
‘ધીસ ઇસ અલ ઝઝીરા એન્ડ ધીઝ આર ધ સ્ટોરીઝ મેકિંગ હેડલાઇન્સ’ ... અલ કાયદા જેવા આતંકવાદી સંગઠનનો માઉથપીસ ગણાતી, ઇસ્લામિક કટ્ટરપંથીઓને પોતાની વાત વૈશ્ર્વિક સ્તરે રજૂ કરવા પ્લટફૉર્મ આપતી, બ્રિટન, અમેરિકા જેવી મહાસત્તાઓને ઇસ્લામ વિરોધી ગણી ખુલ્લેઆમ તેમની નેગેટિવ સ્ટોરી રજૂ કરતી ‘અલ ઝઝીરા ચેનલનું ભારતમાં આગમન થઈ ગયું છે. ચાર વર્ષ ઇરાદાપૂર્વકનો વિલંબ કર્યા બાદ આપણા પ્રસારણ વિભાગે અલ ઝઝીરાને ભારતમાં ‘ડાઉનલિકિંગ’ કરવા માટેનું લાઇસન્સ આપી દીધું છે. આજે જ્યારે વિદેશી માલિકોની ભારતીય ચેનલો ભારતમાં પશ્ર્ચિમી સંસ્કારો વહેંચી રહી છે, ત્યારે અલ ઝઝીરા પણ ઇસ્લામનો પ્રસાર-પ્રચાર કરવા વહેતી ગંગામાં હાથ ધોવા ભારતમાં આવી પહોંચી છે. ‘ધરા બેચ દેંગે, ગગન બેચ દેંગે, કલમ કે સિપાહી સો ગયે તો યે વતન કે રખવાલે (નેતા) વતન બેચ દેંગે...’ આજે કલમનો સિપાહી વેચાઈ ગયો છે. દેશને વેચનારા નેતાઓએ મીડિયાને ખરીદી લીધું છે. દેશમાં ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે, દેશની સુરક્ષા માટે ખતરો પેદા કરે તેવાં લાઇસન્સ ખુલ્લેઆમ વેચાઈ રહ્યાં છે. ચાર વર્ષની ઇરાદાપૂર્વકની રાહ જોઈ અલ ઝઝીરાને દેશની પરવા કર્યા વિના લાઇસન્સ અપાયું છે. બની શકે તેમાં પણ નાણાંની લેવડ-દેવડ થઈ હોય. આખિરકાર આ ચેનલને ડાઉનલિકિંગનું લાઇસન્સ આપવું એ ખતરા રૂપ છે. સરકારને કદાચ વિરોધ પક્ષનો સામનો કરવો પડશે, માટે લાંચ કે બક્ષિશ રૂપે નાણાં લેવાયાં હોય તો નવાઈ ન પામવી. 2-જી સ્પેક્ટ્રમ કૌભાંડ તો યાદ જ હશે! બે પાકિસ્તાની કોમ્યુનિકેશન કંપ્નીઓને આપણા ‘રાજા’એ પૈસા લઈ ભારતમાં ‘સીમકાર્ડ’ વેચવાનું લાઇસન્સ આપી દીધું છે. ‘યુનિનોર’નું નામ તો તમે સાંભળ્યુ જ હશે! યુનિનોર પાકિસ્તાનની કંપ્ની છે અને ખૂબ જ સહેલાઈથી આ કંપ્ની તેનાં ‘સીમકાર્ડ’ ભારતમાં ‘વહેંચી’ રહી છે. અહીં મહત્ત્વની વાત એ છે કે આતંકવાદીઓને હવે બીજી કંપ્નીનાં ‘સીમકાર્ડ’ ખરીદવાં નહિ પડે. ભારત પર હુમલો કરનારને આ પાકિસ્તાની કંપ્ની જ ‘સીમકાર્ડ’ આપી દેશે!! આટલું ઓછું હોય તેમ હવે અલ ઝઝીરા પણ ભારતમાં આવી ગઈ છે. આતંકવાદીઓ હુમલો કરશે અને અલ ઝઝીરા તેનો સારો, પોઝિટિવ પ્રચાર કરશે તો? આપણા દેશના નેતાઓ આમ પણ આતંકવાદીઓને સહાય આપવા અધીરા છે. અલ ઝઝીરા આવા નેતાઓને ફૂટેજ આપી તેમને પ્રોત્સાહન પણ આપશે! ભારતમાં અલ ઝઝીરા ચેનલ હવે લોકોના બેડરૂમમાં નિહાળવા મળશે. આવા સમયે એક ઇસ્લામિક કટ્ટરવાદી ચેનલ આપણા મગજમાં શું શું નાખશે એ વિચારવા જેવું છે. અલ ઝઝીરા શા માટે શરૂ થઈ એ જાણવા જેવું છે. તો આવો જાણીએ પહેલાં અલ ઝઝીરા ચેનલ વિશે અને પછી વાત કરીએ અલ ઝઝીરા ભારતમાં કેવું કાઠું કાઢી શકે તેમ છે...
