ઇઝરાયલની જનતા પાસેથી આપણે સૌએ શીખવા જેવું છે...

israel


નાનો પણ રાઈનો દાણો - ઇઝરાયલ. દુનિયાના દેશોમાં સૌથી ટચુકડો દેશ ઇઝરાયલ. 28,290 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં વસેલો આ દેશ. તેમાં પણ પર્વતાળ પ્રદેશ અને રણ. 1990માં તેની વસ્તી 47 લાખ હતી. આજે લગભગ સાઇઠ લાખ જેટલી છે.

કોઈ એક કાર્યક્રમમાં શ્રી અટલજીએ કહ્યું હતું, ‘‘આરબ રાષ્ટ્રોવાળા રેતાળ પ્રદેશ પર તમારું વિમાન ઊડતું હોય અને નીચી ઊંચાઈએ ઊડતું હોય અને તમને નીચે એ રણવિસ્તારમાં - ખારા પાણીમાં મીઠી વીરડી જેવો - લીલો કુંજાર વિસ્તાર નજરે પડે તો આંખો મીંચીને કહી દેજો કે તે હશે ઇઝરાયલ.’’

1948માં ઇઝરાયલની 65% જમીનમાં રણ હતું. ખેતી લાયક જમીન તો માત્ર 21% જ હતી, પણ સરકાર અને પ્રજાના પ્રચંડ પુરુષાર્થે 2,17,500 એકર જમીન નવસર્જન કરીને ખેતી લાયક બનાવી. આમાં પણ 1,25,000 એકર જમીન સિંચાઈવાળી બની છે. ઇઝરાયલમાં વરસાદ ઓછો વરસે છે અને ક્યાંક તો બિલકુલ વરસતો નથી, પણ સરકાર અને પ્રજા કુદરતની સામે જંગે ચડી અને આ રણપ્રદેશને નંદનવન સમો લીલોછમ્મ બનાવી દીધો, પરિણામે આજે સરેરાશ 20 થી 35 ઇંચ જેટલો વરસાદ પડે છે. આરબ દેશોને શાકભાજી કે ફળફૂલ વિદેશમાંથી મંગાવવાં પડે છે, ત્યારે ઇઝરાયલ ખેતી ઉત્પાદનમાં દુનિયાના દેશોમાં આગળ નીકળી ગયું છે.

israel


સહકારના આધારે વિકાસ

ઇઝરાયલનો વિકાસ સહકારી ધોરણે થયો છે. આપણે ત્યાં નાનાં નાનાં ગામડાં પણ રાજકારણના અખાડા બની ગયા છે. હવે ભારતનાં ગામડાં ‘‘ગોકુળ’’ નથી રહ્યાં. ત્યારે ઇઝરાયલનું ગ્રામ્ય જીવન આપણા ગ્રામ્યજીવનથી જુદું જ તરી આવે છે. અહીં ગ્રામ્ય વિસ્તાર ચાર ભાગમાં વહેંચાયેલો છે. (1) કિબુત્ઝ (2) મોશાવ (3) મોશાવ - શીતુફી (4) મોશાવોત - કિબુત્ઝ એ હિબ્રુ ભાષાનો શબ્દ છે, તેનો અર્થ થાય છે જૂથ કે સહકારી ગ્રામ.

અહીં બધું જ સહકારી ધોરણે ચાલતું હોય છે. આખું ગામ એક જ રસોડે જમે. હજાર કે બે હજાર એકર જમીન હોય તે ખેડવા ખેડૂતોને વહેંચાઈ હોય. તેની માલિકી સરકારની જ ગણાય. આનું ઉત્પાદન પણ ભેગું થાય. તે દરેકને વહેંચાય. ખેતી સિવાયના ઉદ્યોગોની આવક પણ - બધાની - ભેગી થાય. આવક પણ સામૂહિક અને ખર્ચ પણ સામૂહિક. અહીંનાં બાળકોના ભણતરની પણ વ્યવસ્થા હોય છે. આ સહકારી ધોરણમાં પણ લોકો પૈસેટકે સુખી હોય છે. અહીં કોઈને ખાનગી મિલકતની જ‚ર ઊભી થતી નથી. કારણ દરેકને તેની જ‚રિયાત પ્રમાણે બધી સગવડો મળી રહેતી હોય છે.

અહીં કોઈ નવરું બેસી રહેતું નથી. બધા જ નાના મોટા પોતપોતાના કામમાં લાગેલા હોય છે.

એક કુટુંબમાં જેમ વડીલ સમગ્ર કુટુંબની બધી જ જ‚રિયાતોની ચિંતા કરે છે તે રીતે જ કિબુત્ઝમાં પણ વ્યવસ્થા છે. અહીં કિબુત્ઝ એક કુટુંબ જેવું હોય છે. તેમાં રહેતા દરેક વ્યક્તિની દરેક જ‚રિયાતની ચિંતા કિબુત્ઝના વડીલો કરે છે. 1985ના આંકડા પ્રમાણે તે વખતે 260 કિબુત્ઝર હતાં, આજે તેની સંખ્યા લગભગ 400 ઉપર થવા જાય છે.

આ જ પદ્ધતિથી મોશાવ, મોશાવ શીતુફી અને મોશાવોતની પણ રચના છે.

અહીંના ખેડૂતને 20 એકરથી વધારે જમીન આપવામાં આવતી નથી. અહીંની પ્રજા સમૂહમાં જીવે છે. અહીં ફળ, ફૂલ અને શાકભાજી મોટાપાયે ઉત્પાદિત થાય છે. તે વિદેશ મોકલવામાં આવે છે. આ માટે ખાસ અલગ વિમાનઘર (Export Airport) ઊભાં કરાયાં છે. આમાંથી મળતી આવકમાંથી જીવનજ‚રી વસ્તુઓ વિદેશથી મંગાવવામાં આવે છે. ચીનમાં પણ આવાં કોમ્યુન હોય છે, તેમાં માત્ર ત્રણથી પાંચ વર્ષનાં બાળકો જ રહે છે. તેમના માનસમાં સામ્યવાદની વિચારધારા ઠાંસીઠાંસીને ભરવામાં આવે છે. સાથોસાથ સામ્યવાદની વિચારધારાથી અલગ પડતી વિચારધારા તરફ કોમ્યુનમાં ઊછરીને મોટો થયેલો બાળક શત્રુભાવથી જ જુએ છે. જ્યારે ઇઝરાયલમાં પ્રજાની સમૂહભાવના કેળવાય છે અને ઇઝરાયલના રાષ્ટ્રવાદ તરફ પ્રજા અભિપ્રેત થાય છે. આ પ્રકારનું શિક્ષણ અને પ્રત્યક્ષ કેળવણી કિબુત્ઝ પ્રકારનાં ગામોના સમૂહજીવનમાંથી મળતી રહે છે. આવાં સહકારી ગામોને લીધે પ્રજામાં પરસ્પરને મદદરૂપ થવાની ભાવના ખીલે છે અને ગામ માટે જન્મેલી લાગણી દેશભક્તિમાં રૂપાંતરિત કરવામાં ઇઝરાયલે સફળતા મેળવી છે.

ઇઝરાયલની રચના પછી દુનિયાનાં અખબારોમાં એક જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી. ‘‘ઇઝરાયલ પોતાના દુનિયાભરમાં ફેલાયેલા જે તે વિષયના નિષ્ણાત એવા યહૂદી ભાંડુઓને પ્રેમથી નિમંત્રણ આપે છે. નવરચિત ઇઝરાયલ રાષ્ટ્રને સક્ષમ, સબળ અને સંપન્ન બનાવવા આવો. ઇઝરાયલ રાષ્ટ્રને તમારી સેવાની જરૂર છે.’’
આપણે ગુજરાતી એમ ન કહી શકે? " દેશ વિદેશમાં ફેલાયેલા ગુજરાતીઓ ગુજરાતને અને ભારતને સક્ષમ, સબળ અને સંપ્ન્ન બનાવવા આવો. ગુજરાત અને રાષ્ટ્રને તમારી સેવાની જરૂર છે.’’


YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.