ગુજરાતના રાજકીય નેતાઓની હત્યા કરવાનું કાવરતું નિષ્ફળ ગયું છે, અમદાવાદના રીલિફ રોડ પરની હોટલમાંથી પકડાયા શાર્પ શૂટર…

 અમદાવાદના રીલિફ રોડ પરની હોટલમાંથી પકડાયા શાર્પ શૂટર

કદાચ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી ગોર્ધનભાઈ ઝડપીયા તેમાના નીશાના પર હતાજોકે હવે તપાસનો દોર શરૂ થશેપોલીસ અને એટીએસની સજાગતાના કારણે  ઘટના ઘટીતી રહી ગઈ છે


ગઈ રાત્રે ગુજરાતના અમદાવાદના કાલુપુર વિસ્તાનના રીલિફ રોડ પર એક ગંભીર ઘટના ઘટી છે. મધરાત્રે ATS ની ટીમ અને પોલિસ રીલિફ રોડ પર આવેલી વિનસ હોટલ પર બે શાર્પશૂટરોની તલાસમાં પહોંચી અને તપાસ દરમિયાન પોલિસ પર ફાઈરિંગ થયું. શાર્પશૂટરો ભાગવા માંગતા હતા એટલે કદાચ ફાયરિંગ કર્યુ હશે. લોકો ભાગવા પણ ગયા પણ નિષ્ફળ રહ્યા. એવું કહેવાય છે કે બે લોકો હતા જેમાંથી એક શાર્પશૂટર પકડાઈ ગયો છે અને એક ભાગી ગયો છે. પકડાયેલા શાર્પશૂટર પાસેથી જે માહીતી પોલિસને મળી તે ચોકાવનારી છે. તેનું કહેવું છે કે અંડરવર્લ્ડના શાર્પશૂટરો ગુજરાતમાં કેટલાક નેતાઓની હત્યા કરવા આવ્યા હતા

કદાચ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી ગોર્ધનભાઈ ઝડપીયા તેમાના નીશાના પર હતા. જોકે હવે તપાસનો દોર શરૂ થશે. પોલીસ અને એટીએસની સજાગતાના કારણે ઘટના ઘટીતી રહી ગઈ છે. 

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.