જે દેશનો વડાપ્રધાન સ્વપ્નલોકમાં રાચતો હોય તે દેશનું શું થાય? : સુદર્શનજી


જે દેશનો વડાપ્રધાન સ્વપ્નલોકમાં રાચતો હોય તે દેશનું શું થાય? : સુદર્શનજી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ સરસંઘચાલક શ્રી સુદર્શનજી ગુજરાતના ફોફળિયા મૂકામે ચાલી રહેલા પ્રથમ અને દ્વિતીય સંઘ શિક્ષા વર્ગમાં સ્વયંસેવકોને માર્ગદર્શન આપવા પધાર્યા હતા, ‘સાધના’ સાથેની એક મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે નકસલવાદને ડામવા ઢીલી નીતિ નહિ ચાલે, આ માનવ‚પી રાક્ષસોને નાબૂદ કરવા સરકારની દ્ઢનીતિ, ઇચ્છાશક્તિ અને સ્થાનિક લોકોનો સહકાર અત્યંત જ‚રી છે


- દેશનો યુવાવર્ગ અંગ્રેજી ભાષા તરફ વળ્યો છે. દેશમાં રાષ્ટ્રીય ભાષા હિન્દી પછી બીજા નંબરે અંગ્રેજી ભાષા બોલાય છે એવા અનેક અહેવાલો પણ બહાર આવ્યા છે. આપ્નું શુું માનવું છે?
શહેરનો યુવાન અંગ્રેજી તરફ વળી રહ્યો છે, પણ યુવાનો માત્ર શહેરમાં જ નહિ ગામડાંઓમાં પણ છે. શહેરો કરતાં મોટી સંખ્યામાં યુવાનો ગામડાંઓમાં રહે છે. ગ્રામીણ યુવાનોની ક્ષમતા શહેરના યુવાનોની ક્ષમતા કરતાં જરાય ઓછી નથી. અંગ્રેજી દેશની પ્રગતિમાં સૌથી મોટી અડચણ છે. અંગ્રેજી આવડવું તે આજે ભણેલા ગણેલા લોકોની નિશાની મનાય છે, જે આપણી કમનસીબી કહી શકાય. આપણને એ ખબર હોવી જોઈએ કે અમેરિકા, બ્રિટન સિવાય બીજે ક્યાંય અંગ્રેજી ભાષાનો ઉપયોગ થતો નથી. જ્યાં જ્યાં અંગ્રેજોએ રાજ કર્યું ત્યાં જ અંગ્રેજી બોલાય છે.
- તો પછી ભારતમાં અંગ્રેજી ભાષાનું મહત્ત્વ કઈ રીતે વધતું ગયું?
આપણા દેશમાં અંગ્રેજીનું મહત્ત્વ પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના કારણે જ વધતું ગયું. ગાંધીજીએ નહેરુને દેશના વડાપ્રધાન બનાવ્યા. નહેરુજીના વિચાર ઇંગ્લન્ડથી પ્રભાવિત હતા. નહેરુજીનું બાળપણ ઇંગ્લન્ડમાં વીત્યું હતું. ભણતર પણ ઇંગ્લન્ડમાં થયું. તેમની આયા પણ એક અંગ્રેજ હતી, તેથી અંગ્રેજી સભ્યતાને નહેરુજીએ સંપૂર્ણ રીતે આત્મસાત્ કરી હતી.
- નહેરુજીની નીતિઓને કારણે કાશ્મીરનો પ્રશ્ર્ન હલ ન થઈ શક્યો એ સાચું છે?
