બાળકોને ક્રિએટીવ બનાવતા ટીવી શાઝ

બાળકોને ક્રિએટીવ બનાવતા ટીવી શાઝ

બાળમિત્રો, ટીવી એટલે ઇડિયટ બોક્ષ, ટીવી બહુ ન જોવાય, ટીવી જોવાથી બગડી જવાય, ટીવી જોવાથી ભણતર બગડે છે... જેવાં વાક્યો તમને વારંવાર સાંભળવા મળતાં હશે. આજે ટીવી પર 100 જેટલી ચેનલ્સ જોવા મળે છે. તે દરેકમાં જુદી જુદી સીરિયલ, પ્રોગ્રામ, શો આવતાં હોય છે. મોટા ભાગે બાળકો કાર્ટૂન જોવાનું પસંદ કરતા હોય છે. મિત્રો, મનોરંજન માટે કાર્ટૂન પણ જોવા મળે, મનોરંજન પણ મળે અને સાથે સાથે જ્ઞાનવર્ધક વાતો પણ જાણવા મળે તો કેવું? તો આવો જાણીએ કેટલાક એવા ટીવી શો જે તમને મનોરંજનની સાથે કંઈક જ્ઞાનવર્ધક વસ્તુ પણ શીખવશે...
આર્ટ-અટેક-
આર્ટ-અટેક ડિઝની ચેનલોનો પ્રખ્યાત ટીવી શા છે. આ શાને ઇન્ટરનેશનલ લેવલના અવોર્ડો મળેલા છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું શીખવતો આ ક્રિએટીવ શા તમને સામાન્ય અને નકામી ચીજવસ્તુઓમાંથી જુદી જુદી ક્રિએટીવ વસ્તુ બનાવતાં શીખવશે. આ શા જોવાથી તમારા મનમાં ઘણાબધા નવા નવા ક્રિએટીવ વિચાર આવશે. આ શા જોયા પછી તમને લાગશે કે આટલી સરસ વસ્તુ બનાવવી કેટલી સરળ છે. સબમરીન, રોકેટ, વિમાન, શા પીસ, ફોટો ફ્રેમ તમે સરળતાથી અને આકર્ષક રીતે આ શા જોયા પછી બનાવી શકશો. ડિઝની ચેનલ પર આ શા દરરોજ આવે છે.
એફ એ ક્યુએફ એ ક્યુ --એટલે ક્લાસ‚મ, શિક્ષક, હોમવર્ક, ચોપડી, પુસ્તક વિનાનો વિજ્ઞાનની સમજ આપતો પ્રોગ્રામ. મિત્રો તમે ક્યારેય વિચાર્યું છે કે કૂકરની સીટી શા માટે અને કેવી રીતે વાગે છે, પંખી આકાશમાં વિજ્ઞાનના કયા નિયમને કારણે ઊડી શકે છે, વહેલ માછલી શા માટે ઊડી શકતી નથી? હા, વિચાર્યું હશે પણ આવા પ્રશ્ર્નોના જવાબ તમને નહિ મળ્યા હોય. વિજ્ઞાનને લગતા આવા સામાન્ય પ્રશ્ર્નોના જવાબ તમે આ શા પરથી મેળવી શકો છો! ઇમેઇલ કે ફોન દ્વારા તમે પ્રશ્ર્ન પણ આ શામાં પૂછી શકો છો. પછી સમય આવતાં તમારા પ્રશ્ર્નોનો જવાબ પણ આ શામાં સરળતાથી સમજાવવામાં આવે છે. આ શા વૈજ્ઞાનિક ઘટનાઓ આધારિત છે. તમે આ પ્રોગ્રામ જોવા ઇચ્છો તો ચેનલ પર સોમવારે અને રવિવારે અલગ અલગ સમય પર આ શાનું પ્રસારણ થાય છે.
નિંજા હથોડીનિંજા હથોડી કોમેડીથી ભરપૂર એનિમેશન સીરીઝ છે. નિંજા હથોડી તમને તમારો દોસ્ત બની ઘણી બધી સમજણ આપશે. મોટા સાથે વાત કેવી રીતે કરવી જોઈએ, મહેનત કરવાથી કયા કયા ફાયદા થઈ શકે છે. અનુશાસનમાં રહેવું કેટલું જ‚રી છે, આ બધું જ શીખવે છે. શાના અંતમાં બાળકને એક સુંદર સંદેશો મળે છે, જે બાળકોને ખૂબ કામ લાગે તેવો હોય છે. આ શા નીક ચેનલ પર દરરોજ જોવા મળશે.
એમએડી - મેડ (MAD)પોગો ચેનલ પર આવતો આ ટીવી શા ખરેખર જોવા, જાણવા જેવો છે. તમે જેટલીવાર આ શા જોશો તેટલા જ નવા વિચારો તમારા મનમાં આવશે. દુનિયાના બાળકોનો ફેવરિટ ગણાતો આ શા બાળકને ‘આર્ટ અને ક્રાફ્ટ’ની એવી ઘણી બધી ક્રિએટીવ વસ્તુ બનાવતાં શીખવશે. જે બાળકોને કેનવાસ પર બ્રશ ચલાવવાનો શોખ હોય, ચિત્રકામ કરવાનો શોખ હોય તેણે આ શા જ‚ર જોવો જોઈએ. શાનો એંકર ‘રોબ’ બાળકોને પેન્ટિંગ્સ બનાવવાની નાની-નાની પણ અદ્ભુત ટીપ્સ આપે છે, જેનાથી બાળકની કે તમારી ચિત્ર દોરવાની ઢબ એકદમ બદલાઈ જાય છે. પોગો ચેનલ પર આ શા દર મંગળવારે અને શુક્રવારે આવે છે.

1 ટિપ્પણી:

  1. તમે મેનુબાર બનાવશો તો સરસ બ્‍લોગ દેખાશે.
    મેનુંબાર કેવી રીતે બનાવશો?
    http://abhyaskram.blogspot.com/2011/12/blog-post_26.html


    કમલેશ ઝાપડિયા

    જવાબ આપોકાઢી નાખો

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.