અહીં આ કામ માત્ર ૧ લીટીમાં લખવામાં આવ્યા છે પણ વિચારવા જેવા છે....
ગયેલો સમય પાછો આવતો નથી. તમારે એક ઉમર થઈ હશે. આગામી ૧૦ વર્ષ તમારા માટે મહત્વના હશે. આ મહત્વના સમયમાં આ ૧૦ કામ કરી લો…પછી પછતાવો થશે
૧) જીવનમાં જ્યા ફરવા જવાની ઇચ્છા હોય ત્યાં એકવાર પ્લાન કરી ફરી જ આવો, ૧૦ વર્ષ નિકળી ગયા તો પછી તમારી આ ઇચ્છા પૂરી નહિ કરી શકો
૨ ) તમારા વિતેલા જીવન વિષે નોંધ રાખો, યાદ કરીને લખી લો, પછી નહિ થાય
૩) તમારે જે શિક્ષણ મેળવવું હોય તે આ સમયમાં મેળાવી લો, પછી સમય નહિ મળે
૪) આ સમયે જે કઈ તૂફાની કરવું હોય તે કરી લો, પછી ઇચ્છવા છતાં નહિ કરી શકો
૫) બગડેલા સંબંધોની માફી માગી સંબંધ સુધારી લો, ૧૦ વર્ષ પછી ખૂબ મોડુ થઈ જશે
૭) નોકરી, ધંધો, ઘર માટે જે વિચારતા હો તે આ ૧૦ વર્ષમાં હિંમત કરી કરવું હોય તે કરી લો
૮) જીવનમાં ઉપયોગી થાય તેવી કેટલીક આવડતો શીખી લો, કામ આવશે
૯) પ્રેમમાં પડો, તેને સમય આપો પછી આવો સમય નહિ મળે
૧૦) જીવનમાં જેટલા પણ લક્ષ્ય બનાવ્યા હોય તે આ ૧૦ વર્ષમાં પૂરા કરવાની કોશિશ કરજો