લીમડો ગુણકારી છે પણ શું તે કોરોનાને ભગાડી શકે? દેશમાં ચાલી રહ્યું છે માનવ પરીક્ષણ

કોરોનાને ભગાડવા લીમડો કમાલ કરવા જઈ રહ્યો છે... 

લીમડાને લઈને થનારું આ પરીક્ષણ બે મહીના સુધી ચાલશે. આ માટે દર્દીઓની પસંગી પર શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન ૨૮ દિવસ સુધી ૧૨૫ જેટલા દર્દીઓને લીમડાની કેપ્સૂલ અપાવામાં આવશે અને તે પછીના ૨૮ દિવસ દર્દીઓનું નિરીક્ષણ કરવામાં આવશે


કડવો લીમડાના કેટલા ગુણ છે એ ભારતના લોકોને જણાવાવાની જરૂર છે ખરી? નહી ને? આયુર્વેદમાં અને અનેક આયુર્વેદના ગ્રંથોમાં લખ્યું છે કે તાવથી લઈએ અનેક ગંભીર બિમારી લીમડો મટાડી શકે છે. આયુર્વેદમાં લીમડાના પાન કે તેની અંતર છાલનો ઉપયોગ સામાન્ય છે. તેના ગુણ જ એટલા છે.

હવે જ્યારે લીમડો આટલો ગુણકારી છે જ તો તે કોરોના મટાડી શકે? આવો પ્રશ્ન અનેક આયુર્વેદના જાણકારો ને થયો. વાર આગળ પહોંચી અને હવે આ વાત તેના પરીક્ષણ સુધી પહોંચી છે. ૨૫૦ જેટલા ડોક્ટરોની ટીમ પરીક્ષણ કરવાની છે કે લીમડો કોરોનાને ભગાડી શકે કે કેમ? લીમડામાંથી કેપ્સૂલ બનાવાસે અને રીસર્ચ કરાશે કે લીમડામાંથી બનેલી આ કેપ્સૂલ કોરોના દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની રક્ષા કરી શકે છે કે કેમ? 

આ રીસર્ચ માટે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદ ( AIIA )એ નિસર્ગ હર્બ્સ નામની કંપની સાથે કરાર કર્યો છે. હવે આ બન્ને સંસ્થાઓ આના પર રીસર્ચ કરશે કે કોરોના સામે લડવા લીમડો કેટલો ઉપયોગી સાબિત થઈ શકે છે. આ પરીક્ષણ ફરીદાબાદની ESIC હોસ્પિટલમાં થવાનું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પરીક્ષણ બે મહીના સુધી ચાલશે. આ માટે દર્દીઓની પસંગી પર શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન ૨૮ દિવસ સુધી ૧૨૫ જેટલા દર્દીઓને લીમડાની કેપ્સૂલ અપાવામાં આવશે અને તે પછીના ૨૮ દિવસ દર્દીઓનું નિરીક્ષણ કરવામાં આવશે અને આ લીમડાની કેપ્સૂલ કેટલી કારગત સાબિત થઈ, તેની કઈ કઈ અસરો થઈ તેનું સંશોધન કરવામાં આવશે…


YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.