ક્યારેય સાંભળ્યું
છે કે ડુક્કરે જેને સુઅર કે ભુંડ કહીએ છીએ તેણે કોઇ માણસને બચકુ ભર્યું હોય? નહિ સાંભળ્યું
હોય. કેમ કે આવું બનતુ ખૂબ ઓછુ હોય છે. પણ આવું બન્યું છે અને તે સોશિયમ મીડિયામાં
વાઈરલ પણ થયું છે.
અને એ પણ એક બહાદૂર
મોડલના કારણે. બહાદૂર એટલા માટે કે આવી ઘટના કોઇની જોડે બને તો તેને દુનિયા સમક્ષ મૂકવાની
કોઈ હિંમત ન કરે પણ આ મોડલે તેના ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો પોસ્ટ કરીને બધાને ચોકાવી
દીધા છે.
આ મહિલા, મોડલનું
નામ છે મિશેલ લૂવિન. તે એક ફિટનેસ મોડેલ છે. ફિટનેસના શોકિનો તેને સોશિયલ મીડિયા પર
કરોડોમાં ફોલો કરે છે. ઇન્દ્ટાગ્રામ પર તેના ૧ કરોડ ૩૪ લાખ ફોલોઅર્સ છે. હવે થયું એવું
કે રજાની મજા માણવા મિશેલ બહામાં આઈલેન્ડ પર ગઈ હતી. અહીંના સમુદ્ર કિનારે તે એક વીડિયો
સૂટ કરી રહી હતી એવામાં એક ડુક્કરે આવીને તેને બચકું ભરી લીધું. આ બધું કેમેરામાં કેદ
પણ થઈ ગયુ અને તેણે આ વીડિયો તેના કરોડો ફોલોઅર્સ માટે પોસ્ટ પણ કરી દીધો. જુવો તમે
પણ આ વીડિયો