દરેક બ્રાન્ડેડ કંપ્નીને એનો એક લોગો હોય છે. પ્રથમ દ્ષ્ટિએ સામાન્ય લાગતા આ ‘લોગો’ અલાદીનના ચિરાગ જેમ કંઈક કેટલાય ભેદ છુપાવીને બેઠા હોય છે. દરેક ‘લોગો’ કંપ્નીની નીતિ અને ગતિ દર્શાવતા હોય છે. તો આવો જોઈએ, માર્કેટિંગના ભેજાંબાજોએ બનાવેલા વિવિધ બ્રાન્ડ્સના ‘લોગો’ શું કહે છે... કારણ કે આખરે તો ‘લોગો’ કા કામ હે કહેના...
Continental (કોન્ટીનેટલ)
કોન્ટીનેટલ ટાયર બનાવતી કંપ્ની છે. લોગો ખૂબ જ સરળ, સાદો પણ ક્રિએટિવ છે. કંપ્નીની પ્રોડક્ટ તેના લોગોમાં દેખાય છે. લોગોનો પહેલો અક્ષર ’C’ લોગોમાં થર્ડ ડાયમેન્શનમાં મૂકવામાં આવ્યો છે, જેને ધારીને જોતાં આપણને ટાયર દેખાય છે. કંપ્ની ટાયર વેચે, બનાવે છે અને ’C’ માં ટાયર દેખાય છે. છે ને ક્રિએટીવિટી દર્શાવતો લોગો.
Tobleron (ટોબલરોન)
ટોબલરોન બર્ન અને સ્વિર્ત્ઝલેન્ડની પ્રખ્યાત ચોકલેટ બનાવતી કંપ્ની છે. બર્ન શહેરને ‘ધી સિટી ઑફ બીયર’ (રીંછોનું શહેર) તરીકે પણ ઓળખવામાં આવે છે. કંપ્નીએ આ આઇડિયાને પોતાનાના લોગોમાં દર્શાવ્યો છે. લોગોમાં રહેલા પહાડ જેવા આકારમાં તમે ધારીને જોશો તો તમને તેમાં રીંછ દેખાશે.
NBC (એનબીસી)
નેશનલ બ્રોડકાસ્ટિંગ કંપ્ની. અમેરિકાની મોટામાં મોટી ટેલિવિઝન નેટવર્ક કંપ્ની લોગોમાં તમને મોર દેખાશે, જેના છ અલગ અલગ કલરનાં પીંછાં છે. મોરનું મોઢું જમણી બાજુ છે, જે હંમેશાં આગળ જોવાનું કહે છે.
amazon.com (અમેઝોન.કોમ)
સાદા અને સિમ્પલ ફોન્ટમાં બનાવાયેલો આ નયનગમ્ય અમેઝોન.કોમનો લોગો ખરા અર્થમાં અમેઝિંગ છે. આ લોગોની ખાસિયત લોગોમાં દર્શાવેલ એરો (સ્માઇલ)માં છે. એક તો આ લોગો એક ખાસ પ્રકારની સ્માઇલ આપે છે. આ નાનકડા સ્માઇલી એરોમાં કંપ્નીની આખી ફિલોસોફી આવી જાય છે. લોગોમાં એરો (એરો) દ્વારા સ્માઈલ આપી કંપ્ની ગ્રાહકોને પૂરતો સંતોષ આપવાની ખાતરી આપે છે. વળી આ સ્માઇલી એરો a થી z સુધી લંબાયેલો છે જેનો અર્થ થાય છે a to z સંતોષ, ગ્રાહકને a to z વસ્તુ મળશે.
FedEx (ફીડેક્સ)
ફીડેક્ષ એક્સપ્રેસ એક ફાસ્ટ સર્વિસ આપતી કુરિયર કંપ્ની છે. સ્પીડ તેની ખાસિયત છે. હિડન મીનીંગવાળો (ગૂઢ અર્થવાળો) આ અદ્ ભુત લોગો છે. Fedexનો લોગો ધારીને જુઓ. લોગોમાં તમને ઊ અને ર્ીં અક્ષર વચ્ચે એક સીધો એરો (એરો)દેખાશે. આ એરો સ્પીડ અને કંપ્નીની ગતિ બતાવે છે, જે કંપ્નીની સર્વિસની ખાસિયત છે.
Sun Microsystem (સન માઈક્રોસિસ્ટમ)
અદ્ભુત અને સરળ ક્રિયેટીવ લોગો બનાવાયો છે. લોગોમાં જુઓ, કંપ્નીનું બ્રાન્ડ નેમ ‘સન’ તમે કોઈ પણ એંગલથી વાંચી શકો છો, લોગોને તમે ત્રાંસો, ઊભો, આડો ગમે તેમ રાખો, તમને તેમાં Sun સરળતાથી વંચાશે.
Formula 1 (ફોર્મ્યુલા - 1)
પહેલી નજરમાં તમને આ એકદમ સેન્સલેસ લોગો લાગશે. પરંતુ તેમાં કંપ્નીની કામગિરી છુપાયેલી છે. લોગોને ધારીને જુઓ, લોગોમાં તમને કોરી જગ્યામાં 1 દેખાશે. આ લોગો પહેલી નજરે જોતાં સ્પીડનો સીમ્બોલ હોય તેમ લાગે. માટે લોગોમાં સ્પીડ તો છે જ પણ સાથે સાથે નંબર 1 પણ છે.