ગુજરાતને જાણવું હોય તો આ એક માત્ર રચના વાંચી લો, ગુજરાતી તરીકે છાતી ૫૬ની થઈ જશે…



ગુજરાતની ઐતિહાસિક,ભૌગોલીક અને રાજકીય માહિતીથી આપણે બધા પરિચિત છીએ. પણ ગુજરાતના પ્રસિધ્ધ હાસ્ય કલાકાર, લેખક, વક્તા  સાંઈરામ દવેના એક ગીત પરથી આજે તમને ગુજરાત શું છે એ જણાવવું છે. સાઇરામ દવે જ્યારે આ ગીત દાયરામાં કે કોઇ કાર્યક્રમમાં ગાય છે ત્યારે એક ગુજરાતી તરીકે ગુજરાત અને ગુજરાતીની રચના સાંભળી રીતસર રૂવાડા ઉભા થઈ જાય છે. તમે પણ વાંચો અને સાંભળો…

ગુજરાત છે અમરતધારા....

જ્યાં સાંજ સવારે ભક્તિવાદકના નિત વાગે નગારા,
ગુજરાત છે અમરતધારા,ગુજરાતી સૌથી ન્યારા,
જેના સંત,ફકીરો,ભગત,શુરાને વંદન વારંવારા,
ગુજરાત છે અમરતધારા,ગુજરાતી સૌથી ન્યારા..

આ સાવજની ધરતી છે જેના હૈયા હિંમતવાળા,
જ્યાં એકબીજાને ચાહે,ઝંખે કોઈના વિખે માળા,
જ્યાં મહેમાનો માટે માથા દે દઉં એને ભલકારા,
ગુજરાત છે અમરત ધારા,ગુજરાતી સૌથી ન્યારા..

આ ચંદ્રની ઉપર ભલે પહોંચતી વિશ્વની કોઈપણ જાતિ,
પણ દુકાન કરશે ચંદ્રની ઉપર પહેલો આ ગુજરાતી,
અમે દિલથી જીવીએ,દિલથી મરીએ,દિલ દઈ દઈ ફરનારા,
ગુજરાત છે અમરત ધારા ગુજરતી સૌથી ન્યારા...

હવે ધરમ કોમના થાય ના ભડકા,બુરી નજરના લાગે,
હવે આખી દુનિયા ઉજળી કરવા,સૌ ગુજરાતી જાગે,
આ સાંઈરામ માંગે,નભમાં ચમકે ગુર્જરના સિતારા,
ગુજરાત છે અમરત ધારા ગુજરાતી સૌથી ન્યારા....

- સાંઇરામ દવે

સાંભળો....https://www.facebook.com/gujaratnejano/videos/276364269597211/


YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.