Guchhi - એવું કહી શકાય કે ૩૦૦૦૦ રૂપિયાની કિલો મળે છે આ શાકભાજી
આજે અહીં વાત કરવી છે ભારતમાં ઉગતી દુનિયાની સૌથી મોંધી એક ખાવાની વસ્તુંની. તમને ખબર છે દુનિયાની સૌથી મોંધી ગણાતી ખાવાની આ વનસ્પતિ કઈ છે? તેનો ભાવ કેટલો છે? કેમ તે આટલી બધી મોંઘી છે? તે કયાં ઉગે છે? આવા અનેક પશ્નનોના જવાબ અહીં મળવાના છે.
આ વસ્તુંનું નામ છે ગુચ્છી. જો તેને તમે એક કિલો લો તો તમારે તેના માટે ૧ નહી ૨ નહી પણ પૂરા ૩૦ હજાર રૂપિયા ચૂકવવા પડશે. છે ને ગજબની વાત. એવું કહી શકાય કે ૩૦૦૦૦ રૂપિયાની કિલો મળે છે આ શાકભાજી.
તમને જણાવી દઈએ કે આ માત્ર અને માત્ર ભારતના હિમાલયમાં જ ઉગે છે. અને એ પણ એમને એમ નથી ઉગતી. તેના માટે ખેડૂતે ખૂબ મહેનત કરવી પડે છે. ગુચ્છી એટલે એક પ્રકારનું મશરૂમ. મશરૂમ તો તમે ખાધુ જ હશે! આ તેની જ એક પ્રજાતિ છે. બજારમાં આની કિંમત ૨૫ થી ૩૦ હજાર રૂપિયા સુધીની છે.
આ ભારતની સૌથી દુર્લભ શાકભાજીમાંની એક ગણાય છે. એવું કહેવાય છે કે આને ખાવથી હ્રદય સંબંધી કોઇ બિમારી થતી નથી અને તે આપણા માનવ શરીર માટે અનેક પ્રકારે ઉપયોગી સાબિત થઈ છે. એવું કહી શકાય કે ગુચ્છી મલ્ટીવિટામીનેનું એક પેકેજ છે. તેને તમે ખાવ એટલે આપણા શરીરને જે જોયતા હોય તે બધા જ વિટામીન મળી રહે છે. એટલે જ વિદેશી લોકો તેને ખૂબ ખાય છે. ભારતમાં ઉગતી આ શાકભાજીની વિદેશમાં ખૂબ માંગ છે. શિયાળાની ઋતુમાં આની માગ વધી જાય છે. અમેરિકા, યૂરોપ, ફ્રાંસમ ઇટાલી અને સ્વિટ્જરલેન્ડના લોકો આ ગુચ્છીને ખૂબ પસંદ કરે છે. તેની કિંમત ખૂબ હોવાથી ભારતના લોકો તેનો બહુ ઉપયોગ કરતા નથી.
ગુચ્છીનું અસલી નામ માર્કુલા એસ્ક્યુપલેન્ટા છે, તેને મોરેલ્સ, સ્પંજ મશરૂમના નામથી પણ ઓળખવામાં આવે છે. જે હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીરના પહાડોમાં ઉગે છે. તેને ઉગાડવી હોય તે ખૂબ મહેનત કરવી પડે પણ ધણી વાર વરસાદની ઋતુમાં તે અહીંના પહાડોમાં તેની જાતે જ ઉગી નીકળે છે. સ્થાનિક લોકો તેને વીણી લે છે. જો કે તેને વીણાવામાં પણ ખૂબ મહેનત કરવી પડે છે. અથાક પરિશ્રમ પછી ખૂબ ઓછી ગુચ્છી લોકો ભેગી કરી શકે છે. મહિનાઓની મહેનત પછી જે ગુચ્છી સ્થનિક લોકો ભેગી કરે છે તેને પહેલા તડકામામ સૂકવવામાં આવે છે અને મહત્વની વાત એ છે કે મોટી મોટી કંપનીઓ અને હોટલો આ ગુચ્છીને તરત ખરીદી લે છે. એવું કહો કે ભારતની આ શાકભાજી ખરીદવા આ લોકો પડાપડી કરે છે.
ગુચ્છીનો ઉપયોગ અનેક વાનગી બનાવવા થાય છે. કશ્મીરથી લઈને વિદેશના લોકો સુધી તેને ખાવાની રીત અલગ અલગ છે. સુકાયેલી ગુચ્છી અને તાજી ગુચ્છીનો સ્વાદ અલગ અલગ હોય છે. એટલે કે કોઇને તાજી ગુચ્છી ગમે તો કોઇને સૂકી ગુચ્છી ગમે. કાશ્મીરના લોકો ગુચ્છી તાજી જ ખાવી ગમે છે.