફો કરવાનો છે, જ્યારે બાબાનો ઉદ્દેશ સેવા કરવાનો છે.

# ત્રીજું બાબા કહે છે કે બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કરોડોનો પગાર ધરાવનાર અધિકારીઓ હોય છે. અમારે ત્યાં આવો ઊંચો પગાર ધરાવતા અધિકારીઓ નથી, જેનું પરિણામ અમને સસ્તી પ્રોડક્ટ્સના રૂપે મળે છે.

# હમણાં જ બાબા રામદેવે ફ્યુચર ગ્રુપ સાથે જોડાણ કર્યુ છે. ફ્યુચર ગ્રુપના દેશનાં ૨૪ જેટલાં શહેરોમાં પોતાના સ્ટોર છે. અહીં પણ બાબાની પ્રોડક્ટસ વેચાય છે. બીજું પતંજલિની પ્રોડક્ટસ હવે બીગ બજાર, મોલ સુધી પહોંચી ગઈ છે.

# બાબા રામદેવની સમયબદ્ધતા અદ્ભુત છે. નુડલ્સનો વિવાદ થયો અને બાબાની નજર દેશના ૫૩૦૦ કરોડના નુડલ્સના વેપાર પર ગઈ. તેમણે પોતાની નુડલ્સ બહાર પાડી અને જાહેર કર્યંુ કે આ હેલ્થી છે. એનું કારણ પણ તેમની પાસે છે. તેઓ કહે છે કે અમારી નુડલ્સ લોટમાંથી બને છે. મેંદામાંથી નહિ. મેંદાની નુડલ્સ ચાઈનિઝ કહેવાય.

# એ જ રીતે બોર્નવિટા, હોર્લિક, ચેમ્પિયન જેવી બાળકોની પ્રોડક્ટસની પણ બજારમાં માંગ છે. બાબાએ તેની સામે ‘પાવર વિટા’નો પાવડર બહાર પાડ્યો છે. પાવર વિટાની એન્ટ્રીથી સાથે જ અન્ય પ્રોડક્ટનું વેચાણ ઘટવા લાગ્યું છે. બાબા કહે છે, ટૂંક સમયમાં અમે અહીં પણ નંબર વન પર હશું.

# બાબા પરનો વિશ્ર્વાસ, સ્વદેશીપણાનો અહેસાસ, ગુણવત્તાયુક્ત અને સસ્તી કિંમત જ પતંજલિ બ્રાન્ડની ઓળખ બની છે, જેનાં કારણે આજે તેમનો બિઝનેસ ‚. ૨૫૦૦ કરોડ કરતાં પણ આગળ વધી ગયો છે.

baba ramadev


બાબા રામદેવ કહે છે...

# ભારતીયોને તેમની પરંપરા તરફ પાછા વાળવા માટેની છે અમારી આ પ્રોડક્ટસ.
# બનાવટી ફ્લેવર અને કેમિકલ્સવાળી વસ્તુ વેચી વિદેશી કંપનીઓ ભારતીયોને મૂર્ખ બનાવે છે.
# શરીરને નુકસાન પહોંચાડનારી ચીપ્સ, વેફર વેચી આ બહુરાષ્ટ્રીય કંપનીઓ કરોડો ‚પિયા કમાય છે. લોકો વેફર નહિ ધીમું ઝેર ખરીદી રહ્યા છે.
# અમારી સફળતામાં મીડિયાનો રોલ અદ્ભુત છે. પતંજલિને ઊભી કરવામાં ૧૦ ટકા રોલ અમારો બાકી ૯૦ ટકા રોલ મીડિયાનો છે.
# અમે કોઈની નિંદા કરતા નથી કે કોઈને નીચે પાડવા માંગતા નથી. અમે તો ભારતીયોમાં સ્વદેશીનો ભાવ જગાવવા માગીએ છીએ કે જેથી ભારતીય ‚પિયો બહાર ન જાય.

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.