નહેરુજી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે ભારતીય ત્રણેય સેનાના પ્રમુખો તેમને અભિનંદન આપવા ગયા. તે સમયે આપણા સેનાપ્રમુખોએ નહેરુને કહ્યું કે આગામી દસ વર્ષ માટે ભારતને મજબૂત સેનાની જ‚રિયાત છે. ત્યારે નહેરુજીએ અત્યંત અવ્યવહારિક ગણાવી શકાય તેવો જવાબ આપતાં કહેલું કે આપણને સૈન્યની શી જ‚ર છે? આપણે કોઈ દેશ ઉપર આક્રમણ કરવાના જ નથી, તો કોઈ આપણા પણ આક્રમણ શા માટે કરે? તેથી ખરેખર તો લશ્કર વિખેરી નાખવું જોઈએ, અને રહી વાત આંતરિક સુરક્ષાની તો આપણી પોલીસ સારી રીતે એ સંભાળશે. વડાપ્રધાનની આ વાત સાંભળી ત્રણેય સેનાપ્રમુખો અવાક રહી ગયા. પણ તે જ સમયે પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું અને સેના વિખરાતી રહી ગઈ! તેમ છતાં તે વખતે નહેરુજીએ આપણા સૈન્યને ખુલ્લા હાથે કામ ન કરવા દીધું.
તે સમયે કાશ્મીરમાં પાકિસ્તાનનું સૈન્ય પહોંચી ગયું હતું પણ ભારતીય સૈન્ય ત્યાં પહોંચે તે માટે યોગ્ય સગવડ પણ ન હતી. આવા સમયે રા.સ્વ. સંઘના સ્વયંસેવકોએ ત્યાં વિમાન ઊતરવા યોગ્ય રન-વે બનાવ્યા હતા. વિમાનમાંથી જ્યારે પહેલા ભારતીય સૈનિકે કાશ્મીરની ધરતી પર પગ મૂક્યો તો તેને પાક સૈનિકોની ગોળીનો શિકાર બનવું પડ્યું હતું. પણ ત્યાર પછી ભારતીય સૈનિકોએ મજબૂતીથી તેમનો સામનો કર્યો અને પાક સૈનિકોનેે પીછેહઠ કરવી પડી. જ્યારે ભારતીય સૈન્ય સંપૂર્ણ રીતે પાકિસ્તાની સૈનિકોને કાશ્મીરમાંથી હાંકી કાઢવાના આરે હતું ત્યારે માઉન્ટબેટનના કહેવાથી નહેરુજીએ એકતરફી યુદ્ધવિરામ જાહેર કર્યો. તે વખતે ભારતીય સેનાએ કહ્યું હતું કે અમને માત્ર 48 કલાક આપો, કાશ્મીર આપણા હાથમાં હશે, પણ નહેરુજીએ યુદ્ધને વિરામ આપ્યો. હાલ પણ કાશ્મીરનો તે હિસ્સો પાકિસ્તાન હસ્તક છે.
- એવું કહી શકાય કે માઉન્ટબેટનને ભારતમાં મોકલી યુદ્ધવિરામ કરાવવાની અંગ્રેજોની એક ચાલ હતી?
ભારતની બધી જ નીતિઓ ઇંગ્લન્ડની નીતિ અનુસાર ઘડાય તે માટે, તેમ જ નહેરુજી પર પોતાનો કંટ્રોલ રાખવા ઇંગ્લન્ડે માઉન્ટબેટન અને એડવિનાને ભારતમાં મોકલ્યાં હતાં. બીજા વિશ્ર્વયુદ્ધ પછી ઇંગ્લન્ડની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. ભારતનો સાથ તેમના માટે અત્યંત આવશ્યક હતો. તેથી તેમને એવા વ્યક્તિની જ‚ર હતી જેમના પર તેમનો અંકુશ હોય. એડવિનાએ નહેરુજીને પોતાની માયાજાળમાં ફસાવી ઇંગ્લન્ડની નીતિ મુજબ કામ કરાવડાવ્યું.1962માં માઉન્ટબેટને પોતાનાં સંસ્મરણોનું એક પુસ્તક પ્રગટ કર્યું હતુ. તેમાં આ બધાનો ઉલ્લેખ છે. તેણે લખ્યું છે કે, પાકિસ્તાન મેં બનાવ્યું છે. હું એવુ ઇચ્છતો હતો કે કાશ્મીર પાકિસ્તાનને મળે, હું પાકિસ્તાનને મજબૂત બનાવવા માગતો હતો.
