
ગુજરાતનું ગૌરવ: લજ્જા ગોસ્વામી
5 આક્ટોબર, 2010નો દિવસ ગુજરાતના સ્પોટ્ર્સના ઇતિહાસમાં હંમેશા યાદ રાખવામાં આવશે. કેમ કે, આ દિવસે આણંદની શૂટર લજ્જા ગોસ્વામીએ હાલ રાજધાની ખાતે યોજાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સની 50 મીટર રાયફલ ઇવેન્ટમાં બપોરે 2.59 કલાકે વર્લ્ડ ચેમ્પિયન તેજસ્વિની સાવંત સાથે મળી સિલ્વર મેડલ જીત્યો હતો. આ સિદ્ધિ બાદ 21 વર્ષીય લજ્જાએ જણાવ્યું હતું કે ગુજરાતમાંથી કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતવાની સિદ્ધિ મેળવી રાજ્યનું નામ રોશન કરવા બદલ હું ખૂબ ખુશ છું. જોકે, સાથે-સાથે ખૂબ જ મહેનત કરી હોવા છતાં ગોલ્ડ મેડલ નહીં જીતી શકવાનો અફસોસ ખટકી રહ્યો છે. મારી આ સફળતાનું શ્રેય માતા-પિતા તેમજ પરિવારના અન્ય સભ્યો અને કોચને જાય છે. નિષ્ણાતો લજ્જા ગોસ્વામીને ભારતીય શૂટિંગના ઊગતા સિતારા તરીકે નિર્દેશી રહ્યા છે. ગયા વર્ષે મ્યુનિક ખાતે યોજાયેલી વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં લજ્જા ગોસ્વામીએ ભલે છઠ્ઠું સ્થાન મેળવ્યું હોય પણ તેણે પોતાના પ્રદર્શનથી ખૂબ જ પ્રભાવિત કર્યા હતા. કેરળ ખાતે ગયા વર્ષે યોજાયેલી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં લજ્જાએ વિમેન્સ 50 મીટર થ્રી પોઝિશનમાં તેજસ્વિની સાવંત જેવી શૂટરને પાછળ મૂકી ગોલ્ડ મેડલ જીત્યો હતો.લજ્જા-તેજસ્વિની છ પોઈન્ટ માટે ગોલ્ડ મેડલથી રહી ગયાંઉલ્લેખનીય છે કે, લજ્જાના પિતા પોલીસ અધિકારી છે અને તેને શૂટિંગ સ્પોટ્ર્સ તરફ વાળવામાં તેમનો મોટો ફાળો રહ્યો છે. ગુજરાતમાં શૂટિંગની તકો વિકસાવવા કેવાં પગલાં લેવાં જોઈએ જેથી તેના જેવી જ અન્ય શૂટર્સ મળે તેના પ્રતિઉત્તરમાં લજ્જાએ જણાવ્યું હતું કે રાજ્યમાં અમદાવાદમાં આવેલી શૂટિંગ રેન્જ દેશની સૌથી જૂની શૂટિંગ રેન્જ પૈકીની એક છે. જોકે હવે ગુજરાતે પણ દિલ્હી કે પુણેની આધુનિક શૂટિંગ રેન્જની માફક જલદીથી આધુનિક માળખાગત સવલતનો સમાવેશ કરવો જોઈએ. જો ગુજરાતમાં શૂટિંગની વધુ સારી સુવિધાઓ ઊભી કરવામાં આવશે તો ચોક્કસ કોમનવેલ્થ અને ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા પ્લેયર પણ અહીંથી મળી શકે તેમ છે.
કાચ દ્વારા લજ્જાનું અપમાન
કાચ દ્વારા લજ્જાનું અપમાન
કોમનવેલ્થ ગેમ્સ - 2010માં સિલ્વર મડલ જીતી તે ક્ષણે ઉપસ્થિત ગુજરાતના બે ઓફિશિયલ્સે આ સિદ્ધિ છતાં મારી સાથે ઉપેક્ષાભર્યું વર્તન કર્યું હતું, તેવો આણંદની શૂટર લજ્જા ગોસ્વામીએ ધટસ્ફોટ કર્યો છે. લજ્જા ગોસ્વામીએ જણાવ્યું હતું કે સિલ્વર મડલ જીતી ત્યારે મને હરીફ પ્લેયર્સ અને અન્ય ઓફિશિયલ્સ પણ અભિનંદન આપવા આવ્યા હતા. પરંતુ આ સમયે ડા. કિર્ણિસિંઘ શૂટિંગ રેન્જમાં ઉપસ્થિત હોવા છતાં ગુજરાત સ્ટેટ રાયફલ એસોસિયેશનના અધિકારીઓએ મને અભિનંદન આપવાની તસ્દી સુદ્ધાં લીધી નહોતી અને મારી સાથે ઉપેક્ષાભર્યું વલણ કર્યું હતું. આ પ્રકારના વર્તનથી હું ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી. હું મારા સિલ્વર મડલ સાથે આ અધિકારીઓને સામે ચાલીને મળવા ગઈ તો તેઓ મારાથી અંતર રાખવા લાગ્યા હતા.
ટિપ્પણીઓ નથી: