યોગ-પ્રયોગ / શવાસન અનિંદ્રા, લો બ્લડપ્રેશર, ગેસ, ફેફ્સાં અને હૃદયની તકલીફો અને માનસિક રોગીઓને સત્વરે આરામ પહોંચાડવા એક અદ્ભુત આસન
આ આસનમાં પ્રારંભે પીઠના સહારે ચત્તા સૂઈ જવું. હથેળી જમીનને અડકે એ રીતે જાંઘની બાજુમાં બંને હાથ રાખી દેવા. શરીર ઢીલું મૂકી દેવું. હાથ માથાથી આગળ ઊંચે સુધી લઈ જઈને પણ રાખી શકાય.
(1) ઉપરોક્ત સ્થિતિમાં આંખો બે સેકંડ બંધ કરવી. પછી બે સેકંડ ખુલ્લી રાખવી. આ પ્રમાણે ત્રણ-ચાર વખત કરવું.
(2) પછી આંખો ખોલી ઉપર, નીચે અને સીધા જોવું. પછી ડાબી અને જમણી બાજુ ફરી પાછું જોવું અને આંખો બંધ કરવી. આ પ્રમાણે બે-ત્રણ વાર કરવું.
(3) મોં ખોલી નાંખવું. જીભને વાળી ગળા તરફ લઈ જવી. અને મોં બંધ કરી દેવું. આ સ્થિતિમાં દસ સેકંડ રહેવું. પછી મોં ખોલી નાખી જીભને સીધી કરી લેવી અને મોં બંધ કરવું. આ પ્રમાણે બે-ત્રણ વાર કરવું.
(4) આંખો બંધ કરીને મનને પગના અંગૂઠા તરફ લઈ જવું અને કલ્પ્ના કરવી કે અંગૂઠાને આરામ મળી રહ્યો છે. હવે માથું અને ડોકને સહેજ આમ-તેમ હલાવો પછી માથું આરામની સ્થિતિમાં રાખી દેવું.
(5) હવે મનને પણ એવી જ રીતે આરામ આપવો. ઊંડા શ્ર્વાસ લેવા અને છોડવાની પ્રક્રિયા પછી જાણે તમે ઊંઘી જતા હોય તેવી કલ્પ્ના કરો. પાંચ-દશ મિનિટ આ સ્થિતિમાં રહેવું.
અનિંદ્રા, લો બ્લડપ્રેશર, ગેસ, ફેફ્સાં અને હૃદયની તકલીફો અને માનસિક રોગીઓને સત્વરે આરામ પહોંચાડવા માટે શવાસન એક અદ્ભુત આસન છે. જેઓને અશક્તિ યા માનસિક કે શારીરિક ઉત્સાહનો અભાવ વર્તાતો હોય તેમનામાં આ આસન શક્તિ-ઉત્સાહ ભરી દે છે.