
4400 મીટર રીલે દોડમાં ઇતિહાસભારતની 4400 મીટર રીલે દોડની ટીમે કોમનવેલ્થ ગેઈમ્સમાં ગોલ્ડ મેડલ જીતી એક નવો ઇતિહાસ રચ્યો છે. 4400 મીટરની રીલે દોડમાં ભારતને ગોલ્ડ અપાવનારી આ ચાર છોકરીઓની ટીમ પણ આપણા યુવાનોને પ્રેરણા અપાવે તેવી છે. મનજીત કૌર, સિની જોસ, અશ્ર્વિની ચિરાનંદ અને મનદીપ કૌરની આ ચોકડીમાં અશ્ર્વિની સૌથી નાની ઉંમરની છે. આ ચાર લપ્ની દોડમાં મનજીત કૌરે આત્મવિશ્ર્વાસ સાથે લપ-1ની દોડ શ કરી ત્યારે દોડની શઆતમાં કોઈને લાગ્યું નહિ કે મનજીત છેલ્લાં બે વર્ષથી પીઠના દર્દથી હેરાન છે. તેના દિમાગમાં માત્ર એક જ જીદ હતી 2006માં મેલબોર્નમાં જીતેલા સિલ્વર મેડલને ગોલ્ડ મેડલમાં ફેરવવાની. આ ચાર છોકરીઓની ટીમમાં ઉંમરમાં સૌથી નાની પણ ચિત્તાની ઝડપે દોડતી અશ્ર્વિનીની જવાબદારી હતી ત્રીજા લપમાં લીડ સાથે દોડવું અને બેટન મનજીત કૌરના હાથમાં આપવી. અશ્ર્વિનીએ તે જવાબદારી નિભાવી અને લીડ સાથે બેટન મનજીત કૌરને આપી અને મનજીત કૌરની અનુભવી દોડ હેઠળ ભારતની ટીમે 4400 મીટરની રીલે દોડ જીતી એક ઇતિહાસ રચી દીધો. આ ટીમે માત્ર 3 મિનિટ 27.77 સેકન્ડમાં દોડ જીતી લીધી હતી. 52 વર્ષ પહેલાં 1948માં એથલેટિક્સમાં મિલ્ખાસિંગે આ કમાલ કરી હતી, હવે આ છોકરીઓએ એથલેટિક્સમાં ગોલ્ડ અપાવી કમાલ કરી છે.
ટિપ્પણીઓ નથી: