માનવીને માન માગવાનો અધિકાર કેટલો?

માનવી અંહના કારણે  what I am, I am એવી પોતાની જાતને સ્વીકારી શકતો નથી.

આ સંદર્ભમાં સંસ્કૃતમાં એક સરસ સુભાષિત છે -  स्थानभ्रष्टाः न शोभन्ते दंताः केशाः नखाः नराः। સ્થાન ઉપરથી ભ્રષ્ટ થયા પછી દાંત, વાળ કે નખ જેમ ફેંકી દેવામાં આવે છે તેવું જ સત્તાહીન વ્યક્તિનું થાય છે.


આમ પણ મોટાઈની ભૂખ કોને નથી હતી! માણસ જન્મતાં આવી ભૂખ સાથે જ તો જન્મે છે. બે વર્ષના અબુધ બાળકને ‘તું ગાંડો’ એમ કહેશો તો બધા વચ્ચે છંછેડાઈને તે કહેશે ‘તું ગાંડો.’ વાસ્તવમાં તેને ગાંડા અને ડાહ્યાનો મતલબ પણ ખબર નથી. પરંતુ તેને ખબર છે કે ‘ગાંડા’ શબ્દને સામાજિક પ્રતિષ્ઠા નથી અને ‘ડાહ્યા’ શબ્દને તે છે તેથી તમે તેને ડાહ્યો કહેશો તો તેનું આત્મસમાધાન થાય છે.

માનવીની આ માનીપણાની વૃત્તિના કારણે તે લઘુતાથી પીડાતો હોય એવું નથી લાગતું? તેથી બીજા લોકો તેને માન આપે તેથી અહં પુષ્ટ થાય છે કે ‘હું પણ કાંઈક છું.’ આવી ભૂખના કારણે હું જે છું તે છું - what I am, I am એવી પોતાની જાતને સ્વીકારી શકતો નથી.

માનીપણાની આવરદા કેટલી!

સામાન્ય રીતે - એવું જોવામાં આવે છે કે બીજાઓ માન આપે છે તેમાં માન આપ્નારનો સ્વાર્થ સમાયો હોય છે. એવું નથી હોતું કે વ્યક્તિ માટે, વ્યક્તિની યોગ્યતા માટે બીજાને આદર છે તેથી માન આપે છે. માણસની યોગ્યતા માટે નહીં. પરંતુ તેની પાસે વિત્ત છે, સત્તા છે તેથી પણ લોકો તેને માન આપે છે. અને સત્તા ઉપરથી ઊતર્યા પછી કોઈ સામું પણ જોતું નથી.

આ સંદર્ભમાં સંસ્કૃતમાં એક સરસ સુભાષિત છે -  स्थानभ्रष्टाः न शोभन्ते दंताः केशाः नखाः नराः। સ્થાન ઉપરથી ભ્રષ્ટ થયા પછી દાંત, વાળ કે નખ જેમ ફેંકી દેવામાં આવે છે તેવું જ સત્તાહીન વ્યક્તિનું થાય છે.

શ્રીમદ્ આદ્ય શંકરાચાર્યે તેમના भजगोविंदम् સ્તોત્રમાં માનવીની આવી વૃત્તિનું - તેની મોટાઈની ભૂખના કેવા હાલ થાય છે તેનું માર્મિક વર્ણન કર્યું છે.

यावद्वित्तोपार्जनशकतस्तावनिजपरिवारो रक्तः।

पश्चाज्जीवति जर्जरदेहे वार्तां कोऽपि न

पृच्छति गेहो-पुज गोविन्दम्॥

‘જ્યાં સુધી માણસમાં ધન-ઉપાર્જન કરવાની શક્તિ હોય છે, ત્યાં સુધી ઘરના લોકો તેને માન આપતા હોય છે પરંતુ દેહ જ્યારે જર્જરિત થાય છે, ધન અને સત્તા ન રહે ત્યારે કોઈપણ ભાવ પૂછતું નથી.’

એટલું જ નહીં, માનવીની માનની અપેક્ષા પૂરી નથી થતી ત્યારે ઘવાયાની લાગણી પેદા થાય છે અને તેનો ડંખ માનવીને અશાંત અને અસ્વસ્થ બનાવે છે.

વાસ્તવમાં માનની આવી અપેક્ષા માનવીને દુ:ખી કરે છે અને માન માંગ્યું મળતું નથી. માનવીની યોગ્યતા હશે તો તેને ન માંગતાં માન મળતું હોય છે. તે જ્યાં જાય ત્યાં ‘તકિયો’ તેની પાછળ જતો હોય છે. બીજા મને માન આપે એ અપેક્ષા જ મૂળભૂત ખોટી છે.

માનવીને માન માંગવાનો અધિકાર કેટલો?

કોઈ તાત્ત્વિક દ્ષ્ટિથી વિચાર કરીએ તો એવું નથી લાગતું કે માનવીને માન માંગવાનો કોઈ અધિકાર નથી? 

માનવીનો આ સૃષ્ટિમાં જન્મ લેવો તેમાં તેનું કયું કર્તૃત્વ છે? માતાપિતાના માધ્યમથી તેમનો જન્મ થયો. માનવી મોટો થયો તેમાં તેનું કયું કર્તૃત્વ છે? તેના રૂપરંગ યા સૌંદર્ય તેને મળ્યું તેનાં મન બુદ્ધિ ઇત્યાદિ અંત:કરણથી મનુષ્ય તે તેનો જીવનવ્યવહાર ચલાવે તે અંત:કરણ પ્રાપ્ત કરવામાં તેનું કયું કર્તૃત્વ છે? તેની સંવેદના, લાગણી, ભાવના ઇત્યાદિમાં તેનું કયું કર્તૃત્વ છે. અરે, માનવીનું અસ્તિત્વ - તેનું ખાવું-પીવું હરવું ફરવું ઇત્યાદિ પણ એ અવ્યક્ત ઈશ-શક્તિના લીધે થાય છે. તેના પુરુષાર્થથી તે કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરે છે તેની પાછળ તો તે ઈશતત્ત્વની શક્તિ છે ને? તો પણ તે માનવી આવી ભૂખ રાખે છે એ તેનું અજ્ઞાન જ છે.

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.