ગુજરાત The Anti Terrorist Squad (ATS)ની ચાર મહિલા અધિકારીઓની ટીમે આજે હિસ્ટ્રી શીટર ગુનેગાર જુસાબ અલ્લારખાને બોટાદના જંગલોમાંથી ઉંઘતો ઝડપી લીધો છે. એટીએસના મહિલા પીએસઆઇ એસ.કે. ઓડેદરા અને ટીમે બોટાદ નજીક દેવગઢ ગામના ડુંગરાળ વિસ્તારમાંથી તેને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે હત્યા, લૂંટ, હુમલા, પોલીસ પર કે સરકારી અધિકારીઓ પર હુમલો, પોલીસની કેદમાંથી ભાગી જવું… જેવા જુદા જુદા ૨૩ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
એટીએસના ડીઆઇજી હિમાંશુ શુક્લાએ આ ઓપરેશન સફળ થયા પછી જણાવ્યું હતું કે દરેકને પોતાની કબેલિયત બતાવવાની તક મળવી જોઇએ. આ બહાદૂર મહિલાઓને આ તમ મળી અને તેમણે ખૂબ જવાબદારી અને બહાદૂરી પૂર્વક આ કામ કરી બતાવ્યું છે…આ મહિલા અધિકારીઓ મીડિયાને આપેલી મુકાલતમાં જાણવે છે કે,…..
પીએસઆઈ સંતોકબેન ઓડેદરા
બે દિવસ પહેલા જ બે આરોપીને જેલ ભેગા કરનાર પીએસઆઈ સંતોકબેન ઓડેદરાએ આ ઓપરેશન બાદ જણાવ્યુ હતું કે, હું દ્રારકાની છું. મારા પરિવારમાં કોઈપણ વ્યક્તિ પોલીસ વિભાગમાં નથી. જયાં અન્યાય થાય ત્યાં વિરોધ કરી ન્યાય મળે તે માટે કામ કરવાની મારી ટેવે મને પોલીસ બનવા તરફ લઇ ગઈ છે. લોકોને ન્યાય મળે તે જ જીવનમંત્ર છે.
આ મિશન પૂર્ણ કર્યા પછી તેમણે જણાવ્યું કે આ મિશન પડકાર જનક હતું પણ અમે મહિલા છીએ એટલે નહી પણ વિસ્તારની ભૂગોળની દ્રષ્ટીએ આ મિશન પડકાર જનક હતું. અમારું ત્રણ મહિનાથી ટ્રેકિંગ ચાલુ હતું. અમને પીએસાઆઈ અગ્રાવત સાહેબથી માહિતી મળી કે બોટાદના અંતરિયાળ વિસ્તારમાં અલ્લારખા ચૂપાયેલો છે. આથી મોડી રાતે અમે ત્યાં પહોંચવાનું નક્કી કર્યુ અને સવારે તેને પકદી લીધો…
પીએસઆર સકુંતલા મલ
મહિલા પીએસઆઈ સકુંતલા મલ દાહોદના વતની છે. તેમના નાના પોલીસ વિભાગમાં હતા એટલે તેમને બાળપણથી નાનાની જેમ પોલીસ બનવાની ઇચ્છા હતી. નાનાના કારણે તેમના મનમામ પોલીસ પ્રત્યે ખૂબ ભાવ હતો. આથી એમએસસી સુધીનો અભ્યાસ કરી તેમણે પોલીસ અધિકારી બનવાનો નિર્ણય કર્યો. સમાજ સેવા અને લોકોને ન્યાય અપાવવો તેમની પહેલી પ્રાથમિકતા રહી છેપીએસઆઈ નિત્મિકા ગોહિલ
તેમના પિતા જ પોલીસ અધિકારી હતા. હવે તમના પિતા નિવૃત છે. તેમના પિતા જ તેમના માટે પ્રેરણા છે. ગુનેગારોને સબક શીખવાડવો જ જોઇએ તેવું તેમનું સ્પષ્ટ માનવું છે. લોકોનું ભલું કરવામાં આગળ રહેવું જોઇએ એવું મારું માનવું છે.
નિકિત્મા ગોહિલે જણાવ્યું હતું કે તે સાવ સાધારણ માનવીની જેમ રહેતો હતો. ભૌતિક સાધનોથી તે દૂર રહેતો. માત્ર બાઈક કે ઘોડાનો તે ઉપતોગ કરતો. ગુનો કરી તે એવી જગ્યાએ છૂપાઈ જતો જ્યાં સામાન્ય માનવીને પહોંચવું અશકય લાગે. તે સાથે બંધૂક પણ રાખતો. માટે જ્યારે તે સૂતો હતો ત્યારે જ વહેલી સવારે તેને પકડી લીધો હતો. અમારા માટે આ આનંદની વાત છે કે તે પકડાઈ ગયો કેમ કે સ્થાનિક પોલીસ માટે પણ તે માથાનો દુઃખાવો બની ગયો હતો…

