છત્તીસગઢ અને મધ્યપ્રદેશના આકાશમાં ઊભુ થયેલું લો-પ્રેસર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે
ગુજરાતમાં વરસાદનો માહોલ જામ્યો છે. અમદાવાદમાં સુરતમાં તેમજ ગુજરાતના અનેક ભાગોમાં હાલ સારો વરસાદ નોંધાઈ રહ્યો છે. આજની જ વાત કરીએ તો આજે અમદાવાદમાં સવારે એવું વાતાવરણ થઈ ગયું હતુ કે જાણે અમદાવાદ આજે પાણી પાણી થઈ જવાનું છે પણ થોડી જ વારમાં હવામાન બદલાઈ ગયું અને થોડો ઉધાર નીકળ્યો.
જોકે આ બધાની વચ્ચે ભારતીય હવામન વિભાગે આગહી કરી છે કે આગામી બે દિવસ ૨૨ અને ૨૩ ઓગષ્ટ દરમિયાન એટલે કે શનિવારે અને રવિવારે ગુજરામાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ પડી શકે છે. જો કે હવામાન વિભાગે માત્ર ગુજરાતમાં જ નહી પણ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ વરસાદ પડશે તેવી આગાહી કરી છે.
હવામાન વિભાગનું માનવું છે કે છત્તીસગઢ અને મધ્યપ્રદેશના આકાશમાં ઊભુ થયેલું લો-પ્રેસર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આ આગાહી વાદ ગુજરાતનું તંત્ર સાબદું થઈ ગયું છે. હવામાન વિભાગે પણ આ સંદર્ભે ગુજરાતને આગામી બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ પર જાહેર કર્યું છે.
તમને જણાવી દઈએ કે ગુજરાતમાં હાલ ૬૮૩.૪ મિમિ વરસાદ વરસી ચુઉક્યો છે.