આનર કિલિંગ... ઓનર કિલિંગ...
હોરર કિલિંગ અને પછી ઓનર પોલિસીંગ
દેશમાં હાલ પ્રતિષ્ઠા (honor)ના નામે એક પછી એક પ્રેમી યુગલોની હત્યા થઈ રહી છે. આનર કિલિંગ સામે રાજકારણ, પોલીસ, સરકાર અદાલત પાંગળાં નજર આવે છે. દિલ્હીમાં થયેલ મોનિકા અને કુલદીપ નામના યુવા દંપતીની હત્યા પછી ફરી એક વાર આનર કિલિંગનો મુદ્દો મીડિયા માટે ટીઆરપી વધારવાનો કીમિયો બન્યો છે. ર્ઘીયક્ષિ (માલિકી) Killing... Honour killing (પ્રતિષ્ઠા) Horror (અરેરાટી) અને પછી Horror Policing ના શબ્દ સાથે મીડિયા સનસનાટી ફેલાવી રહ્યું છે ત્યારે આવો જાણીએ ‘આનર કિલિંગ’ની કેટલીક હકીકતો...
આનર કિલિંગ (Honour killing) એટલે શું?
પરિવાર, વંશ અથવા સમુદાયના કોઈ સદસ્યની (મોટાભાગે મહિલાની) હત્યા તેના જ પરિવાર, વંશ અથવા સમુદાયના એક કે તેથી વધુ સદસ્યો (મોટાભાગે પુરુષો) દ્વારા થાય તેને આનર (ઇજ્જત, આબ‚,પ્રતિષ્ઠા) કિલિંગ કહેવાય.
સીધી સાદી ભાષામાં કહું તો પ્રેમ વિવાહ કરીને, સગોત્ર વિવાહ કરીને, આંતર્જાતિય વિવાહ કરી તેણે સમાજ, પરિવાર, વંશનું નામ ખરાબ કર્યું છે એમ માની ભાઈ, માતા-પિતા, કાકા, મામા, પોતાની બહેન, દીકરી, ભત્રીજી, ભાણેજની હત્યા કરી દે તેને આનર કિલિંગ (પ્રતિષ્ઠા ખાતર હત્યા) કહેવાય.
આ શબ્દો તો તમે સાંભળ્યા જ હશે?
આનર કિલિંગની ચર્ચામાં તમને સગોત્ર, સપિંડ, આંતર્જાતિ વિવાહ જેવા શબ્દો વારંવાર સંભળાતા હશે જ! તમે તો આ શબ્દોનો અર્થ જાણતા જ હશો છતાં જેમને નથી ખબર એમને જણાવી દઉં કે સગોત્ર એટલે સમાન ગોત્ર. એક જ ગોત્ર, સપિંડ એટલે એક જ પિંડમાંથી પેદા થવું અને આંતરજાતિ વિવાહ એટલે બીજી જ્ઞાતિમાં લગ્ન કરવાં. આ ત્રણ શબ્દોએ અને ખાપ પંચાયતોએ હાલ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. મીડિયાથી લઈ રાજકારણીઓના ભવન સુધી આ શબ્દો હાલ ગૂંજી રહ્યા છે. આનર કિલિંગનું મૂળ આ શબ્દોમાં જ છે.
મૂળ કારણ શું છે?
ખાપ પંચાયતો. આનર કિલિંગનું મૂળ કારણ આ ખાપ પંચાયતો પાસે છે. ખાપ પંચાયતોને સગોત્ર વિવાહ અને આંતર્જાતિ વિવાહ પસંદ નથી. ખાપ પંચાયતો એવો તર્ક આપે છે કે એક જ ગોત્રના લોકો એક જ ઋષિના સંતાન છે અને માટે સગોત્રના તમામ લોકો વચ્ચે ભાઈ-બહેનનો સંબંધ છે. આથી સગોત્ર વિવાહ થવાથી જે બાળક પેદા થાય તે જેનેટિક ખોડખાંપણવાળું પેદા થશે. આથી ખાપ પંચાયત સગોત્ર વિવાહનો વિરોધ કરે છે. તે ઇચ્છે છે કે એક જ ગામના તથા આડોશ-પાડોશનાં 13 ગામો અંદરોઅંદર લગ્ન ન કરે. પણ યુવા હૈયાંઓને આવું કોણ સમજાવે? તે તો યુવાનીમાં પ્રેમમાં પડે છે અને લગ્ન કરે છે. ખાપ પંચાયતોના ડરને કારણે પ્રેમી યુગલના ભાઈ, પિતા, કાકાને આ જઘન્ય અપરાધ લાગે છે અને પંચાયતના ફરમાનથી પ્રેમી યુગલની પોતાનાઓ દ્વારા જ હત્યા થઈ જાય છે. જેના કિસ્સા (આનર કિલિંગના) તમે મીડિયામાં દરરોજ સાંભળો જ છો.
