આ કેચ જોઇને તમે કહેશો કે સ્પાઈડરમેન, સુપરમેન એ.બી ડિવિલિયર્સ





ગયા ગુરૂવારે રમાયેલી રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને સનરાઈજર્સ હૈદરાબાદ વચ્ચેની મેચમાં એક અદભુત કેચ થયો. જેને જોઇ વિરાટ કોહલી સહિત બધા જ અચંભિત થયા. આ કેચ કર્યો એ.બી. ડિવિલિયર્સએ… રોયલ ચેલેન્જર્સ બેંગલોર ૨૧૯ રનનો ટાર્ગેટ આપ્યો, જેના જવાબમાં સનરાઈજર્સ હૈદરાબાદની ૬૪ રનમાં જ બે વિકેટા પડી ગઈ હતી. આવા સમયે ૮મી ઓવર મોઇને આપવામાં આવી. આઠમી ઓવરનો છેલ્લો બોલ. બેટ્સમેન હતો એલેક્સ હેલ્સ. તેણે મોઇનના સોર્ટ બોલમાં ડીપ મિડવિકેટ પર સિક્સર મારવાની કોશિશ કરી. બોલ બેટ પર આવ્યો. બધાને લાગ્યું કે આ સિક્સર જ છે પણ ત્યાં બાઉન્ડ્રી પર અચાનક જોરદાર જંપ મારીને માત્ર એક હાથી ડિવિલિયર્સે શાનદાર કેચ કર્યો. જે લાગે છે કે આ આઈપીએલનો બેસ્ટ કેચ હોય શકે છે…
વીડિઓ જોવા નીચે લિંક પર ક્લિક કરો...


YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.