જ્યારે મહેન્દ્રસિંહ ધોની ભારતીય ટીમની બસનો ડ્રાઈવર બન્યો, ટીમને હોટલ સુધી પહોંચાડી…
તે વખતે એક દિવસે નાગપુરના મેદાન પરથી હોટલ જતી વખતે ટીમની બસ ખૂદ ધોનીએ ચલાવી હતી. લક્ષ્મણે કહ્યું કે ધોનીએ ડ્રાઈવરને કહ્યું કે તે પાછળ જઈને બેસી જાય. બસમાં બેઠેલા દરેક સભ્ય અવાક હતા કેમ કે બસ ભારતીય ટીમના કેપ્ટન ચલાવી રહ્યા હતા…
ભારતીય ક્રિકેટ ટીમના સફળ અને શાંત કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ નિવૃત્તિ જાહેર કરી દીધી છે અને મીડિયામાં ધોનીને લઈને અનેક સમાચાર અને કિસ્સાઓ આવવા લાગ્યા છે. ક્રિકેટ જગતના અનેક માધાંતાઓ અને ધોની સાથે સમય પસાર કરી ચુકેલા મહાનુભાવો પણ ધોની સાથેના તેમના યાદગાર કિસ્સાઓ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. હમણા જ પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે ધોનીને લઈને એક મજેદાર કિસ્સો જણાવ્યો તેમણે કહ્યું કે એકવાર ટીમની બસ ખૂદ ધોની ચલાવીને હોટલ સુધી લઈ ગયો હતો.
લક્ષ્મણના કહેવા મૂજબ ૨૦૦૮માં ભારતમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીજ દરમિયાન નાગપુરમાં મેચ રમાઈ હતી. તે વખતે એક દિવસે નાગપુરના મેદાન પરથી હોટલ જતી વખતે ટીમની બસ ખૂદ ધોનીએ ચલાવી હતી. લક્ષ્મણે કહ્યું કે ધોનીએ ડ્રાઈવરને કહ્યું કે તે પાછળ જઈને બેસી જાય. બસમાં બેઠેલા દરેક સભ્ય અવાક હતા કેમ કે બસ ભારતીય ટીમના કેપ્ટન ચલાવી રહ્યા હતા…