વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યો મહેન્દ્રસિંહ ધોનીને પત્ર, ધોની એ પણ આપ્યો જવાબ? વાંચો

Mahendra singh dhoni એ કહ્યું આભાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તમારા તરફથી મળેલી શુભકામનાઓ બદલ…

આ પાત્ર સાથે ધોનીએ લખ્યું કે એક એક કલાકાર, સૈનિક અને ખેલાડીને પ્રસંશાની કામના હોય જ છે, તેમની મહેનત અને બલિદાને સૌ ઓળખે તેવું તેઓ ઇચ્છતા હોય છે.


૧૫મી ઓગષ્ટે ભારતીય ક્રિકેટ ટીમાના સફળ અને લોકપ્રિય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. મીડિયાથી લઈએ સામન્ય લોકો સુધી હાલ આ નિવૃત્તિની જ ચર્ચા ચાલી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મહેન્દ્રસિંહ ધોનીની એક પત્ર લખ્યો છે અને તેમના ભાવિ માટે શુભકામના પાઠવી છે. 

આ માટે મહેન્દ્રસિંહ ધોનીએ પણ પણ પોતાના ઓફિસિયલ ટ્વીટર એકાઉન્ટ પર આ પત્ર પોસ્ટ કરીને બડાપ્રધાનો આભાર માન્યો છે. આ પાત્ર સાથે ધોનીએ લખ્યું કે એક એક કલાકાર, સૈનિક અને ખેલાડીને પ્રસંશાની કામના હોય જ છે, તેમની મહેનત અને બલિદાને સૌ ઓળખે તેવું તેઓ ઇચ્છતા હોય છે. આભાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તમારા તરફથી મળેલી શુભકામનાઓ બદલ…


આ પત્રમાં  વડાપ્રધાને લખ્યું કે ધોનીમાં નવા ભારતની ઝલક દેખાય છે, જ્યા યુવાઓની નિયતિ  તેમનો પરિવાર નક્કી નથી કરતો પણ તેઓ પોતાનું લક્ષ્ય જાતે મેળવી આગળ વધે છે. વડાપ્રધાને લખ્યું કે આપે આપની નિવૃત્તિની સાથે જે વીડિઓ પોસ્ટ કર્યો હતો તે દેશ માટે એક લાંબી અને ઝનૂની ચર્ચા માટે પૂરતો હતો. ૧૩૦ કરોડ ભારતીય નિરાશ છે પણ સાથે સાથે આપે જે છેલ્લા દોઢ દાયકા સુધી ભારત માટે જે કર્યુ તેના માટે આભારી પણ છે.

વડાપ્રધાન આગળ લખે છે કે ભારતીય સેના સાથે આપનો જે લગાવ છે હું તેનો પણ ઉલ્લેખ કરવા ચાહીશ. સેનાની સાથે આપ ખુશ જોવા મળો છો. તમના માટેની આપણી ચિંતા વખાણવા યોગ્ય છે. મને આશા છે કે હવે આપને પરિવાર સાથે વધારે સમય પસાર કવાનો મોકો મળશે. હું તેમને પણ શુભકામના પાઠવું છું.



YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.