- પાકિસ્તાનની સાથે ચીન પણ હવે ભારતની ભૂમિ હડપ કરી રહ્યું છે. તિબેટ પછી ચીનની નજર અરુણાચલ પ્રદેશ પર છે, આપ્નું શું માનવું છું?
તિબેટની વાત કરીએ તો તિબેટ ક્યારેય ચીનનો હિસ્સો હતું જ નહિ. ચીનનો ઝિંગઝિયાંગ વિસ્તાર પણ તિબેટનો જ એક ભાગ હતો, પણ ચીને તે હડપ કરી લીધો. 1954માં ચીને ભારતમાં ઘૂસણખોરી કરી ત્યારે પરમ પૂજ્ય ગુરુજીએ કહેલું કે ચીને ભારતમાં પ્રવેશ કરી લીધો છે. ચીનને આગળ વધતાં રોકવું જોઈએ, તે વખતે પત્રકારોએ તેમની વાત મજાકમાં લીધી હતી. પણ 1956માં જ્યારે દલાઈલામા ભારત આવ્યા ત્યારે લોકોને ખરી વાતની જાણકારી થઈ. ત્યાર પછી તો 1962માં ચીને ભારત સામે યુદ્ધ જાહેર કર્યું, અને તે સમયે નહેરુજીએ કહ્યું કે હું સ્વપ્નલોકમાં હતો. હવે જે દેશનો વડાપ્રધાન સ્વપ્નલોકમાં રાચતો હોય તે દેશનું શું થાય?
- યુવાનોમાં રહેલી દેશભક્તિ વિશે આપ્નું શું કહેવું છે?
દેશના યુવાનોમાં દેશભક્તિ ઓછી નથી. માત્ર તેમને દિશા બતાવવાની જ‚ર છે. તેમનામાં દેશભક્તિ જાગૃત કરી બહાર લાવવાની જ‚ર છે. પણ અંગ્રેજી અભ્યાસ આ દેશભક્તિ ન જગાડી શકે. અંગ્રેજી ભણતર કે અંગ્રેજી પુસ્તકો વાંચવાથી યુવાનોમાં દેશભક્તિ જાગૃત ન થાય. આ માટે તેમણે સ્વામી વિવેકાનંદ જેવા યુગપુરુષોનું સાહિત્ય વાચવું જ પડે. તેમને માતૃભાષા તરફ વળવું જ પડે.
- સંઘમાં યુવાનોની સ્થિતિ કેવી છે?
સંઘ સાથે જેટલા યુવાનો જોડાયા છે તેટલા યુવાનો કોઈની પાસે નહિ હોય. દેશના યુવાનો પોતાની રીતે સંઘને સમય ફાળવે જ છે. બેંગ્લોર જેવા ઈંઝ રાજ્યમાં પણ સંઘની શાખાઓ ચાલે જ છે. તેમાં પણ મોટી સંખ્યામાં યુવાનો આવે છે. સંઘ પાસે યુવાનોનો એક બહુ મોટો વર્ગ છે જે સેવા કરવામાં માને છે.
- મેકૉલેની શિક્ષણ પદ્ધતિનો સંઘ હંમેશા વિરોધ કરતો આવ્યો છે, શું કારણ?
પહેલી વાત અંગ્રેજોને ખબર હતી કે ભારતીય લોકોને તેના ભૂતકાળની ખબર પડશે તો આપણું ભારતમાં કઈ ઉપજશે નહિ, માટે તેમણે અંગ્રેજીનો મારો ચલાવ્યો. મેકૉલેની શિક્ષણ પદ્ધતિ અમલમાં મૂકી. અંગ્રેજી શિક્ષણને અનિવાર્ય બનાવાયું, અને એવો માહોલ પેદા કર્યો કે જાણે હિન્દુસ્થાનમાં કંઈ હતું જ નહિ.તે વખતે મેકૉલના બનેવી ચાર્લ્સે પણ કહ્યું હતું કે અમારી શિક્ષણ પદ્ધતિના કારણે 30 વર્ષ પછી એવી સ્થિતિ આવશે કે ભારતની નવી પેઢી આપણને ધન્યવાદ આપશે, અને કહેશે કે અંગ્રેજી શિક્ષણના કારણે જ અમે વિજ્ઞાન ક્ષેત્રે આટલા આગળ વધી શક્યા, અમે આટલા આધુનિક બની શક્યા. અને થયું પણ એવું જ.
- ભારતનો જ્ઞાનના ક્ષેત્રમાં તો મહત્વનો ફાળો છે જ પણ વિજ્ઞાનનાં ક્ષેત્રમાં પણ છે?
જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે ભારતની સ્થિતિ કેવી હતી, તે જાણવા એક અધ્યયન કરવામાં આવ્યું, જેમાં ઇંગ્લન્ડનાં બધાં જ પુસ્તકાલયોનાં પુસ્તકોનો રેફરન્સ લઈ એક રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાંથી ઘણી માહિતી મળે છે. અધ્યયનથી ખબર પડે છે કે તે સમયે પણ વિજ્ઞાન ક્ષેત્રે આપણે સૌથી આગળ હતા. આ સંદર્ભે સંસ્કૃત ભારતીએ ‘પ્રાઇડ ઑફ ઇન્ડિયા’ નામનું એક પુસ્તક પ્રકાશિત કર્યું છે. તેમાં સંસ્કૃતના શ્ર્લોકો અને ચિત્રો સાથે ભારતની સમૃદ્ધિની સંપૂર્ણ વિગતો અપાઈ છે. પાઇથાગોરસનો સિદ્ધાંત પણ ભારતની દેન છે અને તેને પાઇથાગોરસ કરતાં પણ વધુ સરળ રીતે સમજાવાયો છે.
- સમાજના દરેક ક્ષેત્રે એક્ટિવિસ્ટોની સંખ્યા વધી રહી છે, એનજીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક તેઓ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. મોટા ભાગે આ એક્ટિવિસ્ટો સંઘ વિરોધી હોય છે; તો આ માટે સંઘની કોઈ વ્યૂહરચના?
સંઘનો જન્મ થયો છે ત્યારથી જ સંઘનો વિરોધ થતો રહ્યો છે. સંઘને તેનાથી કોઈ ફરક પડતો નથી. વિરોધોથી સંઘની લોકપ્રિયતામાં વધારો જ થયો છે.
- સંઘની આટલાં વર્ષની કામગીરીની ફલશ્રુતિ શું ગણી શકાય?
જ્યારે સંઘની શ‚આત થઈ હતી ત્યારે હિન્દુસ્થાનના લોકો પોતાને હિન્દુ કહેવામાં શરમ અનુભવતા હતા, પણ આજે સંઘની આટલા વર્ષની તપસ્યા પછી પરિણામ એ આવ્યું છે કે જે લોકો પોતાને સંઘ વિરોધી માને છે તે પણ પોતાને હિન્દુ કહેવામાં શરમ અનુભવતા નથી. સમાજમાં આ પરિવર્તન આવ્યું છે.સમાજમાં પરિવર્તન લાવવું હોય તો લાંબા સમય માટે કામ કરવું અનિવાર્ય છે. સંઘ પોતાનું કામ કરે છે. એક અંગ્રેજે કહ્યું હતું કે ‘ટાઇમ્સ હોરાઇઝન ફૉર અ પોલિટિશિયન ઇસ ફ્રોમ ઇલેક્શન ટુ ઇલેક્શન, પર સ્ટેટ્સ વાઇઝ ઇટ ઇઝ ફ્રોમ ડિકેડ ટુ ડિકેડ, એન્ડ ફૉર અ સોશિયલ રીફોર્મર ઇટ ઇસ ફ્રામ સેન્ચુરી ટુ સેન્ચુરી.’ અર્થાત્ એક રાજકારણી માટે સમયમર્યાદા એક ચૂંટણીથી બીજી ચૂંટણી સુધી, પરિસ્થિતિ બદલવામાં એક દશકાની જ‚ર પડે છે. પરંતુ સમાજ સુધારક માટેની સમયમર્યાદા એક શતક થી બીજા શતકની હોય છે.
- આજે જાતિ આધારિત વસ્તીગણતરીનો પ્રશ્ર્ન ઉદ્ભવ્યો છે, તેને વાજબી ગણાવી શકાય?
જાતિ આધારિત જનગણના જ‚રી નથી, આનાથી અલગતાની ભાવનાઓમાં વધારો થશે, આવા પ્રશ્ર્નોથી આવી સમસ્યાઓનો હલ નહીં નીકળે, આ સંદર્ભે ભૈયાજી જોશીએ એક નિવેદન કર્યું જ છે.
- સંઘની રાષ્ટ્રીય ભાવના, પદ્ધતિ, સેવા કાર્ય વિશે કંઈક જણાવશો?
સંઘની પદ્ધતિ એકદમ સરળ છે. બધાને એક જ વસ્તુ સમજાવાય છે કે આપણે સૌ ભારત માત્રાના પુત્રો છીએ, ભારતીયતા આપણી રાષ્ટ્રીયતા છે. કોઈ ભેદભાવ નહિ, કોઈ ઊંચનીચ નહિ, બધા જ પોતાની શક્તિઓનો ઉપયોગ રાષ્ટ્રની સેવા અર્થે કરે. આજે સંઘના સ્વયંસેવકો સમાજ, રાજનીતિ, ધાર્મિક સેવાનાં અનેક ક્ષેત્રોમાં પોતાની શક્તિ મુજબ સેવાકાર્ય કરી રહ્યા છે. આજે સંઘનાં લગભગ એક લાખ પંચ્ચાવન હજાર સેવાકાર્યો દેશમાં ચાલી રહ્યાં છે. તિબેટની સરહદ પર સમુદ્ર સપાટીથી 14000 ફૂટ ઊંચે ‘ધારચૂલા’ નામનો વિસ્તાર આવેલો છે. અહીં પણ સંઘ દ્વારા શીશુમંદિર ચલાવાય છે. આ ઉપરાંત કેરલના સમુદ્ર કિનારે અરુણાચલ પ્રદેશના વનવાસી ક્ષેત્રોમાં સેવા કાર્યો ચાલી રહ્યાં છે. વ્યક્તિગત રીતે પણ અનેક સેવાકાર્યો થઈ રહ્યાં છે. કહેવાનો મતલબ એટલો જ છે કે સંઘ વ્યક્તિ નિર્માણ કરે છે. જે વ્યક્તિ સમાજમાં જઈ પોતાનું કાર્ય કરે છે. સમાજ સેવા થકી તે રાષ્ટ્રસેવા કરવાનું ભગીરથ કાર્ય કરી રહ્યો છે.
- સંઘ મુસ્લિમ સમાજને સાથે લઈ આગળની વ્યૂહરચના બનાવી રહ્યો છે? અલ્પસંખ્યકો વિશે તમારું મંતવ્ય શું છે?
ભારતના મુસ્લિમો અલ્પસંખ્યક ન કહેવાય, જે લોકો બહારથી આવ્યા છે અને આપણા દેશમાં સ્થાયી થયા છે તેમને અલ્પસંખ્યક ગણાવી શકાય. યહૂદી અને પારસીઓને અલ્પસંખ્યક ગણાવી શકાય, પણ મુસ્લિમો આ દેશના નાગરિકો છે, તેમની સાથે કોઈ ભેદભાવ ન હોય. મુસ્લિમો સંઘ સાથે છે જ. રાષ્ટ્રીય મુસ્લિમ મંચ દ્વારા આજે ઘણા મુસ્લિમ યુવાનો મંચના પ્રચારક તરીકે કામ કરી રહ્યા છે. રાષ્ટ્રીય મુસ્લિમ મંચ દેશના અનેક પ્રાંતોમાં કાર્યરત છે.
- નક્સલવાદ દેશની સૌથી મોટી સમસ્યા છે, શું કાઁગ્રેસ સરકાર ક્યાંક ને ક્યાંક નક્સલવાદ સામે લડવામાં અસફળ રહી છે?
નક્સલવાદને નાબૂદ કરવા રાજકીય ઇચ્છાશક્તિ હોવી જ‚રી છે. હૈદરાબાદમાં ચંદ્રબાબુ નાયડુએ આ ઇચ્છાશક્તિ દાખવી હતી. તેમણે નક્સલવાદીઓ સામે લડનારા જાંબાજોને સુરક્ષા પ્રદાન કરી, ગામના લોકોને યોગ્ય ટ્રેનિંગ આપી. ગામના લોકોએ જ નક્સલવાદીઓને ક્રાંતિકારી નહિ પણ દેશના દુશ્મન ગણી ફટકાર્યા અને ચંદ્રબાબુની સરકારે ટેકો આપ્યો, પરિણામે નક્સલવાદ ત્યાં કેટલાંક ગામોમાં ઓછો થઈ ગયો, ચંદ્રબાબુ નાયડુએ નક્સલીઓ પર પ્રતિબંધ મૂક્યો. પણ પછી ચૂંટણી થઈ, કાઁગ્રેસની સરકાર આવી, વોટબઁકના રાજકારણમાં કાઁગ્રેસે પ્રતિબંધ હટાવ્યો. આથી નક્સલવાદીઓએ પોતાની શક્તિ બતાવવા વિશાળ રેલી કાઢી, હુમલાઓ કર્યા, જેમાં કાઁગ્રેસનો એક ધારાસભ્ય પણ મૃત્યુ પામ્યો. પછી કાઁગ્રેસે પાછો તેમના પર પ્રતિબંધ લગાવ્યો, પણ ત્યાં સુધીમાં નક્સલવાદીઓ ફરી શક્તિશાળી બની ગયા હતા.
- તો, નકસલવાદને મંત્રણાથી નાબૂદ કરવો જોઈએ કે પછી તેમને તેમની જ ભાષામાં જવાબ આપવો જોઈએ?
દ્ઢ ઇચ્છાશક્તિ અને દ્ઢનીતિ ખૂબ જ‚રી છે. સ્થાનિક લોકોની સહાય લઈ નકસલવાદનો સામનો કરવો પડે. સાલ્વા જુડુમ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સાલ્વા જુડુમમાં વનવાસીઓ પોતાનો વિસ્તાર બચાવવા નક્સલવાદીઓ સામે લડી રહ્યા છે, તો આપણા માનવઅધિકાર વાદીઓને તે નડે છે. આવા એક્ટીવિસ્ટોને તમારે પ્રશ્ર્ન પૂછવો જોઈએ કે આ નક્સલવાદીઓ નિર્દોષ લોકોના જાન લે છે ત્યારે તેઓ મોઢું સીવીને કેમ બેસી રહે છે? નક્સલવાદ દેશનો દુશ્મન છે, આવા રાક્ષસોને નાબૂદ કરવા જ જોઈએ.
- વિવેક સાપ્તાહિકમાં નિવૃત્ત બ્રિગેડિયર હેમંત મહાજને એક લેખ લખ્યો હતો, જેનું શીર્ષક હતું 2020 સુધીમાં આસામના મુખ્યમંત્રી એક બાંગ્લાદેશી હશે, બાંગ્લાદેશી ઘૂસણખોરી વિશે આપ્નું શું માનવું છે?
ઘૂસણખોરી આજકાલથી નહિ વર્ષોથી થાય છે. અને હું વર્ષોથી આ પ્રશ્ર્ન ઉઠાવતો આવ્યો છું. મેં ઘૂસણખોરીથી પ્રભાવિત બધા જ વિસ્તારોની મુલાકાત લીધી છે. બંગાળ, ઓરિસ્સા, આસામ જેવા વધુ પ્રભાવિત વિસ્તારની સ્થિતિ વિશે એક સચિત્ર રિપોર્ટ તૈયાર કરી લગભગ 200 સ્થાને મેં ઘૂસણખોરીની ચર્ચા કરી છે. આસામમાં હાલ 18માંથી છ જિલ્લા સંપૂર્ણ મુસ્લિમ બહુમતી વાળા બની ગયા છે. બીજા ચાર જિલ્લા મુસ્લિમ બહુમતી વાળા થવાના આરે છે. કોમ્યુનિસ્ટો પણ ત્યાં કામ કરી રહ્યા છે. તે મુસ્લિમ ઘૂસણખોરોને મદદ કરી રહ્યા છે.
- બ્રપુત્રા નદી ચીનથી નીકળી ભારતમાં વહે છે. ચીન હાલ તેના પર બંધ બાંધી બ્રપુત્રાનું સમગ્ર પાણી પોતાની તરફ વાળી રહ્યું છે. ચીનની આ ભારત વિરોધી નીતિ વિશે તમે શું કહેશો?
એક તો આમાં આપણી સરકારની નીતિ સ્પષ્ટ નથી. ચીનની વાત કરીએ તો ચીન તો આવુ કરવાનું જ. ચીન તો હજુ પણ કહે જ છે કે ગંગા નદીને ભારત અમારા ત્યાંથી ચોરી ગયું છે. ચીન કહે છે કંઈક અને કરે છે બીજું. ચીન હવે કહે છે કે ભારતીયોએ કૈલાસ માનસરોવર જવું હોય તો ચીન સરકારની અનુમતી લેવી પડશે. આપણે ચીન સામે દ્ઢ નીતિ અપ્નાવવાની જ‚ર છે. ચીનને કહેવું જોઈએ કે તિબેટ ભારતનું છે. આપણી સરકારે તિબેટની હિજરતી (દલાઈ લામાની) સરકારને સંપૂર્ણ મદદ કરી ટેકો પણ આપવો જોઈએ.
- રામજન્મભૂમિ આંદોલન ફરી શ‚ કરવાનું કારણ?
આ વિષય અદાલતમાં છે. પહેલી વાત બાબરી મસ્જિદ કહેવાય છે ત્યાં કોઈ બાબરી મસ્જિદ હતી જ નહિ, બીજી વાત એક વિદેશીની મસ્જિદ માટે આટલો ઉહાપોહ શા માટે? બાબર ભારતનો ન હતો અને આવા વિદેશી માણસની મસ્જિદ બચાવવામાં આ લોકોને કેમ રસ વધારે છે? આ જગ્યા પણ આપણી છે. ત્યાં મજાર બનાવવા એક હિન્દુએ થોડી જગ્યા આપી હતી અને પછી ત્યાં મજાર બનાવાઈ છે. વળી ત્યાં મંદિર હોવાના અનેક પૂરાવા મળ્યા છે. મંદિરના અનેક અવશેષો મળ્યા છે. 1995માં સર્વોચ્ચ અદાલતે આ સંદર્ભે ચુકાદો પણ આપ્યો છે, તેમ છતાં આ લોકો અડચણો પેદા કરે છે.
- નવી પેઢી રામજન્મભૂમિ વિશે કંઈ ન જાણે, એ માટે કાઁગ્રેસ હાથે કરીને આ મુદ્દાને દબાવવા માગે છે?
પેઢી બદલાય તો નવી પેઢીએ જુની વાતો સમજવી જ પડશે, તેમને યોગ્ય જાણકારી આપવી એ પણ આપણી જવાબદારી ગણાય. કાઁગ્રેસ સાંપ્રદાયિકના નામે આ મુદ્દાને દબાવવા માગે છે, પણ હવે લોકો જાગૃત થયા છે. લોકો હકીકતને જાણતા થયા છે.

ટિપ્પણીઓ નથી:

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.