શું ખાપ પંચાયતો કોઈની હત્યા કરવાનું ફરમાન (ફતવો) આપી શકે?
તર્ક એવો નીકળે છે કે ખાપ પંચાયતોના ફરમાન બાદ આનર કિલિંગ થાય છે. પ્રશ્ર્ન એ થાય છે કે શું ખાપ પંચાયતો પાસે એવો અધિકાર છે કે તે કોઈને આવી સજા કરી શકે? ખાપ પંચાયતો હાલ પ્રેમી યુગલોની હત્યા કરવાનું ફરમાન આપી રહી હોવાનું કહેવાય છે. આપણો કાયદો એવું કહે છે કે ખાપ પંચાયતો સામાન્ય પંચાયત એક્ટ મુજબ જ સજા કરી શકે. એટલે કે ખાપ પંચાયતો થોડી મારઝૂડ કે 50 ‚પિયા સુધીની ચોરી... વગેરે માટેની સજા કરી શકે. આનાથી વધુ આકરી સજા ખાપ પંચાયતો ન કરી શકે, ઉપરાંત જબરજસ્તી કોઈ આર્ડર પણ પાસ ન કરી શકે. પણ તેમ છતા આ ખાપ પંચાયતો સુપ્રીમ કોર્ટના જજો પાસ ન કરી શકે તેવા આર્ડરો પણ પાસ કરી રહી છે અને લોકો તેના ફેંસલામાં જડતા હોવા છતાં સ્વીકાર પણ કરે છે. એ ચર્ચાના વિષય છે.
આનું શું કારણ હોઈ શકે? તો કારણ એ છે કે ભારતમાં લોકો સેંકડો વર્ષોથી ખાપ પંચાયતના ફેંસલાઓને માનતા આવ્યા છે. વળી જાતિના લોકોનું ખાપ પંચાયત અને જાતિય પંચાયતને ખુલ્લું સમર્થન પણ હોય છે. માટે વટ બનાવવા ખાપ પંચાયતો આવા ફેંસલા લઈ લેતી હોય છે. સમાજ અને લોકોના ડરથી લોકો આ ખાપ પંચાયતના ચુકાદાને માન્ય પણ રાખે છે. પણ અહીં પ્રશ્ર્ન એ જ છે કે આ લોકશાહીવાળા દેશમાં અદાલત સિવાય કોઈ બીજી સંસ્થાને આવી સજા કરવાનો અધિકાર છે? ખાપ પંચાયતોના આવા ફેંસલા આપણા બંધારણનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે. સગોત્ર વિવાહ તો ઠીક પણ જો કોઈ વ્યક્તિ કોઈની હત્યા કરી દે તો અદાલત સિવાય કોઈ અન્ય સંસ્થા તે વ્યક્તિને મૃત્યુદંડની સજા કરી શકે? ભાઈ, આ તો ખાપ પંચાયત છે, કદાચ સજા કરી પણ શકે!

આનર કિલિંગ અને ઇન્ડિયન પીનલ કોડ (IPC)
150 વર્ષ જૂની આપણી આ કાયદાની (IPC) બુકમાં આનર કિલિંગ માટે કોઈ જોગવાઈ નથી. આ માટે આપણા કાયદામાં ગ્રે એરિયા (જેને અપરિભાષિત ક્ષેત્ર પણ કહેવાય) છે. આઈપીસીમાં હત્યા, હત્યાનો પ્રયાસ, સામૂહિક હત્યા, ધાર્મિક અને જાતીય ઉન્માદ અથવા હુલ્લડોમાં થતી હત્યા માટે જોગવાઈઓ છે, પણ આનર કિલિંગ માટે કોઈ જોગવાઈ નથી. આજે પોલીસ આનર કિલિંગને હત્યા અથવા હત્યાનો પ્રયાસ સમજી કેસ નોંધે છે. જો પ્રેમી યુગલોએ પંચાયતોના ફરમાનથી અથવા ઘરવાળાઓના ડરથી કે ઘરમાં તેમનો સ્વીકાર ન થવાથી આત્મહત્યા કરી હોય તો પોલીસ તેને માત્ર આત્મહત્યા ગણાવી તપાસ હાથ ધરતી હોય છે. પોલીસ પણ શું કરે? આપણા કાયદામાં આનર કિલિંગ માટે કોઈ કલમ કે કોઈ જોગવાઈ છે જ નહિ. અપરાધીઓ સબૂતના અભાવે અને કાયદાની છટકબારીઓનો સહારો લઈ છટકી જાય છે અને બે પ્રેમી યુગલો પોતાની જાન ગુમાવે છે. કેસ બંધ, તપાસ બંધ! બધું જ રાબેતા મુજબ!
આનર કિલિંગ, રાજકારણ અને વૉટબઁક
ખાપ પંચાયતોથી આપણુ રાજકારણ ખૂબ ડરે છે. કેમ ન ડરે! વોટબઁક તૂટવાનો ભય હોય ત્યાં આપણા રાજનેતાઓની હિંમત છે કાંઈ બોલવાની? એકચ્યુઅલી ખાપ પંચાયતોને કેટલાક રાજકારણીઓનો પણ ટેકો છે. હાલ ખાપ પંચાયતો સગોત્ર વિવાહ પર પ્રતિબંધ લાવવા હિન્દુ લગ્નધારામાં સુધારો લાવવા માંગણી કરી રહી છે, કેટલાક નેતાઓ તેને સપોર્ટ પણ કરી રહ્યા છે. જેમ કે હરિયાણાના કુરુક્ષેત્રના સાંસદ નવીન જિન્દાલ. નવીન જિન્દાલ કાઁગ્રેસની નવી પેઢીના રાજકારણીઓના પ્રતીક ગણાય છે.
તાજેતરમાં જ નવીન જિન્દાલ વિવાદાસ્પદ ખાપ પંચાયતની મિટીંગમાં જઈ આવ્યા અને કાયદા દ્વારા સગોત્ર વિવાહને પ્રતિબંધિત કરવાની ખાપ પંચાયતની માંગણીને ટેકો પણ આપી આવ્યા, જેની હાલ ભારે ટીકા થઈ રહી છે, જો કે નવીન જિન્દાલનું આમાં રાજકારણ છે ગંદી વોટબઁકનું. હરિયાણામાં જાટ જાતિના કિસાનો ભારે બહુમતીમાં છે. આ જાટ મતદારો (કિસાનો) ઉપર ખાપ પંચાયતના નેતાઓનો ભારે અંકુશ છે. પંચાયત કહે તેને જ લોકો વોટ આપે. માટે નવીનભાઈ મત મેળવવા આ ખાપ પંચાયતમાં હાજરી પુરાઈ આવ્યા. નવીનભાઈની મનની ઇચ્છા તો બહાર આવી ગઈ, તેની ટીકા પણ થઈ પણ બીજા નેતાઓ તો ચૂપચાપ આ તમાશાને છંછેડ્યા વગર જોઈ રહ્યા છે. ટૂંકમાં વોટબઁક ન તૂટે તેનું ધ્યાન રાખી રહ્યા છે.
ધર્મ, દેશો અને સગોત્ર વિવાહ
માનવજાતિના ઇતિહાસમાં સગોત્ર વિવાહ હંમેશાં વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે. હિન્દુ લગ્નધારામાં સગોત્ર વિવાહની અનુમતિ નથી (જેને બદલવાની ખાપ પંચાયતોની માંગણી છે). મુસ્લિમ સમાજમાં તો સગોત્ર વિવાહને વધુ પસંદ કરવામાં આવે છે. અરબ દેશોમાં 50 ટકા કરતાં વધુ લગ્ન સગોત્ર હોય છે. પશ્ર્ચિમમાં ખ્રિસ્તી સમાજમાં સગોત્ર વિવાહ પર પહેલાં કોઈ પ્રતિબંધ કે અવરોધ ન હતો પણ હવે થોડા વિવાદ બાદ કાકા-મામાના ભાઈ-બહેનોના લગ્ન પર પ્રતિબંધ લગાવાયો છે. જો કે યુરોપ્ના અનેક પ્રસિદ્ધ લોકોએ સગોત્ર વિવાહ કર્યા છે. ચાર્લ્સ ડાર્વિન અને અમ્મા વેજવુડ, આલ્બર્ટ આઈસ્ટાઈન અને એલ્સા લોવેંથાલ; અમેરિકાના રાષ્ટ્રપતિ ફ્રેંકલીન રુઝવેલ્ટ અને અન્ના એલીનર રુઝવેલ્ટ વગેરે સગોત્ર વિવાહનાં જાણીતાં ઉદાહરણ છે.
