ગંદકી, ગરીબી અને ગુલામી આપણને કોઠે પડી ગઈ છે. તેમાંથી છૂટવા શું કરવું? આ રહ્યા ઉપાય

આપણી સિવિકસેન્સ મરી ગઈ છે?! શું આપણને આ પૃથ્વી પર જીવતા આવડે છે?

માણસ સામાજિક પ્રાણી છે. સમાજમાં રહે છે. સમાજે એને અધિકારો આપ્યા છે તેમ સમાજ પ્રત્યે એની અનેક ફરજો પણ છે. પણ ક્યારેક માણસ એ ફરજો નીભાવવાનું ચૂકી જતો હોય છે. અહીં એ ન નિભાવતી ફરજો વિશે થોડુ ધ્યાન દોરવામાં આવ્યું છે. ક્યાંક આપણે પણ જો આ ફરજો ચૂકતા હોઈએ તો એને નીભાવીએ અને સમાજને સ્વર્ગ બનાવીએ.


આપણે ક્યારે સુધરીશું? કોરોનાની બીમારી પછી આપણે સુધરવું જ પડશે

(1)   અહીં ગંદકી કરવી નહીં! (જોકે લખેલું હોય ત્યાં જ, આપણે ગંદું ઠાલવી વધુ ગંદુ કરીએ છીએ.)

(2)   અહીંયાં કોઈએ પેશાબ કરવો નહીં! (જોકે ત્યાં જ, બધા જ (તમારા સિવાય) પેશાબ કરે જ!)

(3)   આ દીવાલ ઉપર પોસ્ટર ચોંટાડવાં નહીં! (જોકે દીવાલ ઢંકાઈ જાય એટલાં પોસ્ટર ત્યાં લાગે છે!)

(4)   નવી રંગેલી દીવાલ ઉપર પાન-મસાલાની પિચકારી મારીએ જ!

(5)   આ મુતરડી છે કચરાપેટી નથી. (જોકે મુતરડીમાં દારૂની શીશીઓ, પ્લાસ્ટિકની ખાલી કરેલી પોટલી, પાન-મસાલાની પિચકારીઓ મારેલી હોય જ. મુતરડી છે કે થૂંકદાની તે મને સમજાતું નથી.)

(6)   અહીં કોલસાથી નામ અમર કરવા નહીં. (જોકે યાત્રાધામોમાં, પર્યટનસ્થળોએ પથ્થર કે દીવાલ ઉપર કાળા કોલસાથી, રંગથી પોતાનાં નામ અમર કરનારની સંખ્યા થોડી નથી!)

(7)   જળાશયમાં ગંદકી કરવી નહીં (જોકે લોકો નદી-તળાવમાં કોગળા કરે છે.)

(8)   રેલવેના પાટાની બંને બાજુએ જ્યાં જગ્યા હોય ત્યાં વહેલી સવારે કે રાત્રીના સમયે લઘુશંકા, ગુરુશંકા કરનારની ખોટ નથી.

(9)   રેલયાત્રીઓ, બસમાં જનારા શિંગદાણાનાં ફોતરાં, મગફળીનાં ફોતરાં, કાગળના ડૂચા વગેરે ન નાખે તો ટિકિટની વસૂલાત કેમ થાય?

(10)  શેરીના નાકે, સોસાયટીની બહાર, ખુલ્લી જગ્યામાં દિવસે બાળકો, રાત્રે પરોઢિયે મોટાં, નાનાં મળત્યાગ કરે જ!

(11)  જાહેર બાગબગીચા, સાર્વજનિક સ્થળોએ ખાધા પીધા પછી કાગળના ડૂચા, પ્લાસ્ટિકની ખાલી થેલીઓ, પ્લાસ્ટિકની બાટલીઓ નાખીએ નહીં તો જંપ કેમ કરીને થાય?

આ માટે સાર્વજનિક ઉપાયો પણ થયા છે

(1)   ઠેર ઠેર કચરાપેટીઓ મુકાઈ છે તેનો ઉપયોગ કરીએ અને કરવીએ.

(2)   દરેક ઘરનો કચરો જે તે ઘરના સભ્યો પોતે એકઠો કરી કચરાપેટીમાં નાખે!

(3)   સફાઈ કામદારને સહકાર આપીએ. સવાર-સાંજ સફાઈ થાય તે પછી કચરો ન નાખીએ.

(4)   દરેક દુકાનદાર પોતાની દુકાન આગળ કચરાપેટી રાખે અને તેનો ઉપયોગ કરીએ અને કરવીએ.

(5)   હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીની જગ્યાએ ફરજિયાત કચરાપેટી રાખવી જરૂરી છે પણ ઉપયોગ કરે કરવો વધારે જરૂરી છે.

(6)   બાળશૌચાલય અને સ્ત્રીઓ માટે ખાસ શૌચાલય ઊભાં કરવામાં આવે. (સેવાવસ્તીમાં આ પ્રયોગ કરી શકાય)

(7)   ઠેર ઠેર પે એન્ડ યુઝ શૌચાલય ઊભાં કરાય! હજી ઓછા છે!

(8)   દરેક ઘરને અલગ સ્વતંત્ર બાથરૂમ, જાજરૂ, તેમજ ગટર વ્યવસ્થાથી જોડવાં.

(9)   ગ્રામ્યવિસ્તારમાં જ્યાં ગટર વ્યવસ્થા નથી ત્યાં શોષકૂવા ફરજિયાત કરી તેમાં ગટર આપવી.

(10)  ખુલ્લી ગટરો ગંદકીની જનની છે. બંધ ભૂગર્ભ ગટર વ્યવસ્થા કરવી અને ગટર વ્યવસ્થાને સૂએઝ ફાર્મથી જોડવી.

(11)  નદી, નાળાં, તળાવ વગેરેમાં ગંદું પાણી, ગંદકી છોડવાં નહીં. ગટર વ્યવસ્થાને સુદ્ઢ કરવા રીટ્રીટમેન્ટ પ્લાન્ટ કરવા.

(12)  દિવસે દિવસે પાણીની સમસ્યા વધતી જાય છે. પીવાનું ચોખ્ખું પાણી મળી રહે; વોટર મેનેજમેન્ટ માટે; ઘરનું પાણી ઘરમાં (નેવાનું પાણી); ખેતરનું પાણી ખેતરમાં, સીમનું પાણી તળાવમાં કરવામાં આવે.

(13)  ગ્રામ્ય વિસ્તારમાં ઉકરડા ગામની બહાર દુર્ગંધ ન ફેલાય તે રીતે રાખવા, સેન્દ્રીય ખાતરની વ્યવસ્થા, ગંદકી અટકાવી સારું રાસાયણિક ખાતર આપે છે જ.

ટૂંકમાં જાહેરમાં ગંદકી કરનારને દંડ કરવામાં આવે, જાહેરમાં ગંદકી ન થાય તેવી સચોટ વ્યવસ્થા કરવામાં આવે. શાળાકીય પ્રવૃત્તિમાં, શિક્ષણમાં, લોકજાગૃતિ દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવી શકાશેને?


YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.