અલ ઝઝીરા : માઉથપીસ ઓફ અલ કાયદા
અલ ઝઝીરા... નામ તો સાંભળ્યું જ હશે! અરે નામ નહિ આ ન્યૂઝ ચેનલ પણ જોઈ હશે! દરરોજ સવારે ઇન્ડિયા ટીવી પર અલ ઝઝીરાનું હિન્દી ડબિંગ કરેલું બુલેટિન બતાવાય જ છે ને! પણ હવે તો અલ ઝઝીરા 24 કલાક જોઈ શકાશે. ભારતમાં 200 ચેનલ દેખાય છે એક ઔર સહી! મીડિયાના બહાને ભારતની નેગેટિવ સ્ટોરી ઇસ્લામિક રાષ્ટ્રોમાં પ્રસારિત થાય તો એમાં આપણા નેતાઓને શો વાંધો હોય? અલ ઝઝીરા કદાચ આવું કરી પણ શકે. પણ આપણે શું? પ્રસારણનો હક આપી, ભારતમાં ડાઉનલિકિંગ કરવાની છૂટ આપી સરકારની તિજોરી તો રૂપિયાથી ભરાઈ જ જવાની છે ને! ઓસામા બિન લાદેનને તો તમે જાણતા જ હશો. અમેરિકા અને ઇંગ્લન્ડ જેવી મહાસત્તાઓને ધમકી આપતી લાદેનની એક્સ્લુઝિવ ટેપ્સ પણ તમે જોઈ હશે. બસ! આ ટેપ ક્યાંથી આવે છે? અલ ઝઝીરા ચેનલમાંથી! ઓસામા બિન લાદેનને પ્રમોટ કરનારી ચેનલ એટલે અલ ઝઝીરા. ઓસામા કેવો દેખાય છે તેનું માનસચિત્ર વિશ્ર્વના લોકોમાં અંકાયું હોય તો અલ ઝઝીરા ચેનલના કારણે જ શક્ય બન્યું છે.
પશ્ર્ચિમી મીડિયા એટલે જ તો અલ ઝઝીરાને અલ કાયદાનું માઉથપીસ ગણે છે. લાદેનની દરેક એક્લુઝિવ ટેપ્સ અલ ઝઝીરા ચેનલ મારફતે જ પ્રસારિત થાય છે. આ ચેનલની શરૂઆત કરવા પાછળનું પણ એક અદ્ભુત કારણ છે. 1996, બીબીસી ચેનલ પર સાઉદી અરબનાં ‘અરબ રાજઘરાનાં’ઓ વિશે એક વિવાદાસ્પદ સ્ટોરી પ્રસારિત થઈ. આ સ્ટોરીથી અરબ કન્ટ્રીના રાજાઓમાં ફફડાટ મચી ગયો અને પછી પશ્ર્ચિમી મીડિયાને જડબાતોડ જવાબ આપવા, મુસ્લિમોને ઇસ્લામ વિશે માહિતી આપવા એક અરબી ચેનલ શરૂ કરવાની જાહેરાત થઈ. તેનું નામ રાખવામાં આવ્યું અલ ઝઝીરા. અલ ઝઝીરાએ 1995માં બંધ થયેલી બીબીસીની અરેબિક ન્યૂઝ સર્વિસના બધા જ કર્મચારીઓને સારા પગારે નોકરીએ રાખ્યા. હાલ અલ ઝઝીરામાં બીબીસી, સીએનએન જેવી ન્યૂઝ ચેનલોમાં કામ કરી ચૂકેલા પ્રભાવશાળી પત્રકારો કામ કરી રહ્યા છે.
