બિલ ગેટ્સનો જન્મ 28 ઓક્ટોબર 1955ના રોજ અમેરિકામાં થયો હતો. તેમણે પોતાના દોસ્ત પોલ એલન સાથે મળીને માઇક્રોસોફટ કંપનીની સ્થાપના કરી. જે આગળ જઇને વિશ્વની સૌથી વિશાળ કમ્પ્યૂટર સોફ્ટવેર કંપની બની. બિલ ગેટ્સે પોતાના અનુભવો પરથી ઘણી વાતો શીખી અને અમેરિકાની ખાનગી ટીવી ચેનલ સાથેની વાતચીતમાં તેનો ઉલ્લેખ કર્યો હતો. આવો જાણીએ બિલ ગેટ્સે શીખેલી એવી વાતો જે આપણા માટે પણ પ્રેરણા બની શકે છે.
- હું પરીક્ષામાં કેટલાક વિષયોમાં ફેઇલ થયો ને મારા તમામ દોસ્ત પાસ થઇ ગયા. હવે તેઓ માઇક્રોસોફ્ટ કંપનીમાં એન્જિનિયર છે અને હું માઇક્રોસોફ્ટ કંપનીનો માલિક છે.
- ગૂગલ, એપલ કે ફ્રી સોફ્ટવેર હોય અમારા કેટલાંક કોમ્પિટિટર્સ અમને એક્ટિવ રાખે છે.
- કોઇ પણ પ્રકારની સરખામણી ન કરો, જો તમે સરખામણી કરશો તો તમે પોતાનું જ અપમાન કરી રહ્યા છો.
- તમારા ગમે તેટલી લાયકાત કેમ ન હોય, તમે ફોકસ રહી ને જ બેસ્ટ પરફોર્મ કરી શકો છો.
- માર્કેટમાં અમારું સ્થાન જમાવવા માટે અમને ગૂગલ અને બિંગ જેવી બ્રાન્ડ્સથી પ્રેરણા મળશે.
- તમારો સૌથી અનસેટિસ્ફાઇડ કસ્ટમર તમને સૌથી વધુ વસ્તુઓ શીખવે છે.
- દરેક વ્યક્તિને એક કોચની જરૂર હોય છે. પછી ભલે તમે બાસ્કેટબોસ પ્લેયર હો કે ટેનિસ પ્લેયર કે કુશ્તીબાજ.
- ટેક્નોલોજી એ બાળકોને ભેગા લાવવાનું ટૂલ છે. બાળકોને પ્રેરિત કરવાનું કામ માત્ર શિક્ષક જ કરી શકે છે.
- સફળતા કાંઇ શીખવતી નથી. સફળતા લોકોના એ વિચારને વિકસિત કરી નાંખે છે કે તેઓ નિષ્ફળ ન થઇ શકે.
- જ્યારે તમારા હાથમાં પૈસા હોય છે ત્યારે તમે ભૂલી જાવ છો કો તમે કોણ છો, પરંતુ જ્યારે તમારા ખિસ્સા ખાલી હશે ત્યારે સમગ્ર વિશ્વ જ ભૂલી જશે કે તમે કોણ છો.
- સફળતાનું સેલિબ્રેશન કરી શકાય, પરંતુ અસફળતાઓમાંથી પાઠ શીખવા તેથી વધુ અગત્યનું છૈ.
- તમે ગરીબ જન્મ્યા છો તો તે તમારી ભૂલ નથી, પરંતુ જો તમે ગરીબ મરો છો તે તમારી જ ભૂલ છે.
- મૂર્ખ બનીને ખુશ રહો અને એવી પૂરી શક્યતાઓ છે કે તમે અંતમાં સફળતા મેળવશો.
- જ્યારે પણ સફળતાનું સેલિબ્રેશન કરો ત્યારે અગાઉના ખરાબ સમયને ચોક્કસથી યાદ રાખો.
- બિઝનેસ એ કેટલાંક નિયમો, ઘણા બધા રિસ્ક્સની સાથે પૈસાની રમત છે.
- જીવન નિષ્પક્ષ નથી અને તેની આદત પાડી દો.
- હું એક મુશ્કેલ ટાસ્ક માટે આળસી માણસને પસંદ કરીશ કારણ કે, આળસુ વ્યક્તિ તે કામ કરવાનો કોઇ સરળ રસ્તો શોધી નાંખશે.
- એક સારા પ્રોફેશનલ એન્જિનિયર બનવા માટે પોતાના પરીક્ષાની તૈયારી હંમેશા મોડેથી શરૂ કરવી જોઇએ, કારણ કે તે આપને સમયને મેનેજ કરવા અને ઇમર્જન્સી હેન્ડલ કરવાનું શીખવશે.
- એમાં કોઇ શંકાને સ્થાન નથી કે મારા બાળકો પાસે પણ કમ્પ્યૂટર હશે, પરંતુ હું તેમને પહેલી વસ્તુ આપીશ તે બુક્સ જ હશે.
- જો જનરલ મોટર્સ કમ્પ્યૂટર ઇન્ડસ્ટ્રી પ્રમાણે પોતાની ટેક્નોલોજી ડેવલપ કરતી તો આજે આપણે 25 ડોલરની કાર ચલાવતા જે 1000 માઇલ્સ પ્રતિ ગેલનની માઇલેજ આપતી.
- જો આપણે આગામી સદી પર નજર કરીશું તો ત્યારે એવા લોકો લીડર હશે જે અન્યને સશક્ત બનાવી શકે.
- આપણને સૌને એવા લોકોની જરૂર છે જે આપણને ફીડબેક (પ્રતિસાદ) આપી શકે. કેમ કે, આવા જ લોકોને કારણે આપણે સુધારો કરીએ છીએ.
- હંમેશા તમારે તમારા અંતર્જ્ઞાન (ઇન્ટ્યૂશન) પર વિશ્વાસ કરવો પડશે.
- જો તમે લોકોને સમસ્યા દર્શાવશો અને તેના ઉપાય સૂચવશો તો લોકો તેને અપનાવવા માટે આકર્ષિત થશે.
- ટીવી વાસ્તવિકત નથી. વાસ્તવિક જીવનમાં લોકોએ રોજ નોકરીએ જઉં પડે છે, કાફેમાં બેસી રહેવાથી ન ચાલે.