એકાગ્રતા જ સફળતાની ચાવી છે

yoga for concentration


મહાભારતનો ખૂબ જાણીતો પ્રસંગ છે. ગુરુ દ્રોણ પોતાના શિષ્યોની ધનુષ્યવિદ્યાની પરીક્ષા લઈ રહ્યા હતા. એક વૃક્ષ પર લાકડામાંથી બનેલ નાના પંખીને લટકાવી અને શિષ્યોને કહ્યું કે તેમણે એ પંખીની આંખ પર નિશાન તાકવાનું છે. એક બાદ એક કૌરવો અને પાંડવોમાંથી પંખીની આંખને તાકવા માટે શિષ્યો આવતા રહ્યા. ગુરુ દ્રોણ તેમને પૂછતા કે તમને શું દેખાય છે. તમામ શિષ્યોએ પક્ષી સાથે ઝાડ, ડાળીઓ, પાંદડાં વગેરે કહ્યું. આ તમામમાંથી એક પણ શિષ્ય પંખીની આંખને તાકી ન શક્યો. છેલ્લે અર્જુનનો વારો આવ્યો. દ્રોણે અર્જુનને પણ એ જ પ્રશ્ર્ન પૂછ્યો. અર્જુને જવાબ આપ્યો કે માત્ર પંખીની આંખ દેખાય છે. પછી અર્જુને નિશાન લગાવ્યું અને તેનું તીર પેલા પંખીની આંખની આરપાર નીકળી ગયું. અર્જુનની આ સફળતા પાછળ તેની એકાગ્રતા હતી. એ જ એકાગ્રતાએ અર્જુનને વિશ્ર્વનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી બનાવ્યો એટલે કે કોઈપણ સફળતા પ્રાપ્ત કરવા માટે એકાગ્રતા અને મન-ઇન્દ્રિયો પર કાબૂ જરૂરી છે. યોગ પણ એકાગ્રતા અને મન-ઇન્દ્રિયો પર કાબૂ મેળવવાની શક્તિ આપે છે.

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.