આપણે કહીએ છીએને કે અમુક વસ્તું અમૂલ્ય હોય છે. સાચે જ હોય છે કે જેની જોઇ કિંમત હોતી નથી..આવો જાણીએ....કે એવી તો કઈ વસ્તું છે જે પૈસાથી નથી ખરીદી શકાતી...
# Manners – શિષ્ટાચાર, સંસ્કાર
બોલો આ ખરીદી શકાય? પૈસાથી સંસ્કાર આવતા હોય તો વાત જ શું હતી, બધા ધનવાનોના બાળકો સંસ્કારવાન જ હોત ને. પણ યાદ રાખો મિત્રો પૈસાથી સંસ્કાર ન જ ખરીદી શકાય....# Morals – નિતીમત્તા
સંસ્કારની સાથે નિતીમત્તા આવે જ. જેમ સંસ્કાર ન ખરીદી શકાય તેમ નીતિમત્તા પણ ન ખરીદી શકાય.# Respect – આદર
આદર આપવો એ આપણી સંસ્કૃતિ છે. અને ઇતિહાસ ગવાહ છે કે સંસ્કૃતિ મીટાવી શકાતી નથી તો વેચી તો કઈ રીતે શકાય? આપણે ત્યાં વડિલો સહિત નાના બાળકોને પણ આદર આપવાની પરંપરા રહી છે.# Chaaracter – વ્યક્તિત્વ
આજ કાલ વ્યક્તિત્વ ઉભું કરી શકાય છે. માર્કેટીંગમાં આપણે જેને ઇમેજ બિલ્ડીંગ કહીએ છીએ. તમે કહેશો કે આ પૈસાથી થાય જ છે. પણ એક વાત યાદ રાખો એ કેટલા દિવસ ટકે છે. વ્યક્તિત્વ સંસ્કાર, નિતિઓ, સિદ્ધાતથી ઊભું થાય છે. સારા વિચારની સાથે સારું આચરણ જેનું હોય તેનું વ્યક્તિત્વ જ ટકી શકે છે. બાકી અનેક ઇમેજ બિલ્ડીંગ થઈ ગઈ અને ભૂલાઈ પણ ગઈ...શું કહેવું ?
# Common Sence – સામાન્ય સમજણ
સમજણ પૈસાથી ન આવે અનૂભવથી આવે. અને અનુભવ લેવા મેદાને ઉતરવું પડે.# Truth – સત્ય
સત્ય કડવું હોય છે અને જીત પણ સત્યની જ થાય છે એ તો તમે સાંભળ્યું જ હશે પણ સત્ય ખરીદી પણ નથી શકાતું. તમે કહેશો કે આજે ખરીદાય છે. પણ સત્ય એ છે કે એ સત્ય નહિ જૂઠ ખરીદાય છે.
# Patience – ધીરજ, ધૈર્ય
ધીરજ, સહનશક્તિ અને શ્રદ્ધાથી આખી દુનિયા જીતી શકાય છે. પણ પ્રશ્ન એ છે કે આ લાવવી ક્યાંથી? આનો જવાબ તમે સ્વયં જ આપી શકો કેમ કે એ તમારે જાતે તમારામાં ઉભી કરવાની છે. એ કોઇ દુકાને પૈસાથી મળતી નથી# Class- યોગ્યતા
યોગ્યતાનું પણ એવું છે. પૈસાથી ડીગ્રી મેળવી શકાય છે પણ લાયકાત, યોગ્યતા મેળવી શકાતી નથી. એના માટે તો મહેનત જ કરવી રહી
# Integrity - પ્રામાણિકતા
પ્રામાદિકતાનો કોઇ મોલ ન હોય આવું આપણે અનેક વાર સાંભળ્યું હશે. સાચી પ્રામાણિકતાની કોઇ કિંમત હોતી નથી માટે તે પૈસાથી ખરીદી ન શકાય.
# Love - પ્રેમ
પ્રેમ તો તમે જાણો જ છો. તમે જ કહો પ્રેમ ખરીદી શકાય?લેખન અને સંપાદન : Gujarati kem chho Team
તમે આ લેખ Gujarati kem chho Team ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક ગુજરાત, ગુજરતી ભાષા, ગુજરાતી સંસ્કૃતિ , જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય “Gujarati-કેમ છો?” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…