નિવૃત્તિ પછી સુરેશ રૈનાનો ધડાકો, કહ્યું જો ૨૦૧૯ની ભારતીય ટીમમાં આ ખેલાડી હોત તો આપણે વર્લ્ડ કપ જીતી શક્યા હોત
Suresh Raina એ કહ્યું કે ચોથા નંબરે આ ખેલાડી હોવો જોઇએ
સુરેશ રૈનાએ ક્રિકબસ સાથે વાત કરી. એમા તેણે અનેક નવી વાતો ક્રિકેટ અને ખેલાડી સંદર્ભે વાત કરી. તેણે એક ધડાકો પણ કર્યો કે જો આ ખેલાડી ૨૦૧૯ની ભારતીય ટીમમાં સામેલ હોય યો આ વર્લ્ડ કપ આપણી પાસે હોત.
ગઈ ૧૫મી ઓગષ્ટે પહેલા મહેન્દ્રસિંહ ધોનીએ નિવૃત્તિ જાહેર કરી અને તેના થોડા કલાક બાદ જ સુરેશ રૈનાએ પણ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી હતી. આ ન્યુઝ ત્યાર પછી સોશિયલ મીડિયામાં ટ્રેન્ડમાં રહ્યા અને હવે આ મહાન ખેલાડીઓની નવી નવી વાતો મીડિયા થકી આપણી સમક્ષ આવી રહી છે. તમે આ સંદર્ભે અનેક કિસ્સા, નવી વાત વાચી હશે જ!
આ બધાની વચ્ચે હમણા જ સુરેશ રૈનાએ ક્રિકબસ સાથે વાત કરી. એમા તેણે અનેક નવી વાતો ક્રિકેટ અને ખેલાડી સંદર્ભે વાત કરી. તેણે એક ધડાકો પણ કર્યો કે જો આ ખેલાડી ૨૦૧૯ની ભારતીય ટીમમાં સામેલ હોય યો આ વર્લ્ડ કપ આપણી પાસે હોત.
![]() |
Ambati Rayudu And Suresh Raina |
સુરેશ રૈનાનું માનવું છે કે અંબાતી રાયડૂ ૨૦૧૯ની વર્લ્ડ કપની ટીમનો હિસ્સો હોવો જોઇતો હતો. વર્લ્ડ કપમાં રાયડૂને નંબર ચાર પર લેવાની જરૂર હતી. તેણે જણાવ્યું કે ઇગ્લેન્ડમાં યોજાયેલા વિશ્વ કપમાંથી અંબાતી રાયડૂને પડતો મૂકવામાં આવ્યો હતો. આ દરમિયાન એકાદ ખેલાડી ઇજાગ્રસ્ત થયા પછી પણ રાયડૂની પસંગી ન થઈ. આ પછી જ રાયડૂએ નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. પણ તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં વાપસી કરી છે અને પ્રદર્શન પણ કર્યું છે.
સુરેશ રૈના જણાવે છે કે ટીમમામ ચોથા નંબરે રાયડૂ એક દમ ફીટ બેસે છે. તે સરો ખેલાડી છે. આઈપીએલ દરમિયાન તેણે જે રીતે બેટિંગ કરી તેનાથી હું ખૂબ પ્રભાવિત હતો. તે ચોથા નંબરે સારી રીતે રમી શકે છે. વોશ્વકપમાં રાયડૂં ચોથા નંબરે રીમમાં સામિલ હોત તો આજે વિશ્વવિજેતા આપણે હોત.