ક્યારેય વિચાર્યું છે કે વિમાનની એવરેજ કેટલી હોય છે.

how much fuel does a 737 use


બોઈંગ ૭૪૭ જેવું વિમાનમાં એક સેકન્ડમાં લગભગ ૪ લિટર પેટ્રોલ વપરાય છે. વિચારો? એક સેકન્ડમાં ૪ લિટર! હવે હિસાબ લગાવો?

આજ કાલ વિમાનમાં મુશાફરી કરવી એક દમ સામાન્ય વાત થઈ ગઈ છે. એનું કારણ એરલાઈન્સ કંપનીઓ વચ્ચેની સ્પર્ધા અને તેના કારણે વિમાનની ટીકીટના ઘટેલા ભાવ છે. અને લોકોની આર્થિક શક્તિ પણ વધી છે આથી સામાન્ય માણસ પણ સમયની બચત કરવા વિમાનની મુશાફરી કરવા પૈસા ખર્ચી રહ્યો છે. એક રીપોર્ટ કહે છે કે આજે દિવસમાં કોઈ પણ સમયે સવા લાખ લોકો વિમાનની મુશાફરી કરતા હોય છે. હવી મુદ્દાની વાત.

જરા વિચારો. જ્યારે તમે ગાડી ખરીદવા જાવ ત્યારે તે ગાડીની પહેલી ખાસિયત તમે કઈ જાણો છો? તે ગાડીની એવરેજ. બરાબર ને ? પણ તમે ક્યારેય વિચાર્યુ છે કે વિમાનની એવરેજ કેટલી હશે? આવો જાણીએ.
વિમાનની એવરેજની વાત કરીએ તો આપણે એ જ વિચારીએ કે આટલા મોટા મશીન વાળા વિમાન કેટલું બધું ઈધણ જોઈતું હશે? વાત સાચી છે. આ વાતને બોંઈંગ ૭૪૭ જેવા વિમાનનું ઉદાહરણ લઈને સમજીએ. બોઈંગ ૭૪૭ જેવું વિમાનમાં એક સેકન્ડમાં લગભગ ૪ લિટર પેટ્રોલ વપરાય છે. વિચારો? એક સેકન્ડમાં ૪ લિટર! હવે હિસાબ લગાવો? તમે કેટલા સમયની વિમાન મુશાફરી કરી છે? બોઈંગની વેબસાઈટ પ્રમાણે બોઈંગ ૭૪૭ ને એક કિલોમીટરનું અંતર કાપવા માટે ૧૨ લિટર પેટ્રોલની જરૂર પડે છે.
હવે પ્રશ્ન થાય કે જો આટલું બધું પેટ્રોલ બળતું હોય તો વિમાન કંપનીઓને આ પોસાતું કેવી રીતે હશે? પણ આનું થોડું ગણિત સમજવા જેવું છે. બોઈંગ ૭૪૭૪ વિમાનમાં ૫૦૦ મુશાફરો એકસાથે મુશાફરી કરી શકે છે. એટલે તેનો ખર્ચ આ ૫૦૦ મુશાફરોમાં વહેચાઈ જાય છે. એટલે કે જો એક કિલોમીટરે ૧૨ લિટર પેટ્રોલ વપરાતું હોય તો પ્રતિ તો પ્રતિ વ્યક્તિ એક કિલિમીટરે માત્ર ૦.૦૨૪ લિટર પેટ્રોલ વપરાય છે. આમ જોઈએ તો આ કાર કરતા પણ સસ્તું પડે. કેમ કે કારની એવરેજ પણ લગભાગ ૧૫ ની હોય છે. તેમાં વધુંમાં વધુ ૪ કે ૬ વ્યક્તિ મુશાફરી કરી શકે છે. જો કે કાર અને વિમાનની તુલના ન કરાય કેમ કે વિમાનની સ્પીડ ૯૦૦ કિમીની હોય છે.

આ રીતે બચાવાય છે વિમાનમાં પેટ્રોલ


પોતાની ગાડીની એવરેજ વધારવા સામાન્ય માણસ જે કરે છે તે બધુ જ વિમાનમાં પણ લાગુ પડે છે, જેમ કે…
વિમાનનું પેટ્રોલ ઓછુ બળે તે માટે શક્ય હોય તેટલો તેનો રૂટ સીધો રખાય છે.
પેટ્રોલ ઓછું બળે તે માટે વિમાનની પણ એક નિશ્ચિત ગતિએ ચલાવવામાં આવે છે.
શક્ય હોય તેટલું વિમાનાનું વજન ઓછુ રાખવામાં આવે છે.




YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.