દુબઈ, સિંગાપુરની જેમ આ શહેરોમાં પણ ઊંચી-ઊંચી બીલ્ડિંગો જોવા મળવાની છે
એવું કહેવાય છે કે બાંધકામ ઉદ્યોગને વેગ આપવા, નવીરોજગારી પેદા કરવા અને મકાનના વધતા ભાવને કન્ટ્રોલમાં રાખવા આ નિર્યણ કર્યો છે...
ગુજરાત
સરકારે બાંધકામના નિયમોમામ ફેરફાર કર્યા છે. બાંધકામ માટેનો એક કાયદો છે જેનું નામ છે CGDCR-૨૦૧૭ એટલે કે કોમ્પ્રેહેન્સિવ જનરલ ડેવલોપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન્સ. જેના નિયમો અને જોગાવાઈમાં ગુજરાત સરકારે ફેરફાર કર્યો છે. આ ફેરફાર મુજબ પહેલા રાજ્યના મોટા શહેર જેવા કે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરામાં ૨૩માળની બિલ્ડીંગ બનાવી શકાતી હતી પણ આ નવા ફેરફાર બાદ હવે આ શહેરોમાં ૭૦ માળા સુધીની બીલ્ડિંઅ બનાવી શકાશે. એટલે કે હવે ટૂંક સમયમાં દુબઈ, સિંગાપુરની જેમ આ શહેરોમાં પણ ઊંચી-ઊંચી બીલ્ડિંગો જોવા મળવાની છે. એવું કહેવાય છે કે બાંધકામ ઉદ્યોગને વેગ આપવા, નવીરોજગારી પેદા કરવા અને મકાનના વધતા ભાવને કન્ટ્રોલમાં રાખવા આ નિર્યણ કર્યો છે…