સગોત્ર અને સપિંડ વિવાહ
સગોત્ર અને સપિંડનો અર્થ સમજ્યા વિના તેનો વિરોધ કરવો કેટલો યોગ્ય ગણાય? એક દૈનિકમાં ડૉ. વેદપ્રકાશ વૈદિક આ શબ્દોને ખૂબ સરળ રીતે સમજાવે છે. તેમનું માનવું છે કે ખાપ પંચાયતો વાસ્તવમાં શું ઇચ્છે છે તેનો જવાબ આ સગોત્ર અને સપિંડમાં છે. સપિંડ વિવાહનો વિરોધ આપણને ઋગ્વેદથી લઈ મનુસ્મૃતિ તથા પરવર્તી ધર્મશાસ્ત્રોમાં જોવા મળે છે. તેઓ લખે છે કે સપિંડ એટલે શું? સપિંડ એટલે એક જ પિંડમાંથી પેદા થવું.
પિતાની સાત પેઢી સુધી અને માતાની પાંચ પેઢી સુધી પિંડની અસર રહે છે. ‘જીન્સ’નો પ્રભાવ કાયમ રહે છે. જો આ પેઢીઓના બાળકોનાં (એક બીજા સાથે) સગોત્ર લગ્ન થાય તો પેદા થનાર બાળક વિકલાંગ, મંદ બુદ્ધિવાળું કે કમજોર પેદા થવાની સંભાવના વધારે રહે છે. ફિનલેંડ, નોર્વે, સ્વીડન અને બ્રિટનમાં આવાં અનેક વૈજ્ઞાનિક સર્વેક્ષણ થયાં છે, જેમાં એ સિદ્ધ પણ થયું છે કે સપિંડ વિવાહને કારણે ઘણા સમાજને ખરાબ પરિણામ ભોગવવું પડ્યું છે.આનર કિલિંગ ભારતમાં જ નહિ પણ...
આનર કિલિંગ માત્ર ભારતમાં જ નહિ પણ દુનિયાના અનેક દેશોમાં થાય છે. છેલ્લાં ચાર વર્ષ દરમિયાન માત્ર પાકિસ્તાનમાં જ લગભગ 4000 જેટલી મહિલાઓ આનર કિલિંગની ભોગ બની છે. પાકિસ્તાન પછી બાંગ્લાદેશમાં પણ આનર કિલિંગનું પ્રમાણ વધી રહ્યું છે. યુએનના અહેવાલ અનુસાર પાકિસ્તાન, જોર્ડન, સિરિયા, ટર્કી, લેબેનોન, મોરોક્કો, યમન અને યુગાન્ડામાં દર વર્ષે આનર કિલિંગના હજારો કેસ નોંધાય છે.
આ દેશો પછી અમેરિકા, કેનેડા, ફ્રાંસ, જર્મની, યુકે જેવા દેશોમાં પણ આનર કિલિંગના કિસ્સા વધી રહ્યા છે. જર્મનીમાં દર વર્ષે પાંચથી છ જેટલી મુસ્લિમ સ્ત્રીઓના ‘આનર કિલિંગ’ના કેસ નોંધાય છે.
ભારતની વાત કરીએ તો છેલ્લાં બે વર્ષમાં હરિયાણામાં 25 અને પંજાબમાં 14 પ્રેમીઓને આનર કિલિંગના ભોગ બનવું પડ્યું છે. દરરોજ સરેરાશ 50 પ્રેમી યુગલો હાઈકોર્ટમાં પોતાની સુરક્ષા માટે અરજી કરી રહ્યાં છે. છેલ્લા એક વર્ષમાં ભારતમાંથી 15 થી 35 વર્ષની વયનાં 690 યુવક-યુવતીઓ ગાયબ થઈ જાય છે. આ ખોવાયેલ યુવક-યુવતીઓમાં 50 ટકાથી વધારે પ્રેમી યુગલ હતાં. ભારતમાં દર વર્ષે 700 હત્યા ‘આનર કિલિંગ’ના મુદ્દે થાય છે. આ તમામ આંકડા નેશનલ ક્રાઇમ બ્યુરોના છે.

આનર કિલિંગ અર્થે ન્યાયાલયના ચુકાદાઓ
એક એનજીઓની જાહેર હિતની અરજી પછી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સહિત નવ રાજ્યો, હરિયાણા, ઝારખંડ, યુપી, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢની સરકારોને ચાર અઠવાડિયાંમાં આનર કિલિંગ મામલે જવાબ આપવા આર્ડર આપી દીધો છે.
દિલ્હી હાઈકોર્ટ
તાજેતરમાં જ દિલ્હી હાઈકોર્ટે સગોત્ર વિવાહ પર પ્રતિબંધ લગાવવા થયેલી એક અરજીને એ કહીને ફગાવી દીધી કે હિન્દુ લગ્નધારો ધાર્મિક પરંપરા અનુસાર છે. હિન્દુ વિધિમાં સગોત્ર વિવાહ પર પ્રતિબંધ લગાવવા જેવી કોઈ જોગવાઈ નથી.
- 2006માં લતા સિંહ વિરુદ્ધ યુપી રાજ્યના કેસમાં સર્વોચ્ચ ન્યાયાલયે કહ્યું હતું કે, આંતર્ર્ધાર્મિક અથવા આંતરજાતીય વિવાહના કારણે જો છોકરો અથવા છોકરીને તેના કુટુંબીજનો અથવા સમાજ હેરાન કરે તો પોલીસ પિતાની અરજી પર ધ્યાન ન આપે પરંતુ પિતા પર તેમને હેરાન કરવાનો કેસ ચલાવે, તે યુગલને પોલીસ પ્રોટેક્શન, સુરક્ષા આપે. બાળકોને મારવામાં સન્માન નહીં અપમાન છે. આ માનવતાની હત્યા છે.
- હરિયાણાના જિલ્લા ન્યાયાધીશ વાણી ગોપાલ શર્માએ મનોજ - બબલીની હત્યા માટે 5 પરિવારજનોને મૃત્યુદંડ અને પંચાયતના એક સભ્યને આજીવન કારાવાસ (ઉમરકેદ)ની સજા કરી હતી. તેમણે ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, આ જઘન્યમાં જઘન્ય અપરાધ છે. આ અપરાધનાં મૂળ સામાજિક ‚ઢિચુસ્તતામાં છે. આ સભ્ય સમાજ માટે શરમજનક બાબત છે.
- તાજેતરમાં જ દિલ્હી હાઈકોર્ટે પોલીસને ઠપકો આપતાં જણાવ્યું હતું કે પોલીસની મિલીભગત વિના ‘આનર કિલિંગ’ સંભવ નથી. સાચી વાત તો એ છે કે સમાજ, પંચાયત, પોલીસ, પાડોશી સર્વે એવી મહિલાના વિરોધી છે જે સ્વાવલંબી અને સ્વનિર્ણય લેતી હોય. સરકાર પણ આવી બાબતે ઝડપી નિર્ણય લેતી નથી. આજે સ્ત્રીઓ પુરુષસમોવડી બની છે તો તે અદાલતના હસ્તક્ષેપ્ના કારણે જ!
આનર કિલિંગ પર એક નજર...
- સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા કોશ (યુએનએફીપીએ)ના એક રિપોર્ટ અનુસાર દુનિયામાં દર વર્ષે 5000 લોકોની હત્યા આનર કિલિંગ છે.
- પાકિસ્તાનમાં આનર કિલિંગને સ્થાનીય ભાષામાં ‘કારો-કારી’ કહે છે. પાકિસ્તાનમાં આનર કિલિંગના નામે 2009માં 8000 લોકોની હત્યા થઈ હતી.
- સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર બાંગ્લાદેશ, ઇરાક, ઈરાન, બ્રાઝિલ, ઇટાલી, ઈજીપ્ત, જોર્ડન, લેબનાન, મોરક્કો, પાકિસ્તાન, સીરિયા, તુર્કી, ભારત, ફ્રાંસ, જર્મની, ઇંગ્લન્ડ, ઉપરાંત મેડિટરેનિયન અને પર્શિયન ગલ્ફના દેશોમાં આનર કિલિંગ થાય છે.
- યુકેમાં દર વર્ષે એક ડઝન આનર કિલિંગના કેસ નોંધાય છે.
- જૂન 2008માં તુર્કીના માનવાધિકાર નિર્દેશાલયના એક રિપોર્ટ અનુસાર ઇસ્તંનબુલમાં દર અઠવાડિયે એક આનર કિલિંગનો કેસ નોંધાય છે.
- એમનેસ્ટી ઇન્ટરનેશનલના રિપોર્ટ અનુસાર લેબેનોનમાં દર વર્ષે 40-50 મહિલાઓની હત્યા આનર કિલિંગના કારણે થાય છે.
- પાકિસ્તાનમાં 2005 પછી દર વર્ષે સરેરાશ 3000 મહિલા આનર કિલિંગના કારણે મરી રહી છે.
- હિતેશ સોંડાગર

ટિપ્પણીઓ નથી: