એક જીવન ઉપયોગી પ્રસંગ, આનંદમાં રહો, જે કરો તે મનથી કરો

જેવા આપણે હોઈએ છીએ. આપણે એ જ જોઈ શકીએ છીએ જેવી જોવાની આપણી દૃષ્ટિ હોય છે.

જીવનને આપણે જેવું જોઈએ છીએ, જીવનને જોવાની આપણી જેવી વિચારસરણી હોય છે એવી જ આપણા જીવનની અનુભૂતિ બની જાય છે. 


 એક નવું મંદિર બની રહ્યું હતું ત્યારે ત્યાંથી પસાર થનાર એક મુસાફર એ જોવા માટે રોકાઈ ગયો. અનેક મજૂરો કામ કરી રહ્યા હતા. અનેક પથ્થરો તોડવામાં આવી રહ્યા હતા. પેલો મુસાફરે એક પથ્થર તોડવાવાળા મજૂર પાસે જઈને પૂછ્યું, ‘મિત્ર, તું આ શું કરી રહ્યો છો?’ પેલા મજૂરે ગુસ્સામાં કહ્યું, ‘જોતો નથી? આંધળો છો? હું પથ્થરો તોડી રહ્યો છું’, અને એ ફરીથી પથ્થરો તોડવા લાગ્યો.

હવે એ મુસાફર એક બીજા મજૂર તરફ આગળ વધ્યો અને એ જ પ્રશ્ર્ન પૂછ્યો. એ મજૂરે ઉદાસીનતાથી જવાબ આપ્યો, ‘કાંઈ જ નથી કરી રહ્યો. બસ, રોજીરોટી કમાઈ રહ્યો છું’, અને એ પણ ફરીથી પથ્થરો તોડવા લાગ્યો.

એ મુસાફર વધુ આગળ વધ્યો. ત્યાં એક મજૂર ગીતો ગાતો ગાતો આનંદથી પથ્થરો તોડી રહ્યો હતો. પ્રશ્ર્નના જવાબમાં એ આનંદના ભાવથી બોલ્યો, ‘બસ, ભગવાનનું મંદિર બનાવી રહ્યો છું’, અને એ ફરી વખત ગીતો ગાતો ગાતો પથ્થરો તોડવા લાગ્યો.

એ મંદિર બનાવનારા એ ત્રણે મજૂરો એ આપણામાંનાં જ ત્રણ પ્રકારનાં લોકામાંના છે જેઓ જીવનમંદિરને નિર્માણ કરે છે. આપણે બધા જીવનમંદિરનું નિર્માણ કરી રહ્યા છીએ. એ નિર્માણ કરતી વખતે કોઈ ક્રોધમાં જ હોય છે, કોઈ એને બોજો સમજીને ઉદાસીન છે, તો કોઈ આનંદથી ભરેલો હોય છે.

જીવનને આપણે જેવું જોઈએ છીએ, જીવનને જોવાની આપણી જેવી વિચારસરણી હોય છે એવી જ આપણા જીવનની અનુભૂતિ બની જાય છે. આપણે એ જ અનુભવ કરીએ છીએ જેવા આપણે હોઈએ છીએ. આપણે એ જ જોઈ શકીએ છીએ જેવી જોવાની આપણી દૃષ્ટિ હોય છે.


YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.