અલ ઝઝીરા ચાલુ કરવા શરૂઆતી નાણાકીય બળ કતારના રાજા અલ થાનીએ આપ્યું હતું. આજે ઇસ્લામનો પ્રસાર-પ્રચાર કરવા અલ ઝઝીરાને સાઉદી અરબના મોટા ભાગના અરબોનું કરોડો રૂપિયાનું ભંડોળ મળે છે. પશ્ર્ચિમ એશિયાના સમાચારોને મહત્ત્વ શરૂઆતમાં અલ ઝઝીરા માત્ર અરબી ભાષામાં જ આવતી હતી પણ તેના બહોળા પ્રચાર પછી 15 નવેમ્બર, 2006ના રોજ તેની અંગ્રેજી ન્યૂઝ ચેનલની પણ શરૂઆત થઈ. હાલ અલ ઝઝીરા દુનિયાના 100 દેશોમાં દેખાય છે. દુનિયામાં તેના 69 જેટલા ન્યૂઝ બ્યૂરો છે. ભારતમાં પણ દિલ્હી ખાતે અલ ઝઝીરાનું ન્યૂઝ બ્યૂરો છે. હાલ તેના બ્યૂરો ચીફ ભારતીય કુળના અનમોલ સકસેના છે. અનમોલ સકસેનાને એ સારી રીતે ખબર છે કે અલ ઝઝીરા ઇસ્લામિક દેખાવકારોને પ્લટફૉર્મ આપતી ચેનલ છે પણ નોકરીના કારણે અનમોલ સકસેના પણ અલ ઝઝીરાને નિષ્પક્ષ સંસ્થા કહે છે. અલ ઝઝીરા ન્યૂઝ ચેનલ પશ્ર્ચિમ એશિયાના સમાચારોને વધુ મહત્ત્વ આપે છે. આપણા મનમાં પણ એ વાત ઘર કરી ગઈ છે કે અલ કાયદા, બિન લાદેન કે પછી પશ્ર્ચિમ એશિયાના ત્રાસવાદના ગુપ્ત, અંદરના સમાચાર જાણવા હોય તો અલ ઝઝીરા જ જોવી જોઈએ! વાત પણ સાચી જ છે! અલ ઝઝીરાનું કામ જ આ છે.
ઇસ્લામિક દેશોમાં અલ ઝઝીરાની ધાક છે. પાકિસ્તાન જેવા દેશોમાં કે જ્યાં પત્રકારો સલામત નથી ત્યાં અલ ઝઝીરાના રીપોર્ટર ખુલ્લેઆમ ફરે છે. અસુરક્ષિત વિસ્તારમાંથી સુરક્ષિત રીતે ફુટેજ લઈ અલ ઝઝીરાને આપે છે અને અલ ઝઝીરા તેને પ્રસારિત પણ કરે છે. પાકિસ્તાનમાં ઇસ્લામાબાદનો અહમદ ઝાયદાન નામનો આરબ પત્રકાર અલ ઝઝીરાનું રીપોર્ટિંગ કરે છે. અહમદ પાકિસ્તાનના જોખમી વિસ્તારોમાં ફરે છે. આ એવા વિસ્તારો છે જ્યાંથી યુરોપ અને અમેરિકાના પત્રકારો જીવતા પાછા ફરતા નથી પણ અહમદ જીવતો પાછો આવે છે. ઓસામા બિન લાદેનના ટેકેદારો તેને નામથી જાણે છે. 9/11નો અમેરિકામાં થયેલો આતંકવાદી હુમલો અને ઇરાક, અફઘાનિસ્તાન સામે અમેરિકાએ કરેલા યુદ્ધ વખતે અલ ઝઝીરાને ફાવતું મળી ગયું. પશ્ર્ચિમ એશિયાના ન્યૂઝને મહત્ત્વ આપતી અલ ઝઝીરાએ બેરોકટોક યુદ્ધની સ્ટોરીઝ પ્રસારિત કરી. ઇરાક, અફઘાનિસ્તાન યુદ્ધ વખતે જ્યારે મોટા ભાગની ન્યૂઝ ચેનલો પાછી ઘરે ફરી ગઈ ત્યારે અલ ઝઝીરાએ સ્પોટ પર રહી અનેક દ્શ્યો સાથેની એક્સક્લુઝિવ સ્ટોરી, ઇન્ટરવ્યૂ આપ્યાં. યુદ્ધ વખતે અફઘાનિસ્તાનમાં રીપોર્ટિંગ કરનારી અલ ઝઝીરા એકલી જ ચેનલ હતી.
અમેરિકાએ ઇરાક પર હુમલો કર્યો ત્યારે અમેરિકાનો કાન પકડનારી ન્યૂઝ ચેનલ અલ ઝઝીરા જ હતી. અલ ઝઝીરાએ યુદ્ધબંદીઓની દયનીય સ્થિતિ દર્શાવવા, અમેરિકાનું ઘાતકીપણું બતાવવા યુદ્ધબંદીઓની લાશો બતાવી જે અન્ય કોઈ ચેનલોએ નહોતી બતાવી. અલ ઝઝીરાનું યુદ્ધ વિરોધી અભિયાન ચારે બાજુ ચાલ્યું હતું. બગદાદ, ગાઝા, જેરુસલેમ જેવા ઇસ્લામિક દેશોમાં તો અલ ઝઝીરાએ અનેક અમેરિકા, ઇંગ્લન્ડ વિરોધી સ્ટોરી પ્રસારિત કરી હતી. લાદેન સામેના યુદ્ધ દરમિયાન જ્યારે બુશે વિશ્ર્વમાં જાહેર કર્યું કે પેન્ટાગોનના સૈનિકોએ ‘આપરેશન એનેકોન્ડા’ હેઠળ સેંકડોના સેંકડો તાલિબાનો અને બિન લાદેનના સૈનિકોને માર્યા છે ત્યારે અલ ઝઝીરાએ જ તેને બોગસ વાત કહી હતી. અલ ઝઝીરાએ એ વખતે બ્રેકિંગ ન્યૂઝમાં બુશને ખોટા પાડતાં જણાવ્યુ હતું કે ‘આપરેશન એનેકોન્ડા’માં માત્ર 40 તાલિબાનો જ મરાયા છે. આ ન્યૂઝ માત્ર અલ ઝઝીરા પાસે જ હતા. આટલી વાતો પછી અલ ઝઝીરાની પહોંચ વિશે તો આપણે જાણી જ ગયા હઈશું કે અલ ઝઝીરા ચેનલ કોના માટે છે એ કહેવાની પણ હવે જરૂર નથી, અને હવે તેનું આગમન ભારતમાં થઈ ગયું છે. ઇસ્લામને આગળ રાખતી ચેનલ અલ ઝઝીરાનું ભારતમાં પ્રસારણ થવાથી શું ફરક પડવાનો? આવો પ્રશ્ર્ન આપણા મનમાં થાય જ! સીએનએન, બીબીસી જેવી સંપૂર્ણ અંગ્રેજી વિદેશી ન્યૂઝ ચેનલો ભારતમાં દેખાય જ છે ને! તેવી જ રીતે અલ ઝઝીરા પણ દેખાશે, સંભળાશે!
તમે આવું વિચારતા હો તો ઠીક છે! પણ તેમ છતાં ચેતવા જેવું ખરું. ભારતના ઘણા મુદ્દા એવા છે જે ઇસ્લામ વિરોધી છે. શું આવા મુદ્દાઓને લઈને અલ ઝઝીરા ભારતને સાથ આપશે? વિશ્ર્વની મોટામાં મોટી લોકશાહી ભારતમાં છે. આતંકવાદીઓ માટે ભારત સોફ્ટ ટાર્ગેટ છે. ભારતના કાયદાની ઢીલાશ પણ આપણે સૌ જાણીએ જ છીએ. લોકશાહીના નામે ભારતમાં આતંકવાદી કસાબને પણ વ્યવસ્થા અને ન્યાય મળે છે. અફઝલ જેવા આતંકવાદીઓને ખુલ્લેઆમ જાહેરમાં ટેકો મળે છે. બિનસાંપ્રદાયિકતાના નામે (કે વોટબઁક ખાતર) અહીં મુસ્લિમોને દેશની સંપત્તિના પહેલા હકદાર માનવામાં કે કહેવામાં આવે છે. આવા ભારતમાં આ ઇસ્લામિક ચેનલ ભારત વિરોધી સૂરમાં ગાશે તો તેને કોણ રોકશે? રોકવાની વાત તો છોડો તેને ટેકેદારો પણ મળી રહેશે! અલ ઝઝીરા ઇસ્લામને આગળ મૂકનારી ચેનલ છે. ભારતમાં પણ તે ઇસ્લામિયતને આગળ લાવવાની કોશિશ કરશે જ. ઇસ્લામિક સંગઠનોના ઘણા સભ્યો અલ ઝઝીરાને નાણાકીય પીઠબળ પૂરું પાડે છે. આ ઇસ્લામિક સંગઠનોએ જ અનેકવાર કાશ્મીરને પાકિસ્તાનને સોંપી દેવાની વાત કરી છે. આ વાત ભારતમાં આવીને અલ ઝઝીરા કરશે તો? અલ ઝઝીરા ન્યૂઝ ચેનલ ભારતમાં ‘હિન્દુ આતંકવાદ’ને વૈશ્ર્વિક સ્તરે લઈ જતા અહેવાલો પ્રસારિત કરશે તો આપણી સરકાર આ ઇસ્લામિક મીડિયા સામે બોલી શકશે? કદાચ વોટબઁકના કારણે ચૂપ પણ રહે! આમ પણ આપણા દેશમાં વોટબઁકના કારણે આપણા નેતાઓ આતંકવાદીઓને મદદ કરવા પહોંચી જાય છે.
શું અલ ઝઝીરા જેવી ચેનલ આવા સમાચારોને પોઝિટિવ રીતે રજૂ નહિ કરે? આતંકવાદીઓ માટે હમદર્દી રાખતા નેતાઓને અલ ઝઝીરા પ્રોત્સાહન નહિ આપે તેની શી ખાતરી? આવા તો અનેક પ્રશ્ર્નો અલ ઝઝીરાના આગમનથી વાચકોના મનમાં ઊપસી આવ્યા હશે! હજુ તો અલ ઝઝીરાની શરૂઆત છે. આ પ્રશ્ર્નોના જવાબ આપણને તેનું પ્રસારણ જોયા પછી જ ખબર પડશે! પણ તેમ છતાં સાવધાન રહેવું, તેના પર ધ્યાન રાખવું જરૂરી બને છે. આમ પણ આપણા દેશમાં ક્યુ ટીવી (કુરાન ટીવી), કિતાબ ટીવી, પી ટીવી જેવી ઇસ્લામિક ચેનલો ગેરકાયદેસર રીતે કેબલ દ્વારા પ્રસારિત થાય જ છે ને! આપણા પૂર્વ પ્રસારણ મંત્રી અંબિકા સોનીએ પણ આ વાતનો જાહેરમાં સ્વીકાર કર્યો હતો. ઠીક છે... આતંકવાદના ગુપ્ત સમાચાર પ્રગટ કરતી આ અલ ઝઝીરા ભારતમાં કેવું કાઠું કાઢી શકે છે તે આવનારો સમય જ બતાવશે... ત્યાં સુધી ટી ટાઇમ....