ધીરુભાઈ અંબાણી : આ શું ધંધો કરે છે...? આમ તો કાંઈ ધંધો થતો હશે...?

dhirubhai ambani


ધીરુભાઈ અંબાણી : આ શું ધંધો કરે છે...? આમ તો કાંઈ ધંધો થતો હશે...?

ધીરુભાઈ અંબાણી, આ નામથી માત્ર ભારત જ નહિ સમગ્ર વિશ્ર્વમાં ભાગ્યે જ કોઈક અજાણ્યું હશે. બાળમિત્રોને એ પણ ખબર હશે કે, સફળતાના શિખરે પહોંચવા માટે તેઓને કેટલો બધો સંઘર્ષ કરવો પડ્યો હતો. ગુજરાતનાં એક નાના અમથા ગામમાં જન્મેલા ધીરુભાઈ અંબાણીના પિતા હીરાચંદભાઈ 18.jpgપ્રાથમિક શાળાના એક સામાન્ય શિક્ષક. માતા જમનાબહેન ગૃહિણી હતાં. પિતા શિસ્તના સખત આગ્રહી અને માતા ધર્મવૃત્તિવાળાં એટલે તેઓને ધર્મ અને શિસ્તના ગુણો વારસામાંથી જ મળ્યા હતા. ત્રણ ભાઈ અને બે બહેનો વચ્ચે ધીરુભાઈનું બાળપણ ખૂબ જ અછત અને સંઘર્ષમય રહ્યું હતું, પરંતુ આર્થિક સંકડામણ પણ નાનાઅમથા ધીરુભાઈને ક્યારેય ડગાવી શકી નહીં. તેઓ જ્યારે પણ સમય મળતો ત્યારે નાની-મોટી વસ્તુઓનો વ્યાપાર કરી થોડા ઘણા પૈસા જરૂરથી કમાઈ લેતા, જેના પરિણામે કુટુંબને થોડાં તો થોડાં પરંતુ આર્થિક ટેકો જરૂરથી રહેતો.

તેઓના બાળપણનો એક પ્રસંગ પ્રસિદ્ધ છે. જ્યારે તેઓ માત્ર ૧૫ વર્ષના હતા ત્યારે ગામના એક જથ્થાબંધ વ્યાપારીની પાસેથી એક ટીન મગફળીનું તેલ ઉધાર લઈ આવ્યા અને સડકના કિનારે બેસી ગયા. બધાને લાગ્યું કે, આ શું ધંધો માંડ્યો છે...? આમ તો કાંઈ વ્યાપાર થતા હશે...? પરંતુ આ તો ધીરુભાઈ માને તો શેના...! બધાના આશ્ર્ચર્યની વચ્ચે પોતાની વ્યાપારિક બુદ્ધિથી આખેઆખું ટીન તેલ વેચી માર્યું. આવી જ રીતે નાનાં નાનાં કામો કરી તે ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થતા હતા. જ્યારે શાળામાં રજાઓ હોય ત્યારે તે મેળામાં ભજિયાં-પકોડીની લારી લગાવી પૈસા કમાઈ લેતા હતા. તેઓ માત્ર ૧૭ વર્ષની વયે હાલના યમનમાં ચાલ્યા ગયા અને ત્યાં પેટ્રોલ વેચવાનું કામ પણ કર્યું. બાળમિત્રો, ભારતના આ નંબર ૧ ઉદ્યોગપતિના જીવનના આ પ્રસંગો પરથી આપણને શીખ મળે છે કે, કોઈપણ કામ નાનું કે મોટું નથી હોતું, બસ કરનાર અને કામને મૂલવનારની ભાવના જ તે કામને નાનું-મોટું બનાવે છે અને જો તમારે મોટી સફળતા મેળવવી હશે તો શરૂઆત ધીરુભાઈ અંબાણીની માફક નાના કામથી જ કરવી પડશે.

ધીરુભાઈ અંબાણી રીલાયન્સ નામના જંગી ઉદ્યોગગૃહના સ્થાપક બન્યા.

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.