પપ્પાને આપણે છોડી શકીએ પણ પપ્પા આપણને છોડી શકે?



એક વાર પિતા અને તેનો નાનકડો પુત્ર ફરવા જઈ રહ્યા હતા. રસ્તામાં વરસાદના કારણે ફૂટી નીકળેલું એક ઝરણું પાર કરવાનું હતું. ઝરણામાં પાણીનો પ્રવાહ જોઈ પિતાએ પુત્રને કહ્યું બેટા, મારો હાથ પકડી લે. બેટાએ કહ્યું નહીં પપ્પા! તમે મારો હાથ પકડી લો. આથી પિતાએ હસીને કહ્યું બેટા એમાં શું ફરક પડવાનો છે? બેટાએ કહ્યું પપ્પા ખૂબ જ ફરક પડે. જો મેં તમારો હાથ પકડ્યો હોય અને અચાનક પાણીનો પ્રવાહ વધી જાય અથવા મારું સંતુલન બગડી જાય તો, હું તો હાથ છોડીને બૂમો પાડવા લાગીશ, પરંતુ જો તમે મારો હાથ પકડ્યો હશે તો ગમે તેટલું મોટું સંકટ આવશે તો પણ તમે મારો હાથ નહિ છોડો. શ્રદ્ધા-વિશ્ર્વાસ જીવનનોે પ્રાણવાયુ છે. પિતા, માતા કે ઈશ્ર્વર પ્રત્યેની શ્રદ્ધા એક પ્રકારનું માનસિક બળ આપે છે. આત્મવિશ્ર્વાસ જગાડે